વાંકાનેર શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર સકુનિઓ 10.900 રોકડા રૂપિયા સાથે પકડાયા વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પો.કોન્સ ધર્મરાજભાઈ કિડીયા ને મળેલી સચોટ બાદ મીના આધારે શક્તિ પરા રેલવે સ્ટેશન પાસે રેડ કરતા ત્યાં જાહેરમાં જુગાર રમતા (૧) જીતેન્દ્ર જમલભાઈ ભુભરીયા(૨) રમજાન ભાઈ ઇબ્રાહમભાઈ ચાવડા(૩) વાઘજીભાઈ લાખાભાઈ મકવાણા(૪) લક્ષ્મણભાઈ દાનાભાઈ નાગવાડીયા તમામ રહે શક્તિ પરા વાંકાનેર સહિતને પકડીને કુલ રોકડા રૂપિયા 10900 મુદ્દામાલ કબજે કરી જુગાર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી કરનાર પી.આઈ એચ વી ધેલા તથા વિરેન્દ્રસિંહ ઝાલા હલદિપસિંહ ઝાલા તથા જનકભાઈ ચાવડા તાજુદ્દીન શેરસિયા ધર્મરાજ ભાઈ ગઢવી ભરતભાઈ દલસાણી અજયભાઈ…
કવિ: wcity
વાંકાનેર ના રાજાવડલાથી અરમસર તરફ જવાના રસ્તે રેલવેના નાલા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી (૧)સુરેશભાઈ શીવાભાઈ અબાસણીયા (૨)મનસુખભાઈ શીવાભાઈ અબાસણીયા (૩)કાળુભાઈ છગનભાઈ માણસુરીયા (૪) કેશુભાઈ છગનભાઈ દેત્રોજા અને (૫) જેન્તીભાઈ થોભણભાઈ બાબરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 10,750 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરનિ સાનિધ્યમાં આજથી સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનો પ્રારંભ થયો હોય, ત્યારે આજે રાત્રીના મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં વડસરના ડુંગરાળ વળાંક પાસે દિપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો હોય ત્યારે, સાંજના ૮:૩૦ વાગ્યાની આસપાસ મેળાની મોજ માણી પરત ફરતા એક ડબલ સવારી બાઇક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક જ એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારા…
વાંકાનેર તાલુકાના વિસ્તારની અલગ અલગ સિરામિક કંપનીઓમાંથી કોપર વાયર અને થર્મોકપલમાંથી નીકળતા પ્લેટિનિયમ તારની ચોરી કરનાર ત્રણ શખ્સો અને માલ ખરીદનાર ભંગારના ડેલાવાળા શખ્સ સહિત કુલ ચાર આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. વાંકાનેર તાલુકામા આવેલ અલગ અલગ કારખાનામાં જેમકે ઈટાલીનો ટાઈલ્સ એલએલપી, ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો તથા સોલીજો વિટ્રીફાઈડ કંપનીમાં થયેલી કોપર વાયર તથા થર્મોકપલની ચોરીના બનાવનો વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખી આરોપી દિવ્યેશ ઝાલા (ઉં.વ. 26), મીત પરમાર (ઉં.વ. 19), મંતવ્ય મોરી (ઉં.વ. 22) તથા ભંગારના ડેલાવાળા બીબાલ રફીકભાઈ કચ્છી (ઉં.વ. 28)ને ઝડપી પાડવામાં આવ્યા છે. વધુમાં કિંમતી પ્લેટીનીયમ ધાતુના તાર અને કોપર વાયરની…
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિરપુર ગામે જાહેરમાં જુગારમાં અલગ અલગ બે રેડ કરીને 11 પત્તા પ્રેમી પકડાયા વાંકાનેર તાલુકાના વીરપર ગામે લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા(૧) બુટાભાઈ મેરાભાઇ દેકાવાડીયા(૨) ધનજીભાઈ વાલજીભાઈ દેકાવાડીયા(૩) વનરાજભાઈ માધાભાઈ દેકાવાડીયા(૪) હિતેશભાઈ કરસનભાઈ ડાંગરોચા(૫) સુનિલભાઈ ભગાભાઈ ડાંગરોચા (૬) સાગરભાઇ રમેશભાઈ ડાંગરોચા તમામ રહે વીરપુર તાલુકો વાંકાનેર સહિતને રોકડા રૂપિયા 12600 પકડીને જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વાંકાનેર ના વીરપુર ગામે દૂધની ડેરી ની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પકડાયા વાંકાનેર તાલુકાના વીરપર ગામે દૂધ ડેરીની પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા (૧) અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા (૨) બાબો બેચરભાઈ…
વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કોઠી થી હોલમઢ રોડ ઉપર સ્ટીક લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કોઠી થી હોલમઢ રોડ ઉપર સ્ટીક લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) ચંદુભાઈ કાળુભાઈ દેત્રોજા(૨) દામજીભાઈ ઘોઘા ભાઈ ધોળકિયા(૩) મહેશભાઈ દેવાભાઈ ઉર્ફે દેવરાજ ભાઈ રોજાસરા (૪) દિનેશભાઈ મગનભાઈ ચારલા સહિત ને પકડી પાડી કુલ રોકડા રૂપિયા 6500, કબજે કરી જુગાર ધારા 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. ઓવૈસીએ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. એટલું જ નહીં, યુપીની સહારનપુર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે પણ તેના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે. બંધારણ વિરુદ્ધ છે. ઈમરાન મસૂદે કહ્યું કે સરકાર દલીલ કરી રહી છે કે વક્ફ બોર્ડ એક સંસ્થા છે અને તે કોઈ ધાર્મિક સ્થળ…
મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.19એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમા આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામની સીરામીક ફેક્ટરીમાંથી ગત તા.3ના રોજ કોઈ અજાણ્યો ચોર ઇસમ રૂપિયા 3.60 લાખની કિંમતનો 600 કિલોગ્રામ કોપરના વાયરની ચોરી કરી જતા ફેકટરીના સંચાલક પાર્થ અનિલભાઈ લોરીયા રહે.કેનાલ રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં બંધ પડેલી કિલનમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 93,500ની કિંમતના પ્લેટીનયમના તારની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર ના લાકડધાર ગામની સીમમાં આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો સિરામિક ફેક્ટરીમા મેઇન્ટનન્સની કામગીરીને કારણે બંધ કરવામાં આવેલ કિલનમાંથી કોઈ અજાણ્યો તસ્કર 17 થર્મોકપલમાંથી પ્લેટીનીયમના તાર ચોરી કરી જતા કારખાનાના ભાગીદાર રાજુભાઇ હીરાભાઈ માલકીયા રહે.લાકડધાર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે