વાંકાનેરના જીનપરા વિસ્તારમાં ‘ તું બરાબર સફાઇ નથી કરતી ‘ કહી સફાઇ કર્મચારીને લાકડી ફટકારી…. વાંકાનેર નગરપાલિકામાં હંગામી સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતી એક મહિલાને શહેરના જીનપરામાં સફાઈ કરતી વેળાએ એક શખ્સએ ‘ તું બરાબર સફાઇ નથી કરતી ‘ તેમ કહી મહિલા સાથે ઝપાઝપી કરી, ગાળો આપી લાકડી વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં મેહુલ ટેલિકોમ સામેની શેરીમાં વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કામદાર શારદાબેન ચેતનભાઈ ચૌહાણ પોતાનું કામ કરતા હોય, ત્યારે અહીં આરોપી સવજીભાઈ…
કવિ: wcity
વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર ગોલ્ડન પોઈન્ટની બાજુમાં રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કાપડિયા જાતે પ્રજાપતિ (૩૮) નામના યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ ડીએ ૧૦૬૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર જુનું બાંધકામ પાડતી વેળાએ દિવાલ ધસી પડતાં નીચે દટાઈ જવાથી યુવાનનું મોત…. વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં જુના બાંધકામની દીવાલ તોડતી વેળાએ અચાનક દીવાલ ધસી પડતા દીવાલ નીચે દબાઇ જવાથી શ્રમિક યુવકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ નિધિ માઇક્રોન સિરામિક નામની ફેક્ટરીમાં જૂનું બાંધકામ તોડતી વેળાએ શ્રમિક યુવાન ચંદન બજરંગી કશ્યપ (ઉ.વ. ૨૧, રહે. મુળ ઉતરપ્રદેશ) ઉપર અચાનક દીવાલ ધસી પડતા યુવાનને માથામાં ઇજાઓ પહોંચતા તેનું મોત…
વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગનો દરોડો…. એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે સહિત આશરે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની સંડોવણી ખુલી…. વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ ચોરી પર ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડી સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન, ફાયર ક્લે સહિતનો મુદામાલ જપ્ત કરી તપાસ કરતાં આ ખનીજચોરીમાં બે શખ્સોની સંડોવણી ખુલી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ ચોરી પર દરોડો પાડી એક જેસીબી કંપનીના…
વાંકાનેર શહેર નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના ; કાર ચાલકે ડબલ સવારી પિતા-પુત્રના બાઇકને હડફેટે લેતાં પુત્રનું મોત…. અલ્ટો કાર ચાલકે પ્લેઝર બાઇકને હડફેટે લેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ…. વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર નવાપરામાં વાસુકી દાદા મંદિર સામે મિલપ્લોટ તરફ જવાના રસ્તે યુ ટર્ન લેતા એક પિતા-પુત્ર ના પ્લેઝર બાઇકને અહીંથી પસાર થતાં અલ્ટો કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 વર્ષીય યુવાન પુત્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી આ હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત પિતાએ અકસ્માત સર્જી નાસી જનાર કાર…
લ્યો ! ખેડામાં હરતું ફરતું જુગારધામ, ચાલતી ટ્રકમાં જુગાર રમતા 42 જુગારી ઝડપાયા જુગારની લત ધરાવતા લોકો જુગાર રમવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ખેડામાં રનિંગ ગેમ્બલિંગ ટેકનીકથી ચાલુ આઈસર ટ્રકમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. આ કેસમાં 42 જુગારીઓની અટકાયત કરવામાં આવી છે.: ખેડામાં ચાલતી ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા LCB મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. ચાલુ આઈસર ટ્રકમાં રનિંગ ગેમ્બલિંગ ટેકનીક અપનાવી જુગાર રમતા 42 ઈસમોને કુલ રૂ.4.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હરતું ફરતું જુગારધામ : ખેડા LCB માંથી મળતી…
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં ચોરી રાત્રિના અંધારામાં આવેલા તસ્કરો દ્વારા 28 તોલા સોનું તથા 6 લાખ રોકડાની ચોરી અંદાજે 25 લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરીને તસ્કરો રાત્રિના અંધારામાં ઓગળી ગયા ઘરધણી ફળિયામાં અને અગાસી ઉપર સુતા રહ્યા અને તસ્કરો ઘરમાંથી હાથ સાફ કરીને છનનન જેપુર ગામે એક જ રાતમાં પુર્વ સરપંતના મકાન સહિત ત્રણ મકાનમાં તાસ્કરોએ ધામા નાખ્યા હતા
વાંકાનેર : વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા તળે જેલ હવાલે કરતી તાલુકા પોલીસ ટીમ….. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા વોરંટ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશ મુજબ આરોપીને પાસા તળે અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી આશીષભાઈ હેમુભાઈ ઉઘરેજીયા (ઉ.વ. ૨૫, રહે. જોરાવરનગર, હનુમાન ચોક, સુરેન્દ્રનગર) સામે પોલીસ દ્વારા પાસા વોરંટ તૈયાર કરતા આ વોરંટ મોરબી જિલ્લા કલેકટર દ્વારા મંજૂર કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી…
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી દારૂની નાની ૩૨ બોટલ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની…
વાંકાનેર શહેરમાંહાઈ ડીગ્રી તાપમાન વચ્ચે પીજીવીસીએલના લાઈટમાં ધાંધિયા લોકો પરેશાન હાલ ઉનાળેલું ધમધમ તું તાપમાન 42 ડિગ્રીને વધી જાય છે ત્યારે વાંકાનેર પીજીવીસીએલ દ્વારા અનેક વિસ્તારમાં લાઈટ આવક જાવક ના પ્રશ્નો બની રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરના અનેક વિસ્તારમાં ભર ઉનાળે પીજીવીસીએલ લાઈટ ના ધાંધિયા થી લોકોને પરેશાની નો સામનો કરવો પડે છે ત્યારે વાંકાનેર પીજીવીસીએલ લાઈટ ના પ્રોબ્લેમ સામે તાત્કાલિક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે