કવિ: wcity

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ઢોર ચરાવા બાબતે માલધારી ઉપર પાંચ શખ્સોના હુમલા અંગે ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે પણ ચાર શખ્સો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોતે ખેડવા રાખેલ ખેતરે માલધારી પોતાના માલ-ઢોર લઈને આવતા તેને સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઈને માલધારી સહિતના ચાર શખ્સોએ હુમલો કર્યાનું જાહેર કરાયું છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અને ખેતી કરતા ચોથાભાઇ બેચરભાઇ શાપરાએ આરોપી કરમણ ખીમા ભરવાડ, દાના ખીમા ભરવાડ, રામા સીંધા ભરવાડ અને વેલા ગોકળ ભરવાડરહે. બધા ગુંદાખડા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ફરિયાદી ચોથાભાઈની સાથે રહેલ પોપટભાઈ કે જેઓએ ચારવા રાખેલ…

Read More

વાંકાનેરનાં ચકચારી ખૂન કેસમાં સ્પે. પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયાની નિમણૂંક વાંકાનેરમાં રહેતા અમિત ઉર્ફે લાલાની જાહેર રોડ પર હત્યા થઈ હતી. જે અંગે તેના ભાઈ હિમાંશુભાઈ ઉર્ફે કાનો અશ્વિનભાઈ કોટેચાએ એવી ફરીયાદ નોંધાવી હતી કે તેના ભાઈ અમિત ઉર્ફે લાલાભાઈએ તેને વાત કરેલી હતી. બે થી ત્રણ દિવસ પહેલા સરફરાજ અને ઈમરાન અવારનવાર સુરેશના ઘરે આવી ગાળાગાળી કરતા હોય જેથી તેઓએ ગાળાગાળી કરવાની ના પાડતા આ વાત તેઓને ગમી નહીં અને મારી સાથે પણ માથાકુટ કરશે અને તું પણ ધ્યાન રાખજે આવી વાત કરેલી હતી. ત્યારબાદ તા.૧૦ના રોજ ફરીયાદી હિમાંશુભાઈ તેના ઘરેથી નીકળી ફાકી ખાવા જતા હતા ત્યારે તેનો…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં ઢોર ચરાવવા પ્રશ્ને પાંચ શખ્સોએ હુમલો કરી બે વ્યક્તિઓને ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા કરમણભાઈ ખીમાભાઈ બાંભવા પોતાના માલઢોર ને લઈ સીમમાં ચરિયાણ માટે ગયા હતા ત્યારે આરોપી (૧)પોપટભાઇ કરમશીભાઇ સાપરા (૨) ભકાભાઇ પોપટભાઇ (૩) વીહાભાઇ માધાભાઇ સાપારા(૪) રવજીભાઇ પોપટભાઇ સાપારા(૫) દર્શનભાઇ ચોથાભાઇ સાપરા રહે. બધા ગુંદાખડા વાળાઓને સારું નહિ લાગતા બોલાચાલી કરી ફરિયાદી કરમણભાઈ તથા સાહેદ રણછોડભાઈને માર મારી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Read More

ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવ બન્યાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં સત્તા કોણ સંભાળશે તે નક્કી થઈ ગયું છે. રાજ્યની રાજધાની ભોપાલમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. મોહન યાદવ વિધાયક દળના નેતા હશે તે નક્કી હતું. મધ્યપ્રદેશમાં સત્તા કોણ સંભાળશે તે નક્કી થઈ ગયું છે. રાજ્યની રાજધાની ભોપાલમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. મોહન યાદવ વિધાયક દળના નેતા હશે તે નક્કી હતું. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ સધાઈ છે. આ મહત્વના નિર્ણય પહેલા ભાજપ હાઈકમાન્ડે આજે નિરીક્ષકોની ટીમ ભોપાલ મોકલી…

Read More

ઈતિહાસ બની ગઈ કલમ 370… 4 વર્ષ, 4 મહિના અને 6 દિવસ પછી મોદી સરકારના નિર્ણય પર ‘સુપ્રિમ’ ની મહોર સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 ની અસર નાબૂદ કરી, અને રાજ્યને બે ભાગો, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા મોદી સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. 5 ઓગસ્ટ, 2019ના રોજ, મોદી…

