મોરબી સીટી એ ડિવિઝન પોલીસની હદમાં આવેલા આલાપ રોડ પરથી ચોરીના બાઈક સાથે પસાર થનાર આધેડને પેટ્રોલિંગમાં એલેટ રહેલી પોલીસે ઝડપી પાડ્યો છે જે અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગત એવી છે કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાનો આદેશ જિલ્લા પોલીસ વડાનો હોય જે આદેશ અનુસાર ફરજમાં એલર્ટ રહેલી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ ને શોધવા કડક પેટ્રોલિંગ હાથ ધર્યું હોય એ સમય દરમિયાન શહેરના આલાપ રોડ પરથી એક ઈસમ ચોરીના બાઈક સાથે પસાર થતાં પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતા સરદાર બાગ પાસેથી ચોરી થયાનું ખુલ્યું હતું આજે જ પાસે મોટરસાયકલ ના કાગળ ના નીકળતા…
કવિ: wcity
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વાંકાનેર , હળવદ અને ચંદ્રપુરની બેઠકો પર આજ સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું..
હું સુરદાસ છું, હંમેશા મતદાન માટે તત્પર રહું છું અને અન્ય નાગરિકો પણ લોકશાહીમાં પવિત્ર મતદાન માટે આગળ આવે : દિવ્યાંગ મતદાર શ્રી નેપાભાઈ દેવાભાઇ અજાણા મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જન સામાન્યની સાથો સાથ દિવ્યાંગ નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વાંકાનેર હળવદ અને ચંદ્રપૂરમાં હાલમાં અત્યારે ચુંટણીનો ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે દિવ્યાંગ મતદાર શ્રી નેપાભાઈ દેવાભાઇ અજાણા ઉંમર વર્ષ ૫૮ એ જણાવ્યું હતું કે આજના આ લોકશાહીના પવિત્ર પ્રસંગે હું સુરદાસ હોવા છતાં ઉત્સાહભેર દેશ પ્રત્યે મારી ફરજ બજાવવા હાજર થયો છું અને મેં ઉત્સાહભેર મતદાન કર્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાના તમામ…
૬૦ થી લઈને ૧૦૦ વર્ષના વયોવૃદ્ધ નાગરિકોએ કર્યું ઉત્સાહભેર મતદાન મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજ સવારના ૦૭:૦૦ કલાકથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આબાલવૃદ્ધ નાગરિકો સર્વે સાથે મળીને વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઉત્સાહભેર ઉમટી રહ્યા છે. તેના ભાગરૂપે આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ વાંકાનેરના વિવિધ તાલુકા મથક પર ખૂબ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ નાગરિકોએ મતદાન કર્યું હતું અને દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.
મોરબી જિલ્લામાં આજરોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.આ તકે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ મતદાન કર્યું હતું. તેઓએ પ્રાસંગિક રીતે જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે અમે પણ આજે મતદાન કર્યું છે. આજે લોકશાહીના પાવન પર્વમાં સ્થાનિક નાગરિકો મતદાન કરવા આગળ આવે અને મહતમ રીતે મતદાન કરે તેવી અમારી સર્વેને અપીલ છે..
મોરબી ડીવાયએસપી એસ. એચ. સારડા મોરબી જિલ્લામાં આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રની સાથે તમામ વિભાગનો સાથ સહકાર સુચારુ આયોજન બદલ મળી રહ્યો છે. મોરબી ડીવાયએસપી શ્રી એસ. એચ. સારડાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્વક અને પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન સાથે જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે છે. જેમાં ૨ ડીવાયએસપી, ૪ પીઆઈ, ૧૦ પીએસઆઈ અને ૧૨૦ હોમગાર્ડ જવાનો ફરજ પર હાલમાં કાર્યરત છે. મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ અને ચંદ્રપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સતત ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો…
મહિલા મતદારો પાયલ બેન અને આરતીબેન મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભાગરૂપે સવારના ૦૭:૦૦ કલાકથી ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે. આબાલવૃદ્ધ સૌ કોઈ આ મતદાનના પવિત્ર પર્વમાં સહભાગી બની રહ્યા છે. ત્યારે વાંકનેરના સ્થાનિક નાગરિકો શ્રી આરતીબેન અને શ્રી પાયલબેને આજે સૌપ્રથમ વાર મતદાન કર્યું હતું જેનો તેમના ચહેરા પર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ તકે બંને બહેનોને જણાવ્યું હતું કે આજે તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ અમે બંને એ પહેલી વાર મતદાન કર્યું છે ત્યારે અમે રોમાંચની સાથે ગૌરવની અને જવાબદારી પણ અનુભવી રહ્યા છીએ. મતદાન કરવું એ આપણો નૈતિક અધિકારની સાથે ફરજ પણ છે તો…
જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરુ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભાગરૂપે આજે સવારે ૦૭ વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાન કરવાનો સમય શરૂ થતાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં વાંકાનેરમાં સવારથી જ મતદાન મથકો ખાતે સ્થાનિકો ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા છે. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે. ત્યારે સવારથી જ મહિલાઓ, યુવાઓ, સિનિયર સિટિઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોચ્યા છે. હાલમાં તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
મોરબી તાલુકા પોલીસની હદમાં આવેલા નીંચી માંડલ ગામની સીમમાં કાલિકાનગર જવાના રસ્તે આવેલ પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.રાજકોટના યુનીવર્સીટી રોડ પર અર્ચના પાર્કમાં રહેતા અજરુંભાઈ માનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સીમેન્સ ગામેશા લીમીટેડ કંપની એ લગાવેલ પવનચક્કી ની પ્રોપર્ટીની દેખરેખ કરવા ઓથોરાઇઝ કરેલ જે પવનચક્કી માં ઉપર જવા માટે રાખેલ દરવાજાના લોક તોડી પવનચક્કીની અંદર બે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કેબલ ચોરી કરવાના ઈરાદે તોડવાની કોશિશ કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ અહેમદ…
“‘પરપ્રાંતિય રાજ્યમાંથી રોજી રોટી માટે વાંકાનેર આવેલા યુવાન ગેમિંગ ના રહેવા ચડી ઓનલાઇન 40,000 જેટલી રકમ હારી જતા ટેન્શનમાં જીવ દઈ દીધો: પોલીસે તપાસ શરૂ કરી”‘વાંકાનેર: આજના યુવા વર્ગ માટે લાલબત્તી સમાન ઘટના પ્રકાશ મા આવી છે આત્મા નિર્ભર થવા સારા વિડીયોગ્રાફી સારી સોચ સાથે જરૂરત જેટલો મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજકાલ યુવા જનરેશન શિક્ષણના શબ્દનું જ્ઞાન મેળવવા ના બદલે મોબાઈલની ટેવ ચડી જતા ના થવાની ઘટનાઓ થવા લાગી છે એ સર્વે માનવ ચિંતક માટે લાલબત્તી સમાન રહી છે.સરકાર દ્વારા જાહેરાતો કરી યુવા વર્ગોને એલર્ટ થવા અને આત્મા નિર્ભર થવાની શાળા સ્કૂલમાં સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમો યોજાતા હોય…