કવિ: wcity

વાંકાનેરની ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે વિદ્યાર્થીના સ્કૂલ લિવિંગ સર્ટિમાં નિયમોને નેવે મૂકીને બાપનું નામ ફેરવી નાખ્યું ! વાંકાનેરમાં આવેલ ઇંગ્લીશ મીડીયમની સ્કૂલમાં બાળકના લિવિંગ સર્ટીમાં ગોટાળા કરવામાં આવ્યા છે તેવી માહિતિઉ પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેથી કરીને શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વાંકાનેરમાં આવેલ કીઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના જનરલ રજીસ્ટર નંબર ૩૮૬ પર તુલસીયાણી જેનીશ અશોકભાઈના નામે ધોરણ સાતમાં પ્રવેશ આપેલ છે તે હકીકતમાં આ બાળક નિર્મલા ફોન્મેન્ટ સ્કૂલના જનરલ રજીસ્ટર નંબર ૨૬૭૧ પર મીંડા જેનિસ વિકાસભાઈના નામે નોંધાયેલ છે આ બાળકનું ધોરણ સાતનું અભ્યાસ ચાલુનું લવિંગ સર્ટી ૧/૭/૨૨ ના રોજ બાળકની…

Read More

વાંકાનેરમાં નવાપરામાં રહેતા આમીર શરીફભાઈ કાબરા એ ખૂબ નાની ઉંમરમાં સમગ્ર રમઝાન માસ દરમિયાન રોજુ રાખી વાંકાનેર શહેર માં નાના રોજદારે જીવન નુ પહેલુ રોજુ રાખ્યું હતુ જે પરાસરા પરિવારના સૈફ ફઈમ હુસેન પરાસરા એ આટલી કાળજાળ ગરમીમાં રોજુ રાખી ઈબાદત કરી હતી અને દેશ દુનિયા માટે અમન શાંતી માટે દુઆઓ કરી હતી અને આ રોજદારને ઘરના તમામ વ્યકિતઓ એ ફુલહાર પહેરાવી હોસલા અફજાયી કરવામાં આવી હતી અને પરિવાર સાથે રોજુ ખોલી દુઆઓ કરવામાં આવી હતી.

Read More

વાંકાનેરમાં નવાપરામાં રહેતા સાહિલ ઈમરાન ભાઈ કાબરા એ ખૂબ નાની ઉંમરમાં સમગ્ર રમઝાન માસ દરમિયાન રોજુ રાખી દુઆ કરી વાંકાનેર શહેર માં નાના રોજદારે જીવન નુ પહેલુ રોજુ રાખ્યું હતુ જે કાબરા પરિવારના સાહિલ ઈમરાન ભાઈ કાબરા એ આટલી કાળજાળ ગરમીમાં રોજુ રાખી ઈબાદત કરી હતી અને દેશ દુનિયા માટે અમન શાંતી માટે દુઆઓ કરી હતી અને આ રોજદારને ઘરના તમામ વ્યકિતઓ એ ફુલહાર પહેરાવી હોસલા અફજાયી કરવામાં આવી હતી અને પરિવાર સાથે રોજુ ખોલી દુઆઓ કરવામાં આવી હતી.

Read More

વાંકાનેરમાં ડમ્પરની ઠોકરે વૃદ્ધ ઈજાગ્રસ્ત વાંકાનેર : વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ ગતિએ ચલાવી આવતા ડમ્પરના ચાલકે અચાનક પોતાના વાહનને સર્પાકાર કાવુ મારતા બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક કેબલ કનેક્શનના ધંધાર્થીને બાઈક સહીત નીચે પછાડી દેતા બાઈક ચાલકના હાથ ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું અકસ્માત કરી ડમ્પર ચાલક પોતાનું વાહન લઇ ઘટના સથકેથી નાસી ગયો હતો. ત્યારે અકસ્માતના બનાવમાં બાઈક સવાર વૃદ્ધને હાથમાં થયેલ ગંભીર ઇજાને કારણે સારવારમાં ડોક્ટર દ્વારા એક હાથ ઓપરેશન કરી કાપી નાખવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર વાંકાનેર વાંકાનેરની એકતા સોસાયટી ટેલિફોન એક્સચેન્જની બાજુમાં રહેતા અલીભાઇ હસનભાઇ…

