કવિ: wcity

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ ટ્રક ચાલક ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર : વાકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે વાંકાનેર વેલનાથપરામાં રહેતા સગરામભાઈ નંદાભાઈ ઉઘરેજાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જીજે – 32 – ટી – 8394 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8 જુનના રોજ તેમનો પુત્ર અમરશીભાઈ ઉ.27 તેના મિત્ર વિજયભાઈ વસંતભાઈ દલસાણીયાને બાઈક પાછળ બેસાડી કામે જતો હતો ત્યારે…

Read More

વાંકાનેરના જિનપરા જકાતનાકા નજીક કાર હડફેટે મહિલા ઇજાગ્રસ્ત વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાતનાકા નજીક ગત તા.7 જુનના રોજ જીજે – 13 – સીસી – 0615 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે જીજે – 36 – ડી – 9514 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પ્રવીણભાઈ બાબુલાલ ક્લોલા રહે.નવાપરા વાંકાનેર વાળાના બાઈક સાથે અકસ્માત સર્જતાં બાઈક પાછળ બેઠેલા સાહેદ કુસુમબેન પડી જતા પગની પેનીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે સમાધાનની વાતચીત બાદ સમાધાન ન થતા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Read More

વાંકાનેર મેસરીયા નજીક swift કાર ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો વાંકાનેર મેસરીયા ચેકપોસ્ટ નજીક શનિવાર ના રાતના સમયે ચેકપોસ્ટે ચેકિંગ દરમિયાન શંકાના આધારે રોકીને તલાસી લેતા swift કાર ચાલક સોયબ અલી યુસુફભાઈ બાદી ઉંમર વર્ષ ,32 તાલુકો વાંકાનેર પકડીને કાર કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Read More

દોઢસોના દારૂમાં 10 લાખની સ્કોર્પિયો કાર જપ્ત વાંકાનેરના લુણસર નજીક પોલીસે મોરબીના યુવાનને દારૂની અડધી બાટલી સાથે પકડી પાડ્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામના પ્લોટ વિસ્તારમાં તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કાર અટકાવી તલાશી લેતા કારમાંથી રૂપિયા દોઢસોની કિંમતનો 400 મીલી દારૂની ભરેલી બોટલ મળી આવતા પોલીસે દસ લાખની કાર કબ્જે કરી મોરબીના રહેવાસી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લુણસર પ્લોટ વિસ્તારમાં આવેલ સહકારી મંડળી નજીકથી શંકાસ્પદ હાલતમાં રહેલી જીજે – 03 – એનબી – 8888 નંબરની સ્કોર્પિયો કારની તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી મનીષ ઓધવજીભાઈ વસિયાણી ઉ.38…

Read More

વાંકાનેર માં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ વાંકાનેર માં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એસઓજીની ટીમ વાંકાનેર તાલુકામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સમગ્ર ટીમને મળેલ હક્કિત આધારે વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામે રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાંથી ૪૧૮ જીલેટીન સ્ટીક મળી હતી જેથી કરીને પોલીસે જીલેટીન સ્ટીક, વાયર અને મોબાઈલ ફોન વિગેરે મળીને ૧,૨૮,૮૩૬ નો મુદામાલ કાબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝીવ એક્ટની…

Read More

સાઉદી અરેબિયાએ હજ યાત્રીઓની સુવિધા માટે મોટી જાહેરાત કરી છે. આ વખતે હજ દરમિયાન યાત્રાળુઓ તેમના દેશ દ્વારા જારી કરાયેલ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. કિંગડમની સેન્ટ્રલ બેંકે રવિવારે આની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બેંકે યાત્રાળુઓની માંગ અને વ્યવહારોની સુવિધા માટે ઘણી સેવાઓ શરૂ કરી છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે હજ યાત્રીઓ સાઉદી અરેબિયામાં તેમના દેશ દ્વારા જારી કરાયેલ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. બેંકે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાર્ડ આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે જ હોવું જોઈએ. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તીર્થયાત્રીઓ પેમેન્ટ માટે તેમના સ્થાનિક એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. MADA દ્વારા પણ રોકડ…

Read More

આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દેશે દસ્તક, સતત 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે છ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે (10મી જૂન) વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે.રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે હવે ટૂંક સમયમાં જ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ ચોમાસાને લઈને સારા સમાચાર આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે.સાબરકાંઠા ,ગાંધીનગર ,અરવલ્લી…

Read More

અંતે વાંકાનેરના હોલમઢમા દીપડો પાંજરે પુરાયો, લોકોને રાહત પાંજરે પુરાયેલ દીપડાને રામપરા વીડીમા કેદમાં રખાશે મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં દીપડાઓનો કાયમી વસવાટ છે ત્યારે હોલમઢ અને જાલસિકા ગામ નજીક દીપડાના આંટાફેરા વધતા વનવિભાગે લોકોની ફરિયાદ બાદ પાંજરું મુકતા ગતરાત્રીના અંદાજે પાંચથી છ વર્ષનો દીપડો પિંજરામાં કેદ થયો છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાંકાનેર પંથકના જાલસિકા, હોલમઢ, રામપરા સહિતના વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે, તાજા ભૂતકાળમાં દીપડો વાંકાનેર શહેરમાં પણ આંટાફેરા કરી ગયો હતો ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દીપડો હોલમઢ અને જાલસિકા ગામમા આંટાફેરા કરવા લાગતા ભયભીત બનેલા લોકોએ વન વિભાગને ફરિયાદ કરતા બે દિવસ પહેલા હોલમઢ…

Read More

વાંકાનેરના જીનપરા જકાતનાકા ખાતે ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે ત્રણ શખ્સોએ યુવાનના ટાંટીયા ભાંગી નાખ્યા…! પેસેન્જર ભરવા બાબતે ત્રીજી વખત ડખ્ખો થયો, રોજબરