વાંકાનેર માટેલ રોડ ઉપર આવેલા કારખાનામાં ઈલેક્ટ્રીક સોટ લાગતા યુવાનનું મોત વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરી હતી જોકે બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા રેંગો સીડીયુ સવૈયા (૩૧) નામના યુવાનને ઇલેક્ટ્રીક…
કવિ: wcity
વ્યાજના વીસચક્રમાં ફસાયેલા લોકો આગળ આવેઃ PSI એસ.આઈ.સુમરા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એસ.આઈ.સુમરાની મહેનતથી ખેડૂતે વ્યાજે લીધેલ રકમ સામે રજીસ્ટર્ડ સાટાખત કરાવી લઈ લીધેલ તે જમીન પરત આપવામાં આવી આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, વિસાવદરના નાના કોટડા ગામે રહેતા મનજીભાઈ પરશોતમભાઈ વઘાસીયાની જમીન વિસાવદર તાલુકાનાં નાનાકોટડા ગામે સીમ જમીન રેવન્યુ સર્વે નં.૧૮૪/પૈકી-૧ ની હે- ૧-૩૪- ૫૬ આરે.ના ક્ષેત્રફળની જગ્યા આવેલ હતી અને મારા કુટુંબીક કાકા છગનભાઈને પૈસાની જરૂરીયાત હોવાથી દેવાભાઈ ભોજાભાઇ રામ રહે.આરેણા ગામ તા.માંગરોળ નાંઓપાસેથી વ્યાજે પૈસા લીધેલ અને તેની સાથે અમારી જમીનનું સીકયુરીટી પેટે સાટાખત તા.૦૬/૦૪/૨૦૦૯નાં રોજ સબ રજીસ્ટાર રૂબરૂ ધાકધમકીથી આ કામનાં…
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પેડક સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી (૧)પંકજભાઇ ચતુરભાઇ વિકાણી (૨) મહેશભાઇ ગોવિંદભાઇ પલાણી (૩) મહેશભાઇ ચતુરભાઇ વિકાણી (૪) ઉમેશભાઇ મનસુખભાઇ વિકાણી અને (૫) મુકેશભાઇ નાજાભાઇ ગોહેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામથી થોડે આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ તીરથ હોટલની પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટાટા કંપનીની નેક્સોન ફોરવ્હીલ કાર નંબર GJ.36.AF.0443 લઈને જઈ રહેલ દર્શનકુમાર રાજેશકુમાર મેર રે.રામાપીરના મંદીર પાસે, કુંભારપરા, વાંકાનેર વાળાની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારમાં બેઠેલા તથા કારમા બેઠેલ સાહેદ સ્વપ્નીલભાઇને ડાબા હાથમા, હાર્દીકભાઇને ડાબા પગે ફેકચર તથા અજીમુદીનભાઇને માથાના ભાગે મુંઢ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ અજાણ્યા ટ્રકનો ચાલક ટ્રક લઇ નાશી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેરના માટેલ ગામની સીમમાં દારૂની દુકાન ઝડપાઇ ક્રાઇમબ્રાન્ચે 1.56લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો, એક ફરાર વાંકાનેર : મોરબી ક્રાઇમબ્રાન્ચે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વાડીના શેઢે બનાવેલ દુકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચી લઈ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા બન્ને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે માટેલ ગામની સીમમાં કયુરો વિટ્રીફાઇડ સિરામિક પાછળ આવેલ વાડીના શેઢે બનાવેલ દુકાનમાં દરોડો પાડતા આરોપી હિતેશ ખીમજીભાઈ ચાવડા રહે.માટેલ ગામની સીમ વાળાની દુકાનમાંથી 8 પીએમ અને ગ્રીન…
વાંકાનેરના પંચાસીયા રોડ પર રાતીદેવરી નજીક આહોઇ નદીના પુલ પર જોખમી બાઇક સ્ટંટ કરનાર એક ઝડપાયો…. બાઇક સ્ટંટ બાઝો પર પોલીસનો સકંજો, બાઇક ચાલક યુવાનની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું… વાંકાનેર તાલુકાના પંચાસીયા રોડ પર રાતીદેવરી ગામ નજીક આવેલ આહોઇ નદીના પુલ પર એક યુવાન દ્વારા બાઇક પર જોખમી સ્ટંટ કરી પોતાની અને બીજાની જીંદગીને જોખમમાં મુકતો એક વિડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરતા પોલીસે આ યુવાનની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા રોડ પર રાતીદેવલી ગામ નજીક આહોઇ નદીના પુલ પર પુર ઝડપે બાઇક ચલાવી, સર્પાકાર કાવા મારી, ઉભા ઉભા બાઇક ચલાવી…
