. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઢુવા-માટેલ રોડ ઉપર ભવાની કાંટા નજીકથી આરોપી મહેન્દ્રસિંગ રામપ્રસાદ બલાઇ(ઉ.વ. ૩૦)ને વરલી મટકાનો જુગાર રમી રમાડતા રંગે હાથ રોકડ રકમ રૂ. 650 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
કવિ: wcity
વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી રેતી ચોરી કરતા બે ડમ્પર ઝડપાયાં…. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રાજકોટ રોડ પરથી રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું વહન કરતા બે ડમ્પરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સૂચના મુજબ ભુસ્તરવિજ્ઞાન અને ખાણ-ખનીજનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઈઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રાજકોટ રોડ ઉપરથી ડમ્પર નંબર GJ O3 BW 6548 અને GJ 03 BY 8288 ને રોયલ્ટી ભર્યા વગર સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર…
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ… વાંકાનેર તાલુકા પંચાયત ખાતે મિટિંગ હોલમાં રાજકોટ TRP ગેમઝોનમાં અઘટીત દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી કોંઠીયા સાહેબ હરીસિંહ ઝાલા, ચેરમેન જિજ્ઞાસાબેન મેર, સદસ્ય રણજીતભાઈ વિરસોડીયા તથા તાલુકા પંચાયત સ્ટાફ અને તાલુકાના તલાટી મંત્રીશ્રીઓએ હાજરી આપી હતી.
વાકાનેર : વાંકાનેર તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની રાજેન્દ્રકુમાર હરિરામ યાદવ ઉ.37 નામના યુવાનને ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
નકલી ટોલનાકાનો વિવાદ ફરી વકર્યો ! બે શખ્સોએ ટોલબુથ કર્મચારીને ભડાકે દેવાની ધમકી આપી વાંકાનેરના વઘાસિયા નજીક નકલી ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી હુમલો કરાયાનો આરોપ વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ વાઈટ હાઉસ નામની ફેકટરીમાં ધમધમતું ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી વઘાસિયા ગામના બે શખ્સોએ અલ્ટો કારમાં ધસી આવી ટોલનાકાના સુપરવાઇઝરને ભડાકે દેવાની ધમકી આપી હું કહું તે ગાડી જવા દે જે નહિતર કચડી નાખીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકામા સુપરવાઈઝર તરીકે નોકરી કરતા દેવેન્દ્રસિંહ જયુભા ઝાલા ઉ.37…
ભારે કરી…: વાંકાનેરના કાછીયાગળા ગામે પિવાના પાણીની લાઇનમાં ભંગાણ કરી ખેતરમાં પિયત કરતા ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધાયો…. વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની સીમમાંથી પસાર થતી પીવાના પાણી માટે નાખવામાં આવેલ જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી એક ખેડૂત દ્વારા ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા બાબતે પાણીની લાઈનના કોન્ટ્રાકટર દ્વારા ખેડૂત સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પાણી ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામને પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા જૂથ યોજના હેઠળ પાણીની લાઇન નાખવામાં આવેલ હોય, જે પાણીની પાઇપલાઈનમાં કાછીયાગાળા ગામના સર્વે નંબર 177 પૈકી…
વાંકાનેરના ઢુવા નજીક પૈસાની ઉઘરાણી મામલે વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ… ઢુવા ચોકડીથી અપહરણ દરમ્યાન યુવાને પોલીસને જાણ કરતા રસ્તામાં જ પોલીસે આરોપીઓની અટકાયત કરી…. વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક કટલેરીની દુકાન ચલાવતા એક વેપારી પાડોશી પાસેથી રૂ. 53,000 ઉછીનાં લીધા હોય, જે પૈસા પરત ન કરતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ઢુવા ચોકડી નજીકથી યુવાનનું કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરત ફરતાં રસ્તામાં જ પોલીસનો ભેટો થઈ જતાં પોલીસે યુવાનને બચાવ્યો હતો, જે બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ ધરપકડ કરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક…
હજુ પણ 3 દિવસ કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, હવામાન વિભાગે કરી હીટવેવની આગાહીહવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાત સહિત દિલ્હીમાં પણ આજે ગરમીનું જોર યથાવત રહેશે. આજે આખા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ ,જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવ ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગનવર્ષા રહેશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 4 દિવસ બાદ આંશિક રાહત ગરમીમાંથી મળી શકે છે. 4 દિવસ…
વાંકાનેર : ઉછીના પૈસા પરત નહીં કરતા યુવાનનું કારમાં અપહરણ કરી બેફામ માર મારતાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો…. ઢુવા ચોકડી નજીકથી બે શખ્સો કારમાં અપહરણ કરી લઇ જતા રસ્તામાં પોલીસે યુવાનને છોડાવ્યો…. વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક કટલેરીની દુકાન ચલાવતા એક વેપારી પાડોશી પાસેથી રૂ. 53,000 ઉછીનાં લીધા હોય, જે પૈસા પરત ન કરતા આ બાબતનો ખાર રાખી બે શખ્સોએ ઢુવા ચોકડી નજીકથી યુવાનનું કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરત ફરતાં રસ્તામાં જ પોલીસનો ભેટો થઈ જતાં પોલીસે યુવાનને બચાવ્યો હતો, જે બાદ આ બનાવ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર કારખાનામાં પાવડર નીચે દટાઈ જવાથી યુવાનનું મોત…. વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવાનનું સ્ટોરેજ વિભાગમાં કામ કરતા અચાનક માથે પાવડર પડતા દટાઇ જવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કાસાગ્રેસ સિરામિક ફેકટરીના સ્ટોરેજ વિભાગમાં કામ કરતા અનુરાગ મંગલી શેષપુર (ઉ.વ. 26) નામના શ્રમિક યુવાન ઉપર પાવડર પડતા દટાઈ જવાથી તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ…