કવિ: wcity

વર્ષ 2024-25નું બજેટ ભારત સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ 4820512.08 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 1% વધારે છે. જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ માત્ર 3183.24 કરોડ રૂપિયા છે જે કુલ બજેટના અંદાજે 0.0660% છે. વર્ષ 2021-22માં લઘુમતી બાબતોના મંત્રાલયનું બજેટ રૂ. 4810.77 કરોડ હતું, જ્યારે 2022-23 માટે રૂ. 5020.50 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે 2023-24માં તે રૂ. 3097.60 કરોડ હતો.કેન્દ્ર સરકારે મહત્વની યોજનાઓના બજેટમાં ઘટાડો કર્યો છે જે નીચે મુજબ છે: પ્રિ મેટ્રિક સ્ટુડન્ટ સ્કોલરશિપ સ્કીમમાં રૂ. 106.84 કરોડનો ઘટાડો, પોસ્ટ મેટ્રિક સ્કીમમાં રૂ. 80.38 કરોડનો વધારો, મેરિટ…

Read More

વાંકાનેરમાં યુવાને બે લાખની સામે પાંચ લાખ ચૂકવી દીધા !, છતાં પેનલ્ટી સાથે અઢી લાખની ઉઘરાણી: વ્યાજખોરના ત્રાસથી મહિલાને ફિનાઇલ ગટગટાવ્યું વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા યુવાને ધંધાની જરૂરિયાત માટે આઇસર લેવા એક વર્ષ પહેલાં બે લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે અત્યાર સુધીમાં અંદાજે સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેની પાસેથી 45,000 ની પેનલ્ટી તથા બે લાખ રૂપિયા મુદલ આમ કુલ મળીને અઢી લાખ રૂપિયા જેટલી રકમની વારંવાર માંગણી કરવામાં આવે છે અને પૈસાની ઉઘરાણી કરવા માટે વ્યાજખોર તેના ઘરે આવતો હતો જેથી કંટાળીને યુવાનની પત્નીએ ફિનાઇલ…

Read More

મારામારીના બનાવનો ખાર રાખી સાત શખ્સોએ મંડળીના પ્રમુખ પદના દાવેદારની કારને આગ ચાંપી…. વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની જુથ સેવા સહકારી મંડળીની સોમવારે યોજાયેલ ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હોય, જેમાં બંને પક્ષોએ સરખા મત થતાં હોદ્દેદારોની વરણી માટે રાજકીય માહોલ ગરમાયો હતો, જેમાં મારામારીનો બનાવ પણ સામે આવતાં આ બાબતનો ખાર રાખી એક પક્ષના સાત શખ્સોએ મળી સામે પક્ષના પ્રમુખ પદના દાવેદારની કારમાં આગ ચાંપી દેતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ફરિયાદી દેવકુભાઈ જગુભાઈ ધાંધલએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). હિરૂબેન ધીરૂભાઇ રાઠોડ, ૨). રોહીતભાઈ ભગાભાઈ સાંકળીયા, ૩). વનરાજભાઈ…

Read More

16 હજાર લિટર જેટલો બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા રિપોર્ટર શાહરૂખ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી SMC દ્વારા વારંવાર દરોડા કરતા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ છે. ત્યારે વધુ એક વાર ચોટીલા ખાતે ગાંધીનગર વિજિલ્યન્સ દ્વારા શંકાસ્પદ બાયોડિઝલનો મોટી જથ્થો ઝડપી લીધો હતો. જેમાં જાણવા મલ્ટી વિગતો અનુસાર ચોટીલા ખાતે ગાંધીનગર SMCની ટીમ દ્વારા ગઈ કાલે મોડી રાત્રે દરોડો કર્યો હતો જેમાં ૧૬ લીટર જેટલો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો કિંમત રૂપિયા ૨૫ લાખથી વધુનો ઝડપીલેવાયો હતો. આ દરોડામાં બે શખ્સો પણ ઝડપાયા છે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં બાયોડિઝલનું વેચાણ થઈ રહ્યું હોય જેની સામે સ્થાનિક…

Read More

મેસરીયા ગામના બે શખ્સોએ બહારથી માણસો બોલાવી હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ…. વાંકાનેર તાલુકાની મેસરીયા જુથ સેવા સહકારી મંડળીની ભારે વિવાદ અને વિરોધના વંટોળ વચ્ચે ‌ગઇકાલે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હોય, જેમાં ભારે હોબાળો સર્જાયો હતો. ત્યારે કોંગ્રેસ પેનલ તરફથી સક્રિય પ્રમુખ પદના ઉમેદવારના પુત્ર તથા અન્ય એક વ્યક્તિ પર સામાપક્ષે મેસરીયા ગામના જ બે શખ્સોએ બહારથી માણસો બોલાવી આઠ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ધોકા-પાઇપ-છરી વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવ માટે તમામ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ભારે વિવિધ સર્જાયો હોય,…

Read More

વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા (ઉ.વ. 35) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

Read More

ખેડૂતો ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચની કરી જાહેરાત15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ખેડૂતો હવે ત્રણ નવા ફોજદારી કાયદા વિરુદ્ધ દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ટ્રેક્ટર માર્ચની સાથે નવા ફોજદારી કાયદાની…

Read More

બે જૂથ સામસામે આવી જતા બે ઘાયલ, સારવાર માટે રાજકોટ ખસેડાયા મોરબી : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આજે સોમવારે સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીના વેરઝેરમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થઈ હતી સાથે જ એક કાર સળગાવી નાખવામાં આવતા મોરબી ફાયર ટીમ બનાવ સ્થળે રવાના થઈ છે. બીજી તરફ ચૂંટણીના ડખ્ખાની જાણ થતા વાંકાનેર પોલીસ કાફલો મેસરિયા ગામે રવાના થયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આજે સોમવારે સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીના મનદુઃખમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થતા બે વ્યક્તિઓને ઇજાઓ પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતો.…

Read More

વાંકાનેર તાલુકમાંથી સગીરાનું તા 28 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેથી કરીને અપહરણ તથા પોક્સોના ગુનામાં આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી અને ભોગ બનનાર સગીરા અમરેલીમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે સગીરાના અપહરણ અને પોકસોના ગુનામાં આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (18) રહે. શેખરડી તાલુકો વાંકાનેર વાળાની અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

Read More

વાંકાનેર તાલુકમાંથી સગીરાનું તા 28 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેથી કરીને અપહરણ તથા પોક્સોના ગુનામાં આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી અને ભોગ બનનાર સગીરા અમરેલીમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે સગીરાના અપહરણ અને પોકસોના ગુનામાં આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (18) રહે. શેખરડી તાલુકો વાંકાનેર વાળાની અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

Read More