ચાંદીપુરા વાયરસે લીધો 27 બાળકોનો ભોગ, કુલ 71 કેસ નોંધાયા ચાંદીપુરા વાઇરસે ગુજરાતમાં કાળો કહેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચાંદીપુરા વાઇરસે કુલ 27 બાળકોનો ભોગ લઇ લીધો છે. જ્યારે આ વાઇરસના કુલ 71 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યારે વાયરલ એન્કેરેલાઈટિસના 71 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેર, અરવલ્લી અને મહેસાણામાં ચાર, મહિસાગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં બે-બે, ગાંધીનગર ગ્રામ્ય, ખેડામાં પાંચ, પંચમહાલમાં 11, વડોદરા શહેર-ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર અને કચ્છમાં એક કેસનો સમાવેશ થાય છે.શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ શરૂઆતના તબક્કે પૂણે મોકલાયા હતા. જેના રિપોર્ટ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં અરવલ્લી,મહેસાણામાં સૌથી વધુ…
કવિ: wcity
ટંકારાના ઘુનડા ગામે તળાવમાં ખનીજ ચોરી : હિટાચી જપ્ત મોરબી : ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે તળાવમાં ખનીજચોરી થતી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી મોરમની ખનીજ ચોરી મામલે એક હિટાચી મશીન કબજે કરી દંડનીય કાર્યવાહી કરવા કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સુચનાથી અને માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય ટીમનાં રોયલટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા ટંકારા તાલુકાના ધુનડા ગામનાં તળાવ વિસ્તાર આસપાસ ખનીજ ચોરી અંગે બાતમી મળતા ગઈકાલે તા.20-07-24ના રોજ આકસ્મિત દરોડો પાડવામાં આવતા એક એસ્કેવેટર મશીન (હિટાચી) જેનાં સિરિયલ નંબર N635D00014 ના ચાલાક ગણેશ પારાષનાથ પાશવાન રહે.…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સ ફેકટરીના યુનિટ નંબર -2ની લેબર કોલોનીમાં રહેતી મૂળ ઝારખંડની બાલેમાદેવી જગમોહન બીરશા તિયું ઉ.24નામની પરિણીતા બેભાન થઈ ઢળી પડયા બાદ બેભાન હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલિસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ ચોક નજીકથી સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા રહે. નવાપરા, સંધી સોસાયટી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર : શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત સરધારકા રોડ પર આવેલ પલાંસડી વીડી ખાતે માધવ ગૌ સેવા ગ્રુપ- વાંકાનેર દ્વારા ગત તા. 17 જુલાઈ ને અષાઢ સુદ અગિયારસનાં પવન દિવસ નિમિત્તે 51 ગુણી ખોળ ગૌમતા અને ગૌ વંશોને ખવડાવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. આ તકે માધવ ગૌ સેવા ગ્રુપ વાંકાનેરનાં દરેક મેમ્બર પરિવાર સાથે રહીને પોતાના હાથે ગૌવંશને ખોળ ખવડાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પ્રંસગે મિતુલ પરમાર, સાગર કાગડા, રાહુલ ગુગડિયા, કિશન ગોહેલ, અજય સોની, રાજ સોમાણી, જયદીપ ત્રિવેદી, હિમાંશુ કાગડા, રવી કંસારા, વિમલભાઈ, પ્રશાંત ગૌસ્વામી, રાજ દોશી, રવી દલસાનીયા, ભવન ભટ્ટ, ભાવેશ જોબનપુત્રા, વિપુલ જોબનપુત્રાએ ભારે…
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખાણમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે આકાશી વીજળી તેના ઉપર પડી હતી જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છેમોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી સાંજના સમયે વરસાદી માહોલ હોય છે તેવી જ રીતે આજે સાંજે પણ જુદા જુદા વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો…
મોરબી એલસીબી ટીમે કરેલું સફળ ઓપરેશનવાંકાનેર મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક નજીક આવેલ સ્વપ્નલોક સોસાયટીમાથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કારમાં સાથે એક શખ્સને ઝડપી લઈ રૂપિયા 62,400ના દારૂ તેમજ ઇનોવા કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક પાસે, સ્વપ્નલોક સોસાયટીમાં દરોડો પાડતા ઇનોવા કાર નંબર GJ-03-ER-6826માંથી આરોપી મુળરાજસિંહ નવલસિંહ ઝાલાના કબ્જામાંથી રૂપિયા 62,400ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 156 નંગ બોટલ ઝડપાઇ જતા પોલીસે રૂપિયા 3 લાખની ઇનોવા તેમજ 10 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,72,400નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પૂછતાછમા દારૂના આ ધંધામાં આરોપી…
વાંકાનેરના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયાં…. વાંકાનેર તાલુકા પોલીસે રૂ. 53,850 નાં મુદામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પાંચ પત્તા પ્રેમીઓને રોકડ રકમ રૂ. 53,850 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેરના તિથવા ગામની કાંકરીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપી સરફરાજ શેરસીયા દ્વારા પોતાની વાડીની…
કટલેરીની દુકાનમાં બનેલી ઘટનાવાંકાનેર કટલેરીની દુકાનમાં બનેલી ઘટના વાંકાનેરની ભરબજારમાં ધોળે દહાડે તસ્કર કટલેરીની દુકાનમાંથી દોઢ લાખની મતા ભરેલું પર્સ ચોરી નાસી જતા ચકચાર જાગી છે, જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા વીડિયો વાયરલ થયો છે.વાંકાનેરની મુખ્યબજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ કટલેરીવાળાની દુકાનમાંથી એક અજાણ્યો શખ્સ રૂપિયા દોઢ લાખની માલમતા ભરેલું પર્સ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે, ગઠિયો દુકાનમાંથી પર્સ ચોરી કરીને ભાગતા સીસીટીવીમા કેદ પણ થઈ ગયો છે અને હાલ વીડિયો પણ વાયરલ થયો છે.
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પોલીસ લાઈન ખાતે વિદ્યાર્થી ચિત્ર સ્પર્ધા મા 36 પોલીસ પરિવારના બાળકોએ ભાગ લીધો!!! વાંકાનેર પોલીસ લાઈન ખાતે તાલુકા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ ક્રોચિંગ ક્લાસ અંતર્ગત ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન વિગેરે વિદ્યાર્થી બાળકોના ટેલેન્ટ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નો કાર્યક્રમ વાંકાનેર પોલીસ લાઈન ખાતે ગત તારીખ 15 7 2024 ના રોજ રાખવામાં આવ્યો હતો જેમાં ૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા 36 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત તાલુકા પીએસઆઇ સહિત સમગ્ર પોલીસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામો વિતરણ કરવા આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર પોલીસ…