મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યું હતું જેને લઈને આખા રાજ્યમાં ઓહાપોહ મચી ગયો હતો અને ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વઘાસિયાના સરપંચ અને તેના ભાઈ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ કેસને ધ્યાને રાખીને મોરબીના ડીડીઓ દ્વારા વઘાસિયાના સરપંચને તેના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા…
કવિ: wcity
વાંકાનેર ખાતે 4/08/2024 ને રવિવારના દિવસે ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનમાં આયોજીત કાર્યક્રમમાં સ્વાગત માટે ગાંગિયાવદર પ્રા.શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વાગત ગીત અને પિરામિડ રજૂ કરેલ. સાળંગપુર ધામ આર્યન ભગત તથા કાળાસર ઠાકરધણીની જગ્યાનાં મહંત પ. પું. વાલજી ભગત તથા પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા તથા વાંકાનેર રેન્જ ફોરેસ્ટનાં આરએફઓ શ્રી જે. જી. મેણીયા સાહેબ તથા વાંકાનેરનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોળી સમાજના સામાજીક અને રાજકિય આગેવાનો તથા વાલીઓ તથા સરકારી કર્મચારીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સિલ્ડ, પ્રમાણપત્ર, શૈક્ષણિક કીટ આપવામાં આવેલ.આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે મહંત પ. પું. વાલજી ભગતશ્રીએ ઉદ્બબોધન આપેલ. તેમજ…
હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર PSI અને PIની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહી. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ…
: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIRના ઉપયોગથી સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા 1,76,649ની કિંમતના ખોવાયેલા કુલ 7 ફોન શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા છે. જેમાં વાંકાનેરના એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એલ.એ.ભરગા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR એપ્લિકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલા મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને એપ્લિકેશનનું રોજે રોજનું અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા કુલ 7 મોબાઈલ ફોન કી. 1,76,649ના શોધી કાઢી અરજદારોને પરત સોંપી તેરા તુજે અર્પણ તથા પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કર્યું છે.
રાજકોટ વિભાગ ના વાંકાનેર એસ. ટી. ડેપો માં રાજ્યસભા ના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલા સાહેબ ની રજૂઆત હોય જેઓ દ્વારા રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપો માં વાંકાનેર ની જનતા માટે વાંકાનેર થી દ્વારકા બસ સેવા ચાલુ કરવા માટે યોગ્ય રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈ ને રાજકોટ વિભાગીય નિયામક સાહેબ કલોતરા સાહેબ તેમજ વિભાગીય પરિવહન અધિકારી ડાંગર સાહેબ ની સૂચના મુજબ રાજકોટ વિભાગ ના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા સાહેબ દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે શેડ્યૂલ બનાવી આજ રોજ કેરાળા રાણીમા રૂડીમાં મંદિર મહંત શ્રી મુકેશ ભગત દ્વારા બસ ને લીલી જંડી આપી ડ્રાઈવર શ્રી જે. કે. જાડેજા તેમજ કંડક્ટર શ્રી જગદીશભાઈ ભરવાડ…
રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના…
રેતી ચોરી કરતા ડમ્પરને જમા કરાવવા જતાં સમય રસ્તામાં જ ડમ્પર ચાલક નાસી છુટ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ…. વાંકાનેર વિસ્તારમાં ગઇકાલે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દરમ્યાન મેસરીયા નજીકથી ત્રણ ડમ્પરને સાદી રેતીની રોયલ્ટી વગર હેરાફેરી કરતા ઝડપી લીધા હોય, જે બનાવમાં ઝડપાયેલ ડમ્પરને વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા જતાં સમયે ડમ્પરમાં સાથે બેઠેલા ખાણ ખનીજ વિભાગના સિક્યોરિટી ગાર્ડની જીંદગી જોખમમાં મૂકી ખનીજ ચોર ડમ્પર ચાલક હાઇવે પર ચાલું ડમ્પરે ઉતરી નાસી જતાં આ મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઈકાલે વહેલી સવારે વાંકાનેરના મેસરીયા નજીકથી સાદી રેતીની રોયલ્ટી વગર…
નરેશ અને જયેશના યુદ્ધમાં કોનો થશે વિજય? રાદડિયાનો આ ઈશારો આપે છે નવાજૂનીના એંધાણ જયેશ રાદડિયાએ જામનગર બાદ હવે સુરતમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિતે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નરેશ પટેલને પડકાર ફેંક્યો છે. સમય આવ્યે જવાબ આપવાની તૈયારી બતાવતા કહ્યું કે, આ એ જ સમાજ છે એજ લોકો છે જે રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે. ગુજરાતમાં હવે બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે બરાબરની જંગ જામી હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ…
રેકી/પાયલોટીંગ કરતી બ્રેઝા કાર તથા પોલીસ મની ગાડીને ટક્કર મારી ભાગવા જતી દેશી દારૂ ભરેલ એક્સેન્ટ સાથે ત્રણ ઝડપાયાં…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ/રેકી કરતી એક બ્રેઝા કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી પાછળ દેશી દારૂ ભરી આવતી હ્યુન્ડાઈ એક્સેન્ટ કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર ફુલ સ્પીડમાં ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી જોધપર ગામમાંથી પોલીસે કારને રોકાવી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય…
વાંકાનેર બાઉન્ટ્રી નજીક આઇસર ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી 2.72 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો….. મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂ-બિયર સહિત કુલ રૂ. 12.77 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો…. મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી પસાર થતા એક આઇસર ટ્રકને રોકી તલાસી લેતા ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેથી આ બનાવમાં પોલીસે 2.72 લાખની કિંમતના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે આઇસર ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ટ્રી નજીક વોચ ગોઠવી અહીંથી પસાર થતાં…