વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક દેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે વઘાસિયા ટોલનાકા નજીકથી બાતમીને આધારે શંકાસ્પદ રીતે પસાર થતી જીજે – 03 – જેસી – 5544 નંબરની આઈ ટવેન્ટી કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી શૈલેષ રાજાભાઈ સિંહોરા રહે.કોરડા, તા.ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાંના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3000 મળી આવતા કાર સહિત 2,03,000નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી..
કવિ: wcity
ગેનીબેન ઠાકોર આજે ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું, 62 વર્ષ બાદ બનાસાકાંઠાને મળ્યા મહિલા સાંસદ બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આજે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.
વાંકાનેરના ધમલપર-૨ માં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા વાંકાનેર તાલુકાના ધમલપર-૨ શેરી નં-૪ ખાતે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૧૫૦ ની રોકડ કબજે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર દ્વારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના ધમાલપર-૨ શેરી નં-૪ ખાતે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિરાજભાઈ મનસુખભાઈ સેટાણીયા જાતે કોળી (૧૯) અને સાગરભાઇ…
વાંકાનેર રંગપર પાસે આવેલા સેન્ડબેરી કારખાનામાં ટ્રકમાંથી સ્કેપ માથે પડતા એકનું મોત વાંકાનેર ચોટીલા રોડ રંગપર ગામ પાસે આવેલ સેન્ડ બેરી કારખાનામાં કામ કરતી વખતે ટ્રકમાંથી સ્કેપ માથે પડતા સરવાનંદ દાસન વાનીયાર (ઉ.વ. ૪૨, રહે. તામીલનાડુ) મોત થયું હતું. આ મામલે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ ચલાવી રહી છે
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ ટ્રક ચાલક ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર : વાકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે વાંકાનેર વેલનાથપરામાં રહેતા સગરામભાઈ નંદાભાઈ ઉઘરેજાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જીજે – 32 – ટી – 8394 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8 જુનના રોજ તેમનો પુત્ર અમરશીભાઈ ઉ.27 તેના મિત્ર વિજયભાઈ વસંતભાઈ દલસાણીયાને બાઈક પાછળ બેસાડી કામે જતો હતો ત્યારે…
વાંકાનેરના જિનપરા જકાતનાકા નજીક કાર હડફેટે મહિલા ઇજાગ્રસ્ત વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાતનાકા નજીક ગત તા.7 જુનના રોજ જીજે – 13 – સીસી – 0615 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે જીજે – 36 – ડી – 9514 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પ્રવીણભાઈ બાબુલાલ ક્લોલા રહે.નવાપરા વાંકાનેર વાળાના બાઈક સાથે અકસ્માત સર્જતાં બાઈક પાછળ બેઠેલા સાહેદ કુસુમબેન પડી જતા પગની પેનીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે સમાધાનની વાતચીત બાદ સમાધાન ન થતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર મેસરીયા નજીક swift કાર ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો વાંકાનેર મેસરીયા ચેકપોસ્ટ નજીક શનિવાર ના રાતના સમયે ચેકપોસ્ટે ચેકિંગ દરમિયાન શંકાના આધારે રોકીને તલાસી લેતા swift કાર ચાલક સોયબ અલી યુસુફભાઈ બાદી ઉંમર વર્ષ ,32 તાલુકો વાંકાનેર પકડીને કાર કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
દોઢસોના દારૂમાં 10 લાખની સ્કોર્પિયો કાર જપ્ત વાંકાનેરના લુણસર નજીક પોલીસે મોરબીના યુવાનને દારૂની અડધી બાટલી સાથે પકડી પાડ્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામના પ્લોટ વિસ્તારમાં તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કાર અટકાવી તલાશી લેતા કારમાંથી રૂપિયા દોઢસોની કિંમતનો 400 મીલી દારૂની ભરેલી બોટલ મળી આવતા પોલીસે દસ લાખની કાર કબ્જે કરી મોરબીના રહેવાસી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લુણસર પ્લોટ વિસ્તારમાં આવેલ સહકારી મંડળી નજીકથી શંકાસ્પદ હાલતમાં રહેલી જીજે – 03 – એનબી – 8888 નંબરની સ્કોર્પિયો કારની તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી મનીષ ઓધવજીભાઈ વસિયાણી ઉ.38…
વાંકાનેર માં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ વાંકાનેર માં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એસઓજીની ટીમ વાંકાનેર તાલુકામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સમગ્ર ટીમને મળેલ હક્કિત આધારે વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામે રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાંથી ૪૧૮ જીલેટીન સ્ટીક મળી હતી જેથી કરીને પોલીસે જીલેટીન સ્ટીક, વાયર અને મોબાઈલ ફોન વિગેરે મળીને ૧,૨૮,૮૩૬ નો મુદામાલ કાબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝીવ એક્ટની…
સાઉદી અરેબિયાએ હજ યાત્રીઓની સુવિધા માટે મોટી જાહેરાત કરી છે. આ વખતે હજ દરમિયાન યાત્રાળુઓ તેમના દેશ દ્વારા જારી કરાયેલ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. કિંગડમની સેન્ટ્રલ બેંકે રવિવારે આની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બેંકે યાત્રાળુઓની માંગ અને વ્યવહારોની સુવિધા માટે ઘણી સેવાઓ શરૂ કરી છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે હજ યાત્રીઓ સાઉદી અરેબિયામાં તેમના દેશ દ્વારા જારી કરાયેલ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. બેંકે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાર્ડ આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે જ હોવું જોઈએ. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તીર્થયાત્રીઓ પેમેન્ટ માટે તેમના સ્થાનિક એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. MADA દ્વારા પણ રોકડ…