Read More

વાંકાનેરમાં વેલ્ડિંગના ધંધાર્થીનું હાર્ટએટેકથી મૃત્યુ વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર ચેમ્બરમાં આવેલ વેલ્ડિંગની દુકાનમાં ચાલુ કામે હાર્ટ એટેક આવતા દુકાન માલિક એવા આધેડ સ્થળ ઉપર ઢળી પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના મીલ પ્લોટમાં રહેતા શંકરભાઇ લક્ષ્મણભાઇ કુંમખાણીયા ઉવ.૪૦ની વેલ્ડીંગની દુકાન જડેશ્વર ચેમ્બરમાં આવેલી છે ત્યારે ગઈકાલ તા.૦૯/૦૪ના રોજ બપોરના સમયે શંકરભાઈ પોતાની દુકાનમાં વેલ્ડીંગનું કામ કરતા હોય ત્યારે અચાનક તેમને જોરદાર હૃદયરોગનો હુમલો આવતા તેઓ ત્યાં ઢળી પડતા શંકરભાઈને સારવારમાં વર્કાબેર સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેઓને જોઈ તપાસી મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી…

Read More

વાંકાનેરના જુના રાજાવડલા ગામે યુવકને માર મરાયો વાંકાનેર : વાંકાનેરના જુના રાજાવડલા ગામે વાડી વિસ્તારમાં રહેતા વિશાલભાઇ ગોરધનભાઇ દેત્રોજા ઉવ.૨૬ એ આરોપી ભરત ગોવિંદભાઇ ગમારા રહે.રાજાવડલા ગામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૮/૦૪ના રોજ વિશાલભાઈ તેની બહેનના ઘરે પોતાની માતાને તેડવા ગયેલ હતો ત્યારે આરોપી ભરત ગોવિંદભાઇ ગમારાએ વિશાલભાઈને રસ્તામા રોકી ગાળો દેતા વિશાલભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ ધોકા વતી હુમલો કરી વિશાલભાઈને જમણા હાથે મુંઢ માર માર્યો હતો, ત્યારે સમગ્ર બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read More

વાંકાનેરની જામસર ચોકડી નજીકથી બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ બે શખ્સ ઝડપાયા વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન તાલુકાની જામસર ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા બાઇક સવાર પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં બે શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકાની જામસર ચોકડી ખાતે મકતાનપર રોડ તરફથી આવતા એક શંકાસ્પદ ડબલ સવારી બાઈકને પોલીસે રોકી તલાશી લેતા બાઇક સવાર પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં…

Read More

હળવદ ખાતે 9 – સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન યોજાયું ગઈ કાલે હળવદ ખાતે 9 – સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતુ.જેમાં ચંદુભાઈ શિહોરા સાથે થાન – ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, ધોળકા – ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગળ, ગુજરાત પ્રદેશ ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જીંજવાડિયા, વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, પૂર્વ ધારાસભ્યશ્રી પરષોત્તમભાઈ સાબરીયા, વાઘજીભાઈ ડાંગરોચા, કાળુભાઈ કાંકરેચા સહિતના સમસ્ત કોળી સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ સરપંચશ્રીઓ તથા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા…

Read More

વાંકાનેર નજીકના વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે એક પકડાયો: એકની શોધખોળ વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસેથી મોરબી તરફ આવતા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ ઇકો ગાડીને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડી ચેક કરવામાં આવતા તેમાંથી ૪૦૦ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૩.૦૮ લાખના મુદ્દામાલને કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂ મંગાવનાર શખ્સનું નામ સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ જતા…

Read More