ભારે કરી….: વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં વાડીમાં દાટેલ માટલામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…. બુટલેગરની વાડીમાંથી 71 બોટલ વિદેશી દારૂની ઝડપાઇ, આરોપી ફરાર…. વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક વઘાસીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં દરોડો પાડી ઇલેક્ટ્રિક એન્ટેના નીચે જમીનમાં ખાડો કરી માટલા દાટી તેમા સંતાડેલ 71 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં આરોપીને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં રેલ્વેના પાટા પાસે આવેલ આરોપી સહદેવસિંહ ઉર્ફે રાણાની વાડીમાં દરોડો પાડી…
કવિ: wcity
રાજકોટના બુટલેગરે વાંકાનેરના તીથવા ગામે આવેલ વાડીમાં સંઘરી રાખેલ 468 બોટલો દારૂ-96 બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળવાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી-જુદી 468 બોટલો અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 2,08,740 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપી હાજર ન હોય રાજકોટના બુટલેગરનો માલ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાંપેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા…
વાંકાનેરના તીથવા ગામે વાડીની ઓરડીમાંથી 35 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપાયો મોરબી જિલ્લા એસીબની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 35 પેટી જેટલો માલ મળી આવ્યો છે. જોકે આરોપી હાજર મળી આવેલ ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અને આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે તીથવા ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારની ઓરડીમાં દારૂમાં જથ્થો હોવાની હકીકત…
વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે હાલમાં મોરબીના શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ ધ ગ્રાન્ડ રેસ્ટોરન્ટ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 5000…
વાંકાનેર બાયપાસ રોડે મચ્છુ નદી ઉપરના બ્રિજનો સ્લેબ બેસી જતાં વાહનોની અવરજવર બંધ: ગાંધીનગર રિપોર્ટ કરાયો મોરબી જિલ્લાના વાંકાનેર બાયપાસ રોડે મચ્છુ નદી ઉપર પંચસર અને રતિદેવળી ગામને જોડતો બ્રિજ બનાવવામાં આવેલ છે આ બ્રિજનો એક સ્લેબ બેસી ગયો છે. જેથી કરીને બ્રિજ જોખમી બન્યો હોય હાલમાં તે બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરાવવામાં આવી છે તેવું માર્ગ મકાન વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અને આ અંગે રાજ્યના ડિઝાઇન સર્કલ ઓફિસરને જાણ કરવામાં આવી છે જેથી હવે ટેકનિકલ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યા બાદ પુલના રીપેરીંગ કામ માટેની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળી રહ્યું છે રાજ્યના જુદા…
વાંકાનેરના લાકડધાર ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામે રહેતો ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામ જાતે પટેલ (40) નામનો યુવાન વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન ગ્રેનાઈટો સીરામીક નામના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કામ કરતા સમયે કોઈ પણ કારણોસર તેને…
વાંકાનેરના સિંધાવદર ગામે પીએસસી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ચંદીપુરા જેવા રોગો અટકાયતી ઝુંબેશ સિંધાવદર પીએસસીના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મેડિકલ ઓફિસર ભાવિકા ચંદારાણા અને સુપરવાઇઝર એચ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી ઘરે ઘરે જઈ તાવના કેસ શોધી સારવાર આપવી, મચ્છરના પોરા(લાર્વા)નાશક દવા નાખવી, નકામા પાણીના પત્રોનો નિકાલ, પત્રિકા વિતરણ, પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI…
સાતનાલા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ પતા પ્રેમી 3310 રોકડા રૂપિયા સાથે પકડાયા વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ને મળેલી સચોટમીના આધારે રેડ કરતા જીનપરા સાતનાલા પાસે જાહેરમાં જુગાર (૧) સુરેશભાઈ રમેશભાઈ રાણેવાડીયા(૨) રમેશભાઈ રામજીભાઈ ડાભી બંને રહે જીનપરા વાંકાનેર (૩) તસલીમ અયુબભાઈ શેખ રહે રાજા વડલા રોડ વાંકાનેર સહિતને પકડીને કુલ રોકાડા રૂપિયા 3310 મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
વાંકાનેર તાલુકા ના સાવચેતીના ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી જુદા-જુદા ગામો લુણસર, ખાનપર, જામસર, આણંદપર, વરડુંસર ખાતે ચોમાસાઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના સુપરવાઇઝર આર. એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ તમામ MPHW, CHO તથા આશાબહેનોએ સાથે મળીને પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કર્યો છે. આ ઉપરાંત ઘરે-ઘરે પોરા નાશકની કામગીરી કરી છે. તથા પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશનની કામગીરી કરી છે. સાવચેતીના ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર…
વાંકાનેર નજીક કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ સાડા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેર નજીક આવેલ કારખાનામાં રહેતા પરિવારના સાડા ત્રણ વર્ષના બાળકને કારખાનામાં સૂતો હતો ત્યારે સાપ કરડી જતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક રાતીદેવરી પાસે આવેલ જેબીએસ રિફેકટરી કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલભાઈ મંગલસિંગ ડામોર જાતે આદિવાસીનો સાડા…