સમગ્ર મોરબી જિલ્લામાં હુસેની માહોલ સાથે મુસ્લિમ વિસ્તારોમાં હુસેની જીક્ર શરીફ ન્યાઝ વાએઝ તકરીર ના કાર્યક્રમો શરૂ મોરબી શહેર જીલ્લા સમગ્ર રાજ્યમાં પવિત્ર મહોરમ શરીફના પ્રથમ મુસ્લિમ ચાંદ થી શરૂ થતા ની સાથે જ સમગ્ર મોરબી જિલ્લા મા વાંકાનેર પંથકમાં ઠેર ઠેર છબીલ મુસ્લિમ વિસ્તારમાં હુસેની જીક્ર શરીફ મિલાદ વાએજ શરીફ અને ન્યાઝ તકસીમ ના કાર્યક્રમ દર વર્ષની જેમ આશિકે હુસેન ના ચાહકો દ્વારા આબેહૂબ રોજા મુબારક તાજીયા છબીલ કમિટીઓ દ્વારા ઠેર ઠેર આશિકે હુસેન આશિકી રોનક છવાયેલો જોવા મળી રહ્યો છે તેમાં વાંકાનેર લક્ષ્મીપરા ખાટકી વાસ મિલપ્લોટ સિપાઈ વાસ કુંભાર પરા હસન પર શક્તિપરા તેમજ ગ્રામ્ય વિસ્તાર પ્રતાપગઢ પાંચ…
મોરબી જિલ્લા પંથકમાં વરસાદના પાણીના નિકાલના અભાવે સમસ્યાઓ સીર દર્દી સમારેલી છે વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ મોરબીને સિંગાપુર સૌરાષ્ટ્રનું બનાવવાની જાહેરાતો કરી વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધિ પ્રાપ્ત કર્યા જેવી છે મોરબી શહેરના ક્રાંતિનગર વિસ્તારના લોકો મત બેંક પૂરતા રહ્યા હોય તેમ ગ્રામ પંચાયતની ચૂંટણી પાલિકા ની ચૂંટણી અને વિધાનસભા લોકસભા ની ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારમાં થી શહેરમાં સમાવેશ થયા પછી પાલિકામાં પણ મતદાન કરી નું સ્થાનિક લોકોનું કહેવું છે ત્યારે તે મતદાર પ્રજાને પાયાની પ્રાથમિક સુવિધા નો અભાવ રહ્યો છે રોડ રસ્તા પાણી ગટરના અભાવે સ્વચ્છતા નો અભાવ સાથે વરસાદના પાણીના નિકાલ નો હોવાથી સ્થાનિક લોકોના ઘરોમાં…
ટંકારા ગામ પંચાયતની હદમાં પાલિકા કચેરીને સ્થાન મળ્યું હોવાથી ગ્રામ પંચાયત ની બદલે પાલિકા કચેરી ના જય ગણેશ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંથકમાં વધુ એક પાલિકા કચેરી સ્થાન પામી રહ્યું છે તેમાં ટંકારા તાલુકાને લોક માંગીને ધ્યાને રાખી ગ્રામ પંચાયત વિસ્તારમાં શહેરી પાલિકા કચેરીની સ્થાપના થતા વાંકાનેર ના ચીફ ઓફિસર ગીરીશ કુમાર સરૈયા ને વધુ એક ટંકારા નગરપાલિકામાં ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હોય જેથી સ્થાનિક અગ્રણીઓ અધિકારીઓ આવકાર સાથે ગિરીશ કુમારને ફુલહારથી સ્વાગત કરી ટંકારા નગરપાલિકા ના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં નગરપાલિકાના ઇજનેર તરીકે વિવેકભાઈ એચ ગઢીયા તેમજ એકાઉન્ટન્ટ તરીકે સોનલબેન કાચાએ નગરપાલિકા કચેરીમાં ચાર્જ સંભાળ્યો…
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાખોર 150 સામે ગુનો નોંધાયો શનિવારે રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદ ની મુલાકાત લેશે રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં અમદાવાદ ખાતે આવેલા પાલડી માં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર મારાની ઘટના અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર એ એક ફરિયાદ નોંધાવ્યા બાદ બીજી ફરિયાદ શહેર પ્રમુખ એ નોંધાવી હોય જેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત ભાજપ કાર્યકર ના 150 સામે ગુનો નોંધાયો છે હાલ અમદાવાદ શહેર સમગ્ર રાજ્યમાં અષાઢી બીજ અને મોહરમ હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવા સમયે એકતા ભાઈચારા ને સ્થાન આપી શાંતિ પૂર્વક તહેવારોનો ઉત્સવ ઉજવવો જોઈએ તેવા સમયે જ્ઞાતિ…