વાંકાનેર ખાતે પહોંચી મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ…. પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીરઝાદા પરિવારને સાંત્વના આપી…. વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીરઝાદા પરિવારને સાંત્વના આપી હતી… આ તકે પીરઝાદા પરિવાર વતી પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, ઇરફાન પીરઝાદા, શાઇરએહમદ પીરઝાદા, શકીલ પીરઝાદા સહિતના દ્વારા સાંત્વના બદલ…
કવિ: wcity
હળવદ માળીયા બાયપાસ રોડ પાસે આવેલ નર્મદા કેનાલ માંથી ત્રણ દિવસની શોધખોળ બાદ વાંકાનેર ના યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હળવદ ની બાજુમાં આવેલ મોરબી માળિયા ચોકડી પાસે નર્મદા કેનાલમાં ત્રણ દિવસ પહેલા યુવાન નાહવા ગયો ત્યારે ડૂબી ગયો હતો જે ઘટનાને પગલે હળવદ નગરપાલિકા ની ફાયર ની ટીમ સ્થાનિક તરવૈયાઓ અને મોરબી ફાયર ની ટીમ ત્રણ દિવસથી નર્મદા કેનાલમાં યુવાનની શોધખોળ કરી રહી હતી ત્યારે ત્રણ દિવસની મહેનત બાદ આજે વાંકાનેર ના સંદીપ ભાઈ કીર્તિભાઈ વ્યાસ નો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર જનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. યુવાનના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે…
વાંકાનેર : જડેશ્વર ચેમ્બરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી, રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ ઝડપાયાં…. વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર-૨ ચેમ્બર ખાતે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર ચેમ્બર-૨માં આવેલ ન્યુ અક્ષર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સુભાષભાઈ ગોવિંદભાઈ લોખિલ, મીહીરભાઈ…
વાંકાનેરના યુવાનને હથિયાર સાથેનો ઇન્સ્ટગ્રામમાં ફોટો મુક્તા બે શખ્સોની ધરપકડ વાંકાનેરમાં આવેલ ભરવાડપરામાં રહેતા યુવાન પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ તેણે બારબોરના હથિયાર સાથેનો ફોટો પાડીને તેના ઇન્સ્ટગ્રામ ના આઈડી ઉપર તે ફોટો મૂક્યો હતો જે એસોજીની ટીમના ધ્યાન ઉપર આવતા પોલીસે ફોટો મુકનાર તથા ફોટો પાડવા માટે લાયસન્સ વાળું હથિયાર આપનારા બંને શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરેલ છેવર્તમાન સમયમાં ઘણી વખત ઇન્સ્ટગ્રામ અને સોશિયલમીડિયામાં ફોટો વિડીયો અપલોડ કરવા માટે થઈને ગુનાહિતકૃત્યો થઈ જતા…
વાંકાનેરના ધમલપર સ્ટેશન રોડેથી ૧૮ બોટલ દારૂ સાથે એકની ધરપકડ વાંકાનેર નજીક આવેલ ધમલપર સ્ટેશન રોડ ઉપરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી ૧૮ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૭૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર નજીક આવેલ ધમલપર સ્ટેશન રોડ ઉપરથી પસાર થયેલા એક શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ૧૮ બોટલો મળી આવી હતી…
વાંકાનેરમાં મોમીન શેરી ના 4 વર્ષના સૈફ ફઈમ હુસેન પરાસરા એ જીવન નું પહેલુ રોજુ રાખી દુઆઓ કરી વાંકાનેર શહેર માં નાના રોજદારે જીવન નુ પહેલુ રોજુ રાખ્યું હતુ જે પરાસરા પરિવારના સૈફ ફઈમ હુસેન પરાસરા એ આટલી કાળજાળ ગરમીમાં રોજુ રાખી ઈબાદત કરી હતી અને દેશ દુનિયા માટે અમન શાંતી માટે દુઆઓ કરી હતી અને આ રોજદારને ઘરના તમામ વ્યકિતઓ એ ફુલહાર પહેરાવી હોસલા અફજાયી કરવામાં આવી હતી અને પરિવાર સાથે રોજુ ખોલી દુઆઓ કરવામાં આવી હતી.
