વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખાણમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે આકાશી વીજળી તેના ઉપર પડી હતી જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છેમોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી સાંજના સમયે વરસાદી માહોલ હોય છે તેવી જ રીતે આજે સાંજે પણ જુદા જુદા વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો…
કવિ: wcity
મોરબી એલસીબી ટીમે કરેલું સફળ ઓપરેશનવાંકાનેર મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક નજીક આવેલ સ્વપ્નલોક સોસાયટીમાથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કારમાં સાથે એક શખ્સને ઝડપી લઈ રૂપિયા 62,400ના દારૂ તેમજ ઇનોવા કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક પાસે, સ્વપ્નલોક સોસાયટીમાં દરોડો પાડતા ઇનોવા કાર નંબર GJ-03-ER-6826માંથી આરોપી મુળરાજસિંહ નવલસિંહ ઝાલાના કબ્જામાંથી રૂપિયા 62,400ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 156 નંગ બોટલ ઝડપાઇ જતા પોલીસે રૂપિયા 3 લાખની ઇનોવા તેમજ 10 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,72,400નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પૂછતાછમા દારૂના આ ધંધામાં આરોપી…
વાંકાનેરના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયાં…. વાંકાનેર તાલુકા પોલીસે રૂ. 53,850 નાં મુદામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પાંચ પત્તા પ્રેમીઓને રોકડ રકમ રૂ. 53,850 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેરના તિથવા ગામની કાંકરીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપી સરફરાજ શેરસીયા દ્વારા પોતાની વાડીની…
કટલેરીની દુકાનમાં બનેલી ઘટનાવાંકાનેર કટલેરીની દુકાનમાં બનેલી ઘટના વાંકાનેરની ભરબજારમાં ધોળે દહાડે તસ્કર કટલેરીની દુકાનમાંથી દોઢ લાખની મતા ભરેલું પર્સ ચોરી નાસી જતા ચકચાર જાગી છે, જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા વીડિયો વાયરલ થયો છે.વાંકાનેરની મુખ્યબજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ કટલેરીવાળાની દુકાનમાંથી એક અજાણ્યો શખ્સ રૂપિયા દોઢ લાખની માલમતા ભરેલું પર્સ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે, ગઠિયો દુકાનમાંથી પર્સ ચોરી કરીને ભાગતા સીસીટીવીમા કેદ પણ થઈ ગયો છે અને હાલ વીડિયો પણ વાયરલ થયો છે.
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પોલીસ લાઈન ખાતે વિદ્યાર્થી ચિત્ર સ્પર્ધા મા 36 પોલીસ પરિવારના બાળકોએ ભાગ લીધો!!! વાંકાનેર પોલીસ લાઈન ખાતે તાલુકા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ ક્રોચિંગ ક્લાસ અંતર્ગત ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન વિગેરે વિદ્યાર્થી બાળકોના ટેલેન્ટ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નો કાર્યક્રમ વાંકાનેર પોલીસ લાઈન ખાતે ગત તારીખ 15 7 2024 ના રોજ રાખવામાં આવ્યો હતો જેમાં ૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા 36 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત તાલુકા પીએસઆઇ સહિત સમગ્ર પોલીસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામો વિતરણ કરવા આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર પોલીસ…
વાંકાનેરના મહિકા ગામની સીમમાં ખેડૂતની વાડીએ રહી ખેતમજૂરી કરતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું…. વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ રહી ખેતમજૂરી કરતી 20 વર્ષિય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં આવેલ ખેડૂત ગુલાબભાઈ હુસેનભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારના સુભાનીબેન સભાભાઈ ચૌહાણ (ઉ.વ. 20) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર…
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતી વેળાએ એસી કંપ્રેસરમાં વિજશોક લાગવાથી શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડીઝાઇન સીરામીક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતા સમયે મૂળ ઝારખંડના વતની રેગોભાઇ સીદીલભાઇ સવાઇયા (ઉ.વ. 30) નામના યુવાનનો હાથ એસીના કંમ્પ્રેસરને અડી જતા તેને વિજશોક લાગ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી…
વાંકાનેર લક્ષ્મી પરા ઝમ ઝમ ગ્રુપ દ્વારા મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી 9 ચાંદ સુધી વિવિધ ખાદ્ય સામગ્રી ની ન્યાઝ લંગર નો કાર્યક્રમ યોજાયો byઆરીફ દીવાન વાંકાનેર અહીં આવેલા લક્ષ્મીપરા વિસ્તારમાં છેલ્લા ૧૨ વર્ષથી સતત ઝમઝમ ગ્રુપ દ્વારા નબ્બી ના નવાશા ઈમાને આલી મકામ શહીદે ઇમામે હસન હુસેન ની યાદમાં આશિકે હુસેન દ્વારા મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી ઈશાની નમાજ બાદ ન્યાઝ તકસીમ ( લંગર) છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહ્યું છે જેમાં જુદા જુદા ખાદ્ય સામગ્રી જુદી જુદી વેરાઈટી ની ન્યાઝ તકસીમ ઝમ ઝમ ગ્રુપ ના આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે તેમાંઝમઝમ ગ્રુપ લક્ષ્મીપરા શેરી નંબર એક…
છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જાડાયામધ્યપ્રદેશ હાઈકોર્ટના એક જજ ભાજપમાં સામેલ થયા છે. આ એ જ જજ છે જેમણે છેડતીનો ભોગ બનેલી યુવતીને આરોપીને રાખડી બાંધવાનો વિવાદાસ્પદ ચૂકાદો આપ્યો હતો. પ્રદેશ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રોહિત આર્ય તેમની નિવૃત્તિના ત્રણ મહિના પછી નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ અનેક વિવાદાસ્પદ ચૂકાદાને કારણે મીડિયાામાં ચમકતા રહ્યા હતા. ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમના ચૂકાદાઓથી ખૂબ ખુશ હતા અને તેમના નિર્ણયો પર નિવેદનો પણ આપ્યા હતા. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે, કેમ કે જજસાહેબ ઓફિશ્યિલી…
વાંકાનેરના જોધપર ગામના ઓવરબ્રિજ પરથી દેશી દારૂ ભરેલ કારમાં રૂ. 3.12 લાખનાં મુદ્દામાલ સાથે બે ઝડપાયાં…. દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પોલીસે રસ્તામાં જ ઝડપી લીધા, વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના જોધપર ગામ નજીક ઓવરબ્રિજ પરથી પસાર થતી એક ટાટા ટીગોર કારને રોકી તલાશી લેતા કારમાંથી 625 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં કાર ચાલક સહિત બે ઇસમોની ધરપકડ કરી બંને સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના જોધપર ગામ નજીક નેશનલ…