આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દેશે દસ્તક, સતત 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે છ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે (10મી જૂન) વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે.રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે હવે ટૂંક સમયમાં જ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ ચોમાસાને લઈને સારા સમાચાર આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે.સાબરકાંઠા ,ગાંધીનગર ,અરવલ્લી…
કવિ: wcity
અંતે વાંકાનેરના હોલમઢમા દીપડો પાંજરે પુરાયો, લોકોને રાહત પાંજરે પુરાયેલ દીપડાને રામપરા વીડીમા કેદમાં રખાશે મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં દીપડાઓનો કાયમી વસવાટ છે ત્યારે હોલમઢ અને જાલસિકા ગામ નજીક દીપડાના આંટાફેરા વધતા વનવિભાગે લોકોની ફરિયાદ બાદ પાંજરું મુકતા ગતરાત્રીના અંદાજે પાંચથી છ વર્ષનો દીપડો પિંજરામાં કેદ થયો છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાંકાનેર પંથકના જાલસિકા, હોલમઢ, રામપરા સહિતના વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે, તાજા ભૂતકાળમાં દીપડો વાંકાનેર શહેરમાં પણ આંટાફેરા કરી ગયો હતો ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દીપડો હોલમઢ અને જાલસિકા ગામમા આંટાફેરા કરવા લાગતા ભયભીત બનેલા લોકોએ વન વિભાગને ફરિયાદ કરતા બે દિવસ પહેલા હોલમઢ…
વાંકાનેરના જીનપરા જકાતનાકા ખાતે ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે ત્રણ શખ્સોએ યુવાનના ટાંટીયા ભાંગી નાખ્યા…! પેસેન્જર ભરવા બાબતે ત્રીજી વખત ડખ્ખો થયો, રોજબરોજ થતી મારકુટથી કાયદો વ્યવસ્થાના લીરેલીરા…. વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી ત્રણ શખ્સોએ મળી યુવાન પર હુમલો કરી બેફામ માર મારી ટાંટીયા ભાંગી નાંખવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ બનાવમાં અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, ફરી આ જ ઝઘડામાં ધોકા ઉડતા હાઇવે ચોકડી ખાતે પોલીસની નજર સામે જ કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા ખાતે રહેતા ફરિયાદી ફેજલભાઈ હુશેનભાઈ પીપરવાડીયાએ વાંકાનેર…
વાંકાનેરની મેસરીયા ચેકપોસ્ટ નજીકથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયાં…. મોરબીના બે યુવાનોને કુલ રૂ. 12.57 લાખના મુદ્દામાલ સાથે મોરબી એસઓજી ટીમે ઝડપી પાડ્યા…. વાંકાનેર તાલુકાની મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે અહીંથી પસાર થતી એક ઇનોવા કારને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા બે યુવાનો પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવતા પોલીસે મોરબીના વતની બે યુવાનોને કુલ રૂ. 12.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી.ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ…
વાંકાનેરના લાકડધાર ગામેથી લાપતા બનેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામેથી ચાર દિવસ પહેલા બાઇક લઇને આટો મારવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા બનેલા વૃદ્ધનો મૃતદેહ વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. વધુમાં મૃતદેહ મળ્યો ત્યાંથી અડધો કિલોમીટર દૂરથી તેમનો મોબાઇલ ફોન અને બીજી તરફ એકાદ કિલોમીટર દૂરથી બાઈક મળી આવ્યું હતું. મૃતકને નશો કરવાની આદત હતી. આ બનાવ હત્યાનો હોવાની શંકા પરિવારજનોએ દર્શાવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ લાકડધાર ગામે રહેતાં હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા (ઉ.58) નામના પ્રૌઢ ગત તા.30ના રોજ ઘરેથી મોટરસાઇકલ લઇને…
વાંકાનેર તાલુકાના શેખરડી ગામે આજે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતા ઇજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છેજાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના શેખરડી ગામે મારામારીનો બનાવ બન્યો છે જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત…
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક લઘુશંકા કરવા ઉભા રહેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત…. વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા એક ટ્રક ચાલક આધેડ લઘુશંકા કરવા ઉતરેલ હોય, જેને અચાનક હાર્ટ એટેક આવી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલ ખાતે લઘુશંકા કરવા ગયેલ ટ્રક ચાલક બબાભાઈ નાગજીભાઈ રબારી (ઉ.વ. 53, રહે. ખરચારીયા, પાટણ) નામના આધેડને હાર્ટએટેક આવી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે…
… વાંકાનેર શહેર ખાતે પેસેન્જર વાહનોમાં જોખમી રીતે પેસેન્જર બેસાડી સમાન તથા પેસેન્જરોનું ગેરકાયદેસર ઓવરલોડેડ વહન કરતા વાહન ચાલકોનો વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થતાં બાબતે વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા આવા ત્રણ વાહન ચાલકોની અટકાયત કરી હતી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લામાં બહારના રાજ્યોમાંથીમોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરો મજુરીકામ કરવા આવતા હોય ત્યારેઆ મજુરોને વાહનોમાં ખચો-ખચ અને જોખમી રીતે બેસીને તથાસમાન ભરીને આવતા હોવાથી રોડ પર કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતારહેલ હોય, જેનો એક વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થતાંબાબતે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અલગ-અલગ નાકા, રસ્તાઉપર વોચ, તપાસ, વાહન ચેકીંગ કરતા શહેરમાંથી જોખમી રીતે ખચો-ખચ મોટી સંખ્યામા માણસો ભરી તથા…
LOKSABHA ELECTION 2024: કોંગ્રેસ એક્ઝિટ પોલની ડિબેટમાં ભાગ નહીં લે, પાર્ટીના ટોચના નેતૃત્વએ કર્યો નિર્ણય ! લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા બાદ 1 જૂને એક્ઝિટ પોલ જાહેર થવાના છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય લોકો પણ આના પર ખાસ નજર રાખે છે. એક્ઝિટ પોલને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે પાર્ટી એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ નહીં લે. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા બાદ 1 જૂને એક્ઝિટ પોલ જાહેર થવાના છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય લોકો પણ આના પર ખાસ નજર રાખે છે. એક્ઝિટ પોલને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે પાર્ટી…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતાવીરડા ગામની સીમમાં આવેલ ખરાબમાં દરોડો પાડી આઠ બોટલ વિદેશી દારૂ સાથે સ્થળ પરથી એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં અન્ય એક યુવાનની સંડોવણી ખુલતા તેની સામે પણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સિરોન્જા સિરામિક કારખાનાની બાજુમાં સરકારી ખરાબામાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી જીતુભાઇ ચોથાભાઈ ભવાણિયા (ઉ.વ. ૨૩, રહે.રાતાવીરડા)ને આઠ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 2720) સાથે ઝડપી લીધો હતો…. જ્યારે આ બનાવમાં અન્ય આરોપી ચોથાભાઈ ખીમાભાઈ કૂણપરાની સંડોવણી ખુલતા તે સ્થળ…