કવિ: wcity

વાંકાનેરમાં વોર્ડ નંબર 4 માં રસ્તાનો કામ પૂર્ણ રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા નું ઠેર ઠેર સ્વાગત વાંકાનેર નગરપાલિકા ના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં લક્ષ્મીપરા ભોરણીયા શેરી મોમીન શેરી માં 20 વર્ષ બાદ રસ્તાનું કામ પૂર્ણ થતા રાજ્ય સભા સંસદ કેસરી દેવસિંહ ઝાલા એ આ વિસ્તાર ના પૂર્વ સદસ્ય ની માંગણી ધ્યાનમાં લઇ આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લેતા આ વિસ્તારના યુવાનો ભાઈઓ બહેનો સાંસદ કેસરી દેવસિંહ ઝાલા નું સન્માન કર્યું હતું વાંકાનેરમાં નગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રસ્તાના કામો થતા ન હતા એ અંગેની રજૂઆત આગેવાનો દ્વારા સાંસદ કેશરી દેવસિંહ ઝાલા પાસે કરવામાં આવતા તે રજૂઆતને અનુસંધાને થોડા સમય પૂર્વે…

Read More

વાંકાનેર તાલુકામાં નવા ૩૭ આંગણવાડી વર્કર્શને નિમણૂંક ઓર્ડર આપતા ચેરમેન જિજ્ઞાસાબેન મેર વાંકાનેર તાલુકા પંચાયત ખાતે આજેસંકલિત બાળ વિકાસ યોજના ICDS ૩૭ નવા આંગણવાડી વર્કર જેમાં ૧૭ કાર્યકર અને ૨૦ તેડાગર ને માનદ વેતન સેવાના નિમણુક ઓર્ડર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને પ્રમુખપતી હરૂભા ઝાલાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.આ સાથે જીજ્ઞાસાબેન મેરે ICDS યોજના મુખ્ય હેતુ (૧) ૦ થી ૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવા,(૨)બાળકના યોગ્ય, માનસિક શારીરિક અને સામાજિક વિકાસ,(૩)મૃત્યુ ભારણ ઘટાડવા, કુપોષણ અને શાળા ડ્રોપઆઉટ અંગે જણાવ્યું હતું. વધુ વિગત આપતા જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું કે આઈસીડીએસ યોજનાએ લાભાર્થીના પોષણ કાર્યક્રમ પર ધ્યાન…

Read More

બ્રેકિંગ ન્યુઝ ગુજરાતની લોકસભાની 15 સીટો ના ઉમેદવારોની જાહેરાત *કચ્છ વિનોદ ચાવડા બનાસકાંઠા રેખાબેન ચૌધરી પાટણ ભરતસિંહ ડાભી ગાંધીનગર અમિત શાહઅમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા*રાજકોટ પુરુષોત્તમ રૂપાલાપોરબંદર મનસુખ માંડવીયાજામનગર પૂનમબેન માડમઆણંદ મિતેશભાઇ પટેલખેડા દેવુસિંહ ચૌહાણપંચમહાલ રાજપાલ સિંહ જાદવદાહોદ જશવંતસિંહ ભાભોરભરૂચ મનસુખ વસાવાબારડોલી પ્રભુભાઈ વસાવાનવસારી સી આર પાટીલ*

Read More

વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ જાડેજાનું અવસાન વાંકાનેર : મૂળ અડવાળ હાલ વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ છોટુભા જાડેજા તે છોટુભા ખોડુભા જાડેજા (સી.કે. જાડેજા)ના પુત્ર, પ્રવિણસિંહ ખોડુભા જાડેજા, સ્વ. સજુભા ખોડુભા જાડેજા, મંગળસિંહ ખોડુભા જાડેજા, વાઘુભા ખોડુભા જાડેજા, ભરતસિંહ ખોડુભા જાડેજા, ગંભીરસિંહ ખોડુભા જાડેજાના ભત્રીજા, જયદિપસિંહ છોટુભા જાડેજાના ભાઈ, હરીદિત્યસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાના પિતાનું તારીખ 1-3-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-3-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ભાટીયા સોસાયટી, શિવાજીપાર્ક, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે અને ઉત્તરક્રિયા તારીખ 9-3-2024 ને શનિવારે રાખવામાં આવી છે.

