શાહરુખ ચૌહાણ દ્વારા ગાડા માર્ગ ઉપરથી ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહેલા યુવાનની ગાડી કોઝવેમાં તણાઈ વાંકાનેરના મહિકા ગામ થી જામનગર સસરાના ઘરે જતા યુવાનની ગાડી પાણીમાં તણાઈ, યુવાનનો આબાદ બચાવ પ્રકાશ નથુભાઈ ચાવડા (30) નામનો યુવાન ઈનોવા ગાડી લઈને જામનગર તરફ જતો હતો ત્યારે બની ઘટના
કવિ: wcity
આકસ્મિક પરિસ્થિતિમાં કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા જે જેથી કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં (૧) 2822 243435 અને (૨) 2822 423300 નો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1077 નો પણ સંપર્ક કરી શકાય છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય કે, કોઈ દુર્ઘટના બનવા પામે તો આ નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સુરત શહેર જિલ્લામાં હીરાની ચમક એ વિશ્વમાં સારી ખૂબસૂરતી પ્રાપ્ત કર્યું હોય તેવા સમયે બદ બાદ સુરતી સમા શહેરના મુખ્ય માર્ગો પર ખાડા શાસન પક્ષ ભાજપ કાર્ડના મહાનગરપાલિકા વહીવટથી મતદાર પ્રજા પરેશાન હોય વરસાદની ઋતુમાં પાણીથી ભરાતા ખાડા વાહન ચાલકો અને રાહદારી માટે ઘટના દુર્ઘટના અકસ્માત જનક બન્યા છે જેના પરિણામે વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ મતદાર પ્રજાની સમસ્યાને હલ કરવામાં નિષ્ક્રિય નિષ્ફળ રહ્યા હોય તેના પરિણામે વિરોધ પક્ષ કોંગ્રેસે ખાડા મહોત્સવ કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસે મતદાર પ્રજાની સમસ્યાને હલ કરવા માંગણી કરવી આ કાર્યક્રમમાં સુરત શહેર યુવા કોંગ્રેસ શહેરના 159 સુરત પૂર્વ વિધાનસભાના પ્રમુખ મોઈન મેમણ અને…
વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી પયગંબર સાહેબ સામે ટિપ્પણી કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી…. મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે…. બાબતે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા. ૧૮ ના રોજ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર, વન્જાર ગામ, ઔરંગાબાદ) દ્વારા તેની મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામે એક…
દાણા પીઠ ચોકથી રાજકોટ તરફનો માર્ગ ખખડધજ વાંકાનેર સીટી ન્યુઝ ના ખાસ સમાચાર વાંકાનેર : વાંકાનેર શહેર વિસ્તાર માં દાણાપીઠ ચોકથી રાજકોટ તરફ જવાનો મેન રોડ અતિશય બિસ્માર હાલતમાં છે. કહેવાતા આ ડામર રોડ ઉપરથી ડામર જ ખોવાઈ ગયો હોય આ રસ્તો ઘણા સમયથી ખખડધજ હાલતમાં મુકાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાંકાનેર શહેરમાં દાણા પીઠ ચોકથી રાજકોટતરફનો મેન રસ્તો આ ટુંકો માર્ગ એટલી હદે ખરાબ છે કે દીવો લઈને શોધો તો પણ રસ્તામાં ક્યાંય ડામર શોધ્યો જડે એમ નથી. જ્યારે હોસ્પિટલની ઇમરજન્સીના સમયે લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે.અને સ્કૂલ કોલેજ હોવાથીપણ વિદ્યાર્થીઓ આવા…
વાંકાનેરના મોટા ભોજપરા ગામે ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પતા પ્રેમી રોકડા રૂપિયા 11700 સાથે ઝડપાયા વાંકાનેર સીટી પોલીસ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ ધર્મરાજભાઈ કીડીયા તથા દર્શિત ભાઈ વ્યાસ ને મળેલી સચોટ બાતમીના આધારે ભોજપરા ગામે ચોકમાં રેડ કરતા ત્યાંથી જુગાર રમતા (૧) ઉમેશભાઇ રમેશભાઇ ચૌહાણ ઉવ.૨૫ રહે.મોટા ભોજપરા તા.વાંકાનેર(૨) ધરમશીભાઇ છનાભાઇ વિંજવાડીયા ઉવ.૩૬ રહે. મોટા ભોજપરા તા.વાંકાનેર(૩) રજનીકભાઈ રાજેશભાઇ વિંજવાડીયા ઉવ.૨૧ રહે. મોટા ભોજપરા તા.વાંકાનેર સહિતને રોકડા રૂપિયા11700 સાથે પકડીને જુગાર ધરા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી કરનારપો.હેડ.કોન્સ.મુકેશભાઈ ચાવડા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ તાહજુદ્દીનભાઈ શેરસીયા તથા ધર્મરાજભાઈ ગઢવી તથા દર્ષીતભાઇ વ્યાસ…
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નુરાની કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે પર ડિવાઇડરે રોડ ક્રોસ કરવા જતાં એક સાયકલ ચાલકને પુર ઝડપે આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના તોતિંગ વ્હીલ નીચ ચગદાઈ જવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર આવેલ નુરાની કોમ્પલેક્ષ સામે સાઇકલ પર રોડ ક્રોસ કરવા જતાં એક યુવાનને વાંકાનેર તરફથી પુરઝડપે આવતા ટ્રક ટ્રેઇલર નં. RJ 04 GC 3272 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકબરભાઈ સલેમાનભાઈ રતનીયા (ઉ.વ. ૨૫, રહે. કેરાળા, તા. વાંકાનેર)…
વાંકાનેર શહેર ખાતે આજરોજ તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં 1000 ફુટના વિશાળ તિરંગા સાથે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જેને વાંકાનેર શહેરના નાગરિકો દ્વારા ઠેરઠેર પુષ્પોથી વધાવવામાં આવી હતી…. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા યોજાયેલા આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન ટાઉનહોલ ખાતેથી કરાયા બાદ શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરી હતી, જેમાં વાંકાનેર શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો જોડાયા હતા. આ તિરંગા યાત્રા 1000 ફુટના વિશાળ તિરંગા સાથે શહેરના માર્ગો પર ફરી હોય, જે…
ટંકારાના તાલુકાના ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો. જેને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને મેગ્ઝન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હથિયાર કબજે કર્યું હતું અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં પેટ્રોલિં દરમિયાન ત્યારે ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલની પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તે શખ્સ…