વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વિરપુર ગામે જાહેરમાં જુગારમાં અલગ અલગ બે રેડ કરીને 11 પત્તા પ્રેમી પકડાયા વાંકાનેર તાલુકાના વીરપર ગામે લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા(૧) બુટાભાઈ મેરાભાઇ દેકાવાડીયા(૨) ધનજીભાઈ વાલજીભાઈ દેકાવાડીયા(૩) વનરાજભાઈ માધાભાઈ દેકાવાડીયા(૪) હિતેશભાઈ કરસનભાઈ ડાંગરોચા(૫) સુનિલભાઈ ભગાભાઈ ડાંગરોચા (૬) સાગરભાઇ રમેશભાઈ ડાંગરોચા તમામ રહે વીરપુર તાલુકો વાંકાનેર સહિતને રોકડા રૂપિયા 12600 પકડીને જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વાંકાનેર ના વીરપુર ગામે દૂધની ડેરી ની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પકડાયા વાંકાનેર તાલુકાના વીરપર ગામે દૂધ ડેરીની પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા (૧) અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા (૨) બાબો બેચરભાઈ…
કવિ: wcity
વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કોઠી થી હોલમઢ રોડ ઉપર સ્ટીક લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કોઠી થી હોલમઢ રોડ ઉપર સ્ટીક લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) ચંદુભાઈ કાળુભાઈ દેત્રોજા(૨) દામજીભાઈ ઘોઘા ભાઈ ધોળકિયા(૩) મહેશભાઈ દેવાભાઈ ઉર્ફે દેવરાજ ભાઈ રોજાસરા (૪) દિનેશભાઈ મગનભાઈ ચારલા સહિત ને પકડી પાડી કુલ રોકડા રૂપિયા 6500, કબજે કરી જુગાર ધારા 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. ઓવૈસીએ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. એટલું જ નહીં, યુપીની સહારનપુર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે પણ તેના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે. બંધારણ વિરુદ્ધ છે. ઈમરાન મસૂદે કહ્યું કે સરકાર દલીલ કરી રહી છે કે વક્ફ બોર્ડ એક સંસ્થા છે અને તે કોઈ ધાર્મિક સ્થળ…
મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.19એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમા આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામની સીરામીક ફેક્ટરીમાંથી ગત તા.3ના રોજ કોઈ અજાણ્યો ચોર ઇસમ રૂપિયા 3.60 લાખની કિંમતનો 600 કિલોગ્રામ કોપરના વાયરની ચોરી કરી જતા ફેકટરીના સંચાલક પાર્થ અનિલભાઈ લોરીયા રહે.કેનાલ રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં બંધ પડેલી કિલનમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 93,500ની કિંમતના પ્લેટીનયમના તારની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર ના લાકડધાર ગામની સીમમાં આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો સિરામિક ફેક્ટરીમા મેઇન્ટનન્સની કામગીરીને કારણે બંધ કરવામાં આવેલ કિલનમાંથી કોઈ અજાણ્યો તસ્કર 17 થર્મોકપલમાંથી પ્લેટીનીયમના તાર ચોરી કરી જતા કારખાનાના ભાગીદાર રાજુભાઇ હીરાભાઈ માલકીયા રહે.લાકડધાર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે
મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યું હતું જેને લઈને આખા રાજ્યમાં ઓહાપોહ મચી ગયો હતો અને ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વઘાસિયાના સરપંચ અને તેના ભાઈ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ કેસને ધ્યાને રાખીને મોરબીના ડીડીઓ દ્વારા વઘાસિયાના સરપંચને તેના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા…
વાંકાનેર ખાતે 4/08/2024 ને રવિવારના દિવસે ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનમાં આયોજીત કાર્યક્રમમાં સ્વાગત માટે ગાંગિયાવદર પ્રા.શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વાગત ગીત અને પિરામિડ રજૂ કરેલ. સાળંગપુર ધામ આર્યન ભગત તથા કાળાસર ઠાકરધણીની જગ્યાનાં મહંત પ. પું. વાલજી ભગત તથા પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા તથા વાંકાનેર રેન્જ ફોરેસ્ટનાં આરએફઓ શ્રી જે. જી. મેણીયા સાહેબ તથા વાંકાનેરનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોળી સમાજના સામાજીક અને રાજકિય આગેવાનો તથા વાલીઓ તથા સરકારી કર્મચારીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સિલ્ડ, પ્રમાણપત્ર, શૈક્ષણિક કીટ આપવામાં આવેલ.આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે મહંત પ. પું. વાલજી ભગતશ્રીએ ઉદ્બબોધન આપેલ. તેમજ…
હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર PSI અને PIની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહી. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ…
: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIRના ઉપયોગથી સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા 1,76,649ની કિંમતના ખોવાયેલા કુલ 7 ફોન શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા છે. જેમાં વાંકાનેરના એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એલ.એ.ભરગા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR એપ્લિકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલા મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને એપ્લિકેશનનું રોજે રોજનું અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા કુલ 7 મોબાઈલ ફોન કી. 1,76,649ના શોધી કાઢી અરજદારોને પરત સોંપી તેરા તુજે અર્પણ તથા પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કર્યું છે.