Read More

વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માત સર્જીને બે યુવાનોના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં પુલ ઉપરથી બે યુવાન બાઈક લઈને વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જે બંને યુવાનોના મોત નીપજયા હતા જે બનાવમાં મૃતકના પિતાએ ડમ્પર ચાલક સામે ફરીયાદ નોંધાવોલ છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતો આકાશ રણછોડભાઈ સારલા (૧૯) અને અજય હર્ષદભાઈ દલસાણીયા (૨૨) નામના બે યુવાનો બાઇક લઈને તા ૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે થઈને પુલ ઉપરથી પસાર…

Read More

વાંકાનેર : પતિની માનસિક બિમારીથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું…. વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સિરામીક ફેક્ટરીમાં માતા-પિતા સાથે રહેતી એક પરિણીતાનો પતિ માનસિક બિમારી હોય અને રખડતું ભટકતું જીવન જીવતો હોય જેનાથી કંટાળી ગળાફાંસો ખાઇ મહિલાએ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સંસ્કાર જોન્સન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં માતા-પિતા સાથે રહેતા સીતાબેન અમ્બસિંહ આહિરવાડ (ઉ.વ. 24)નામની પરિણીતાનો પતિ અમ્નસિંક માનસિક બીમાર હોય અને રખડતું ભટકતું જીવન જીવતો હોય, જેનાથી કંટાળી જઈ છેલ્લા…

Read More

વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા એક વેપારી પોતાના બાઇક પર જઇ રહ્યા હોય, ત્યારે તેને રસ્તામાં રોકી એક શખ્સએ પોલીસને દારૂની બાતમી આપતા હોવની શંકા રાખી હુમલો કરી બેફામ માર મારી નાક તથા પગના ભાગે ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં પોલીસે વેપારીની ફરિયાદ પરથી એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાનપરા ખાતે ગોપાલ ટી ડેપો નામે ચાની ભૂક્કીનો વેપાર કરતા વેપારી નીતિનભાઈ રમણીકલાલ ખીરૈયા(ઉ.વ. ૫૧)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી હિતેશસિંહ‌ વનરાજસિંહ ઝાલા (રહે. આરોગ્યનગર, હાલ રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૭ ના રોજ ફરિયાદી…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પલાસડી ગામે દરોડો પાડી આરોપી મહેશભાઇ કરમશીભાઇ મદ્રેસાણીયા, કાંતીલાલ કરમશીભાઇ મદ્રેસાણીયા, રઘુભાઇ બચુભાઇ પીપળીયા અને કેસાભાઇ બચુભાઇ પીપળીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી

Read More

વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરની ગુજરાત સરકારના કેબિનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કરેલ સફળ રજૂઆત થકી વાંકાનેર તાલુકાના મેસરીયા અને ઠીકરિયાળા નાની સિંચાઇ યોજના તેમજ રાતડિયા ગામથી શરૂ થતાં તળાવ ઉંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં હાલ મેસરિયા અને ઠિકરીયાળા નાની સિંચાઇ યોજનાના પ્રથમ ચરણમાં તળાવના બંધના મુખ્ય ભાગનું સંપૂર્ણ પણે રીનોવેશન, માટી પાળા ઉપરનું પીચીંગ, હેડ રેગ્યુલેટરનું નવીનીકરણ, જૂનો વેસ્ટ વિયર તોડી નવો બનાવવાના કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે.આ ઉપરાંત વાંકાનેર તાલુકાના ગામડાઓમાં તળાવો ઉંડા કરી મજબૂત પાળ બાંધવાના કામ માટે મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની મશીનરી થકી વાંકાનેર તાલુકાના…

Read More

હળવદ નજીક હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ: ટ્રકમાંથી ૧૧ લાખથી વધુની કિંમતનો દારૂ-બિયર પકડ્યો ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દ્વારા સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે સફળ રેડ કરવામાં આવી છે અને ત્યાં આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાંથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલ ટ્રકને પકડવામાં આવેલ છે અને ૧૧ લાખથી વધુની કિંમતના દારૂ અને બિયર સાથે હાલમાં એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને કુલ મળીને ૨૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે મોરબીના પીપળીયા ચાર રસ્તા…

Read More