વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા (ઉ.વ. 35) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
કવિ: wcity
ખેડૂતો ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચની કરી જાહેરાત15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ખેડૂતો હવે ત્રણ નવા ફોજદારી કાયદા વિરુદ્ધ દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ટ્રેક્ટર માર્ચની સાથે નવા ફોજદારી કાયદાની…
બે જૂથ સામસામે આવી જતા બે ઘાયલ, સારવાર માટે રાજકોટ ખસેડાયા મોરબી : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આજે સોમવારે સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીના વેરઝેરમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થઈ હતી સાથે જ એક કાર સળગાવી નાખવામાં આવતા મોરબી ફાયર ટીમ બનાવ સ્થળે રવાના થઈ છે. બીજી તરફ ચૂંટણીના ડખ્ખાની જાણ થતા વાંકાનેર પોલીસ કાફલો મેસરિયા ગામે રવાના થયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આજે સોમવારે સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીના મનદુઃખમાં બે જૂથ સામસામે આવી જતા મારામારી થતા બે વ્યક્તિઓને ઇજાઓ પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતો.…
વાંકાનેર તાલુકમાંથી સગીરાનું તા 28 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેથી કરીને અપહરણ તથા પોક્સોના ગુનામાં આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી અને ભોગ બનનાર સગીરા અમરેલીમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે સગીરાના અપહરણ અને પોકસોના ગુનામાં આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (18) રહે. શેખરડી તાલુકો વાંકાનેર વાળાની અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
વાંકાનેર તાલુકમાંથી સગીરાનું તા 28 ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેથી કરીને અપહરણ તથા પોક્સોના ગુનામાં આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં આરોપી અને ભોગ બનનાર સગીરા અમરેલીમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે સગીરાના અપહરણ અને પોકસોના ગુનામાં આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (18) રહે. શેખરડી તાલુકો વાંકાનેર વાળાની અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
ચાંદીપુરા વાયરસે લીધો 27 બાળકોનો ભોગ, કુલ 71 કેસ નોંધાયા ચાંદીપુરા વાઇરસે ગુજરાતમાં કાળો કહેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચાંદીપુરા વાઇરસે કુલ 27 બાળકોનો ભોગ લઇ લીધો છે. જ્યારે આ વાઇરસના કુલ 71 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યારે વાયરલ એન્કેરેલાઈટિસના 71 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેર, અરવલ્લી અને મહેસાણામાં ચાર, મહિસાગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં બે-બે, ગાંધીનગર ગ્રામ્ય, ખેડામાં પાંચ, પંચમહાલમાં 11, વડોદરા શહેર-ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર અને કચ્છમાં એક કેસનો સમાવેશ થાય છે.શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ શરૂઆતના તબક્કે પૂણે મોકલાયા હતા. જેના રિપોર્ટ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં અરવલ્લી,મહેસાણામાં સૌથી વધુ…
ટંકારાના ઘુનડા ગામે તળાવમાં ખનીજ ચોરી : હિટાચી જપ્ત મોરબી : ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે તળાવમાં ખનીજચોરી થતી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી મોરમની ખનીજ ચોરી મામલે એક હિટાચી મશીન કબજે કરી દંડનીય કાર્યવાહી કરવા કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સુચનાથી અને માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય ટીમનાં રોયલટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા ટંકારા તાલુકાના ધુનડા ગામનાં તળાવ વિસ્તાર આસપાસ ખનીજ ચોરી અંગે બાતમી મળતા ગઈકાલે તા.20-07-24ના રોજ આકસ્મિત દરોડો પાડવામાં આવતા એક એસ્કેવેટર મશીન (હિટાચી) જેનાં સિરિયલ નંબર N635D00014 ના ચાલાક ગણેશ પારાષનાથ પાશવાન રહે.…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા ટાઇલ્સ ફેકટરીના યુનિટ નંબર -2ની લેબર કોલોનીમાં રહેતી મૂળ ઝારખંડની બાલેમાદેવી જગમોહન બીરશા તિયું ઉ.24નામની પરિણીતા બેભાન થઈ ઢળી પડયા બાદ બેભાન હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલિસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ ચોક નજીકથી સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા રહે. નવાપરા, સંધી સોસાયટી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર : શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત સરધારકા રોડ પર આવેલ પલાંસડી વીડી ખાતે માધવ ગૌ સેવા ગ્રુપ- વાંકાનેર દ્વારા ગત તા. 17 જુલાઈ ને અષાઢ સુદ અગિયારસનાં પવન દિવસ નિમિત્તે 51 ગુણી ખોળ ગૌમતા અને ગૌ વંશોને ખવડાવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. આ તકે માધવ ગૌ સેવા ગ્રુપ વાંકાનેરનાં દરેક મેમ્બર પરિવાર સાથે રહીને પોતાના હાથે ગૌવંશને ખોળ ખવડાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પ્રંસગે મિતુલ પરમાર, સાગર કાગડા, રાહુલ ગુગડિયા, કિશન ગોહેલ, અજય સોની, રાજ સોમાણી, જયદીપ ત્રિવેદી, હિમાંશુ કાગડા, રવી કંસારા, વિમલભાઈ, પ્રશાંત ગૌસ્વામી, રાજ દોશી, રવી દલસાનીયા, ભવન ભટ્ટ, ભાવેશ જોબનપુત્રા, વિપુલ જોબનપુત્રાએ ભારે…