વાંકાનેરના અરણીટીંબા ગામના યુવાનને SBI ના પટાવાળાએ ૧ લાખ વ્યાજે આપીને ૨૯.૪૯ લાખ પડાવ્યા ! વાંકાનેર તાલુકાનાં અરણીટીંબા ગામે રહેતા યુવાને ગામમાં આવેલ એસબીઆઇ બેંકમાં આઉટ શોર્સના પટાવાળા તરીકે કામ કરતાં શખ્સની પાસેથી વ્યાજે સમયાંતરે એક લાખ રૂપિયા લીધા હતા જેની સામે તે યુવાનની જમીન આરોપીએ તેના જ સગાને વેચાવીને તેનાથી આવેલ ૭૯ લાખમાંથી માત્ર ૩૪ લાખ રૂપિયા આપીને બાકીની રકમ વ્યાજ સહિતના અન્ય ખર્ચા બતાવીને પડાવી લીધેલ છે અને તેના કાકાને ગાળો આપીને મારી નાખવાની ધમકી વ્યાજખોર પિતા-પુત્રએ આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને…
વાંકાનેરના અરણીટીંબા ગામે વ્યાજ સહિતની રકમ ચૂકતે કરી દીધી તો પણ વધુ રૂપિયા પડાવવા હવામાં ફાયરિંગ: દંપતીને મારી નાખવાની ધમકી વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા યુવાને એક વર્ષપહેલાં પાંચ ટકાના વ્યાજે ૨૦,૦૦૦ રૂપિયા લીધા હતા જેનીસામે તેણે એક મહિના પહેલા આરોપીને ૩૬,૦૦૦ રૂપિયા ચૂકવીદીધા હતા તેમ છતાં તેની પાસેથી બળજબરી પૂર્વક વ્યાજના વધુ૩૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરવા માટે યુવાનના ઘરે જઈને તેનેઅને તેની પત્નીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાનીધમકી આપી હતી તેમજ આરોપીએ તેના પિતાએ આપેલરિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરી ફરિયાદી તથા તેના પતિનેડરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીનેભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં બે શખ્સોની સામે ફરિયાદનોંધાવવામાં…
વાંકાનેર માં રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ ભાઈ રૂપાલા ની પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સરપંચ સહિત કોંગ્રેસના 150 થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા વાંકાનેર: લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત ભાજપના ઉમેદવારો જાહેર થતા ની સાથે જ પોતપોતાના મત વિસ્તારમાં જન સંપર્ક શરૂ કરી દીધો છે ત્યારે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા ને વાંકાનેર ખાતે રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાની મોટી વાડી માં વિશાળ જનમેદની સાથે ભાજપના કાર્યકરો હોદ્દેદારો નો રાજકોટ સીટના સાંસદ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ના સાહિ ઠાઠ માઠ થી ભાવભર્યું સ્વાગત કરી આવકાર્યા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે રાજકોટ સીટ ના વાંકાનેર પંથક મતવિસ્તારના મહિકા ઢુવા રાતીદેવડી…
ગુજરાત યુનિવર્સિટી હિંસા/ પોલીસની મોટી કાર્યવાહી હુમલો કરનાર 2ની ધરપકડ, 25 સામે FIR ગુજરાત યુનિવર્સિટીમાં ગઈ કાલે રાત્રે બનેલ હિંસાની ઘટના અંગે આજે પોલીસ કડક કાર્યવાહી કરી છે. હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી હિંસા/ પોલીસની મોટી કાર્યવાહી હુમલો કરનાર 2ની ધરપકડ, 25 સામે FIRગુજરાત યુનિવર્સિટીમાં ગઈ કાલે રાત્રે બનેલ હિંસાની ઘટના અંગે આજે પોલીસ કડક કાર્યવાહી કરી છે. હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી…