કવિ: wcity

વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક આઇસર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું મોત… વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક એક પ્લેટીના બાઈએ અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોરબી તરફથી પુર ઝડપે આવતા આઇસર ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા વૃદ્ધને પણ ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે મોરબી તરફથી આવતા એક આઇસર ટ્રક નં. GJ 12 BX 3455 ના ચાલકે ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બજાજ પ્લેટીના બાઇકને હડફેટે…

Read More

સીમ બાદ હવે દિપડો ઘર સુધી પહોંચ્યો, વાંકાનેરના મહિકા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ઘેટાનું મારણ કરતો દિપડો…. છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં અવાર નવાર દિપડાઓ સિમ‌ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના મહિકા ગામે ગતરાત્રીના ખેડૂતના ઘર ઘૂસી એક દિપડાએ ઘેટાનું મારણ કરી મિજબાની માણી હોવાની માહિતી મળી રહી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઇવે પાસે અજવા કોમ્પલેક્ષ પાછળ સોસાયટીમાં રહેતા બાદી ઇલ્મુદ્દીન દોશમામદભાઈ (કેજીએન પાન) નામના ખેડૂતનાં ઘરે ગતરાત્રીના…

Read More

વાંકાનેર ખડીપરા વિસ્તારમાં સ્ટીક લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા વાંકાનેર નવાપરા માંથી ખડીપરા જવાનો રસ્તા પર સ્ટીક લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી 11670 મુદ્દા માલ સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમી ના આધારે ખડીપરામાં રેડ કરતા સ્ટીક લાઇટ ના અજવાળે જુગાર રમતા (1) સલીમભાઈ નુરશા શેખ(2) અશરફભાઈ કરીમભાઈ રફાઈ(3) ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ શેખ સહિતને પકડીને કુલ રોકડા રૂપિયા 11670 કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Read More

વાંકાનેર નજીક કારખાનાની ઓફિસમાં ત્રાટકેલ તસ્કર આખી તિજોરીની ચોરી કરી છનન…. મધ્યરાત્રિના ઓફિસની બારીના સળિયા કાપી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રૂ. 1.94 લાખની ચોરી…. વાંકાનેર તાલુકાના કોઠારીયા-લજાઇ નજીક આવેલ એક કારખાનામાં મધ્યરાત્રિના એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો, જેમાં તેણે બારીના સળિયા કાપી ઓફિસમાં પ્રવેશી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રોકડ રકમ રૂ. 1.94 લાખની ચોરી કરી ફરાર થઇ જતાં બાબતે કારખાનેદારએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોઠારીયા-લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડકટ નામના કારખાનામાં તા. 28ની મધ્યરાત્રિના એક અજાણ્યો શખ્સ દિવાલ કુદી કારખાનામાં પ્રવેશી ઓફીસની બારીના લોખંડના સળીયા કાપી…

Read More

વાંકાનેર નજીક કારખાનાની ઓફિસમાં ત્રાટકેલ તસ્કર આખી તિજોરીની ચોરી કરી છનન…. મધ્યરાત્રિના ઓફિસની બારીના સળિયા કાપી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રૂ. 1.94 લાખની ચોરી…. વાંકાનેર તાલુકાના કોઠારીયા-લજાઇ નજીક આવેલ એક કારખાનામાં મધ્યરાત્રિના એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો, જેમાં તેણે બારીના સળિયા કાપી ઓફિસમાં પ્રવેશી કબાટમાં રાખેલ નાની તિજોરી સહિત રોકડ રકમ રૂ. 1.94 લાખની ચોરી કરી ફરાર થઇ જતાં બાબતે કારખાનેદારએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોઠારીયા-લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડકટ નામના કારખાનામાં તા. 28ની મધ્યરાત્રિના એક અજાણ્યો શખ્સ દિવાલ કુદી કારખાનામાં પ્રવેશી ઓફીસની બારીના લોખંડના સળીયા કાપી…

Read More

વાંકાનેરના પાજ ગામે વેચાણથી આપેલ ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરનાર એક સામે લેન્ડ ગ્રેબિંગ… વાંકાનેર તાલુકાના પાજ ગામ ખાતે વર્ષ ૨૦૧૪ માં વેંચાણથી આપેલ ખેતીની જમીનમાં મુળ માલીક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીન ખાલી નહીં કરતા મહિલાએ કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કર્યા બાદ આજરોજ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી મંજુબેન જીવણભાઈ ટોળીયા (ઉ.વ. ૫૫, રહે. રાજકોટ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ વાંકાનેરના પાજ ગામના સર્વે નં. ૬૩ પૈ.૨ ની જમીન વર્ષ ૨૦૧૪માં વેચાણ દસ્તાવેજથી યુનુસભાઇ મામદભાઇ સીપાઇ પાસેથી…

Read More

વાંકાનેરના મહિકા-હોલમઢ ગામ નજીકથી 672 બોટલ વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ…. ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, વાહન ચાલક ફરાર…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના મહિકા ગામથી હોલમઢ ગામ વચ્ચે મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા પરથી ફિલ્મ ઢબે એક બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી 672 બોટલ વિદેશી દારૂની ઝડપી પાડી હતી, જેમાં વાહન ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકી નાસી જતાં પોલીસે આ બનાવમાં વિદેશી દારૂ તથા બોલેરો પીકઅપ સહિત કુલ રૂ. 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોલેરો ચાલક…

Read More

ડ્રાઇવર-ડે નિમિત્તે વાંકાનેર એસટી ડેપો ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર ડ્રાઇવરોને સન્માનિત કરાયા…. સમગ્ર વર્ષ દરમિયાન એકપણ આકસ્મિક બનાવ ન બનવા તેમજ ઇંધણની બચત કરનાર ડ્રાઇવરોને પત્રકારોના હસ્તે સન્માનિત કરાયા… વાંકાનેર એસટી ડેપો ખાતે આજરોજ ડ્રાઇવર – ડે નિમિત્તે ડ્રાઇવરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન એસ.ટી. બસ ચલાવી નાના-મોટા એકપણ આકસ્નમિક બનાવ ન બનવા તેમજ ડિઝલ(ઈંધણ) ની બચતમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ ડ્રાઇવરોને પ્રમાણપત્ર તથા ગુલબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા… જેમાં રાજકોટ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વાંકાનેર એસટી ડેપોના બસ ડ્રાઇવર દિલીપભાઈ ઘોડાદ્રા, મહિપાલસિંહ જાડેજા તથા…

Read More

વાંકાનેર શહેરમાં એલસીબીએ કરી દારૂની ચાર રેડ !: સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર છૂટથી દેશી દારૂનું વેચાણ થતું હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે કેમ કે, મોરબી એલસીબીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને વાંકાનેર શહેરની અંદર જુદી જુદી ચાર જગ્યાએ દેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા મોરબી જિલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, ડ્રગ્સ સહિતની અનેકનસાકારક વસ્તુઓનું છૂટથી વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો વાંકાનેર શહેરની વાત કરીએ તો સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ વાંકાનેર શહેરમાં અનેક જગ્યા…

Read More

વાંકાનેર ના લાકડાધાર ગામે જાહેરમાં જુગાર રમતા 9 પત્તા પ્રેમી પકડાયા વાંકાનેર ના લાકડધાર ગામે જાહેરમાં જુગાર રમતા 9 પત્તા પ્રેમી 36.500 મુદ્દા માલ સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન લાકડધાર ગામે પહોંચતા અમુક ઇસમો જાહેરમાં કુંડળ વાળી જુગાર રમતા ત્યાં રેડ કરતા જુગાર રમતા (૧) જયદીપ ધીરુભાઈ જોગરાજીયા(૨) રણછોડભાઈ વિહાભાઇ અણીયારીયા (૩) સુરેશભાઈ રમેશભાઈ ધોરીયા(૪) કાનજીભાઈ સાદુરભાઈ માલકીયા(૫) રણછોડભાઈ લખમણભાઇ માલકીયા(૬) લાલજીભાઈ મશરૂભાઈ અણિયારીયા(૭) દેવરાજભાઈ હીરાભાઈ માલકીયા(૮) વાઘજીભાઈ ચકુભાઈ અણીયારીયા(૯) લખમણભાઇ જીવાભાઈ બાવરીયા તમામ રહે લાકડધા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી સહિતને પકડીને કુલ રૂપિયા 36.500 મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં…

Read More