કવિ: wcity

લોકસભાની ચૂંટણી પહેલા ગરમાવો: વાંકાનેર શહેર ભાજપના પ્રમુખે પદ ઉપરથી મૂક્યું રાજીનામું મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે રાજીનામાં પણ કરેલ છે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઈને ધારાસભા તેમજ સંસદ સુધી સતામાં છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના હોદ્દાને લેવા માટે થઈ પણ કાર્યકર્તાઓમાં પડાપડી થતી હોય તેવું ઘણી વખત જોવા મળેલ છે જોકે જિલ્લાના પાંચ…

Read More

BREAKING: દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ 2નાં મોત, 3 વ્યક્તિ સારવાર હેઠળ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત થયા તો ત્રણ લોકોની સ્થિતિ ગંભીર, 108ને લિહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ, રેન્જ IG અને SP લિહોડા ગામે પહોંચ્યા ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે…

Read More

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક સ્કુલ બસ ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત…. વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક વાંકાનેર-મિતાણા મેઈન રોડ પર આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂલ બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ ચાર વર્ષની માસુમ બાળકીને હડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી રહી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક આજે સાંજે ૫:૩૦ વાગ્યાની આસપાસ વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તળાવ નજીક રોડની સાઈડમાં ઉભેલ તિથવા ગામના વતની ઈમ્તિયાઝભાઈ શાહમદાર અને તેની ચાર વર્ષની પુત્રી સાનિયાને ત્યાંથી પસાર થતી એક ખાનગી સ્કૂલ બસના ચાલકે ગંભીર બેદરકારી…

Read More

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક સ્કુલ બસ ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત. વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક વાંકાનેર-મિતાણા મેઈન રોડ પર આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂલ બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ ચાર વર્ષની માસુમ બાળકીને હડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી રહી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક આજે સાંજે ૫:૩૦ વાગ્યાની આસપાસ વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તળાવ નજીક રોડની સાઈડમાં ઉભેલ તિથવા ગામના વતની ઈમ્તિયાઝભાઈ શાહમદાર અને તેની ચાર વર્ષની પુત્રી સાનિયાને ત્યાંથી પસાર થતી એક ખાનગી સ્કૂલ બસના ચાલકે ગંભીર બેદરકારી દાખવી…

Read More

મોરબી‌ તથા ટંકારા મેમણ જમાત – સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું… મોરબી તથા ટંકારા મેમણ જમાત – સુરત દ્વારા રાંદેર ઈસ્લામીયા જીમખાના (R.I.G.) મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું મોરબી તથા ટંકારા મેમણ જમાતના પ્રમુખ સુલેમાનભાઈ તેજાબવાલા તથા જમાતની સ્પોર્ટ્સ કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા. ૧૧ એ મોટી સંખ્યામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં ફાઈનલ મેચમાં KKR અને SAVEZ ટીમ વચ્ચે જબરજસ્ત ક્રિકેટ રંગ જામ્યો હતો. આ ક્રિકેટ મેચમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોરબી તથા ટંકારા મેમણ જમાતના અગ્રણીઓ તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ રાંદેર ઈસ્લામીયા જીમખાના મેદાન પર હાજર રહ્યા હતા. જેમાં ફાઈનલ મેચમાં KKR ટીમ સામે SAVEZ ટીમ વિજેતા બની…

Read More

વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી મળતા આભાર માનતા તાલુકા પંચાયત ચેરમેન વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા જણાવવામાં આવતા વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૩૮.૯૯ લાખ અને ખીજડીયા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૯.૯૮ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા વાંકાનેર તાલુકામાં સિંચાઈની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા કેન્દ્ર સરકારનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો

Read More

રાજકોટ, ધ્રોલ, વિછિયા, મોરબી વાંકાનેર.માં 30થી વધુ ગુનાને અંજામ આપ્યાની કબૂલાત• ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2.38 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી રાજકોટમાં રિક્ષા ગેંગ ફરી ઝળકી હોય તેમ ગઈકાલે બે ગુના નોંધાયા હતા જેમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઊલ્ટીના બહાને ધક્કા મારી, નજર ચૂકવી રોકડ સેરવી લીધાનું જણાવ્યું હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમે આવા ગુનાઓને અંજામ આપનાર ટોળકીને દબોચી લઈ ૨.૩૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ ટોળકીએ રાજકોટ ઉપરાંત મોરબી, ધ્રોલ, વિછિયામાં ૩૦ જેટલા ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું છે.સક્રિય થયેલી રિક્ષા ગેંગનેકોઈપણ ભોગે પકડી પાડવા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે ડીસીબી પીઆઈ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ જે…

Read More

વાંકાનેરના કણકોટ ગામના નાગરિકો દ્વારા ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ સામે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં આવેલ ફુલેત્રા સ્ટીલ પ્રોજેક્ટથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન થતું હોય જેથી બાબતે કણકોટ ગામના નાગરિકો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બાબતે રજૂઆત કરવામાં આવી હતી….બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, કણકોટના ગ્રામજનો દ્વારા ગ્રામસભા બોલાવી સર્વાનુમતે ઠરાવ પસાર કરી કણકોટ ગામની ગૌચરમાંથી ફુલેત્રા સ્ટીલ એલએલપી અને સફર ઇકોપેટ દ્વારા જે ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે તેને દિન-૦૭ માં બંધ કરવા અને આ પ્રોજેક્ટને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ પર્યાવરણીય મંજૂરી રદ કરવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવેલ…

Read More

વાંકાનેરના વસુંધરા ગામે ચક્કર આવતા પડી જવાથી બેભાન થઈ ગયેલ મહિલાનું મોત વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા મહિલાને ચક્કર આવતા પડી ગયા હતા જેથી કરીને તે બેભાન થઈ ગયા હતા અને તેને બેભાન હાલતમાં હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા નીરૂબેન રેવાભાઇ લાંબરીયા જાતે ભરવાડ (૪૦) પોતે પોતાના ઘરે હતા ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા અને ત્યારબાદ બેભાને થઈ…

Read More

તસ્કરે ભારે કરી:વાંકાનેરના થાન રોડ પર આવેલ બંધ દુકાનને નિશાન બનાવતાં તસ્કરો, દિવાલમાં બાકોરૂ પાડી 1000 કિલો સાબુની ચોરી…. રાત્રીના દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરો 1000 કિલો સાબુ તથા વજનકાંટો ચોરી ગયા ! વાંકાનેર તાલુકાના થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોમ્પલેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરો સાબુના ગોડાઉનમાંથી 1000 કિલોગ સાબુ અને વજન કાંટો ચોરી કરી જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક નવા કોમ્પલેક્ષમાં ફરિયાદી સુરેશભાઈ કાળુભાઇ રાઠોડનું સાબુનું ગોડાઉન આવેલ હોય જેમાં અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવતાં દુકાનની…

Read More