Read More

મોરબીના થોરાળા ગામે કોઈ કારણોસર યુવાનનું મોત, ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો મોરબી તાલુકાના થોરાળા ગામે સીમ વિસ્તારમાં આવેલ ફેબ્રિકેશનના કારખાનામાં મજૂરી કામ કરતો અને મૂળ બિહારનો યુવાન તેના લેબર કવાટરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો તેને પગલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા હાલ મૃતકના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.આ બાબતે વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ નીતિન પાર્ક વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના થોરાળા ગામ પાસે આવેલ દેવકુંવર ફેબ નામના કારખાનામાં વેપાર કરતાં ચિરાગભાઈ પ્રવીણભાઈ દેત્રોજા જાતે પટેલ નામના ૨૭ વર્ષના યુવાને…

Read More

પ્રદેશ કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો થઇ રહ્યા છે… લોકસભાની ચૂંટણી પહેલા 10 જિલ્લાના પ્રમુખો બદલાયા છે… રાજકોટ જિલ્લામાં લલિત વસોયા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે… જૂનાગઢના જિલ્લાના કોગ્રેસના પ્રમુખ ભરત અમીપરા બન્યા છે…. અમરેલીના જિલ્લા પ્રતાપ દુધાત પ્રમુખ બન્યા છે…. અમદાવાદના જિલ્લા કોગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ બન્યા છે…. પંચમહાલના જિલ્લા કોગ્રેસ પ્રમુખ બન્યા ચેતનસિંહ પરમાર બન્યા છે… ખેડાના જિલ્લા કોગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી બન્યા છે… આણંદના જિલ્લા કોગ્રેસ પ્રમુખ વિનુભાઈ સોલંકીને બનાવાયા છે… વડોદરાના જિલ્લા કોગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયાર બન્યા છે… નર્મદા જિલ્લાના પ્રમુખ પ્રફુલ પટેલ બન્યા છે…. જ્યારે ડાંગના જિલ્લા કોગ્રેસ પ્રમુખ મુકેશ પટેલ બન્યા છે….

Read More

વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે જિલ્લા કલેકટર સાહેબની અધ્યક્ષતામાં રાત્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા કલેકટર પંડ્યા સાહેબ, ડેપ્યુટી કલેક્ટર શેરસયા સાહેબ, મામલતદાર કાનાણી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર તથા તાલુકાનાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમસ્ત ઠીકરિયાળા ગામ લોકોએ ખુબ સરસ રીતે રાત્રી બેઠકને આવકારી હતી.આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનઓની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે અને I – ખેડૂત પોર્ટલ દ્વારા તાર ફેન્સિંગ યોજના આગામી 10 /12/2023 થી મોરબી જિલ્લામાં ઓનલાઇન અરજી ભરવા માટે શરૂ થતી હોય તેના વિશે લોકોને માહિતગાર કર્યા હતા. ગામના સરપંચ…

Read More

વાંકાનેર નજીક લિંબાળા ગામ પાસે પમ્પિંગ સ્ટેશનમાંથી ૪.૮૦ લાખના ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી વાંકાનેર નજીક લિંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હેડ વર્ક ખાતે ચાલુ ટ્રાન્સફોર્મરમાંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મરમાંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪.૮૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અમદાવાદના વટવા ગામે ધર્મભૂમિ સોસાયટી ખાતે રહેતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર…

Read More

વાંકાનેરના કાસીપર તથા ચાંચડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો વાંકાનેર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કાસીપર/ચાંચડીયા ગામ ખાતે પહોંચ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, સદસ્ય લક્ષ્મણભાઈ ધોરીયા, તાલુકા પંચાયત પ્રમુખના પતિ હરૂભા, આગેવાન દામજીભાઇ ધોરીયા અને ગામ લોકોએ આ રથને આવકારી અનેરૂ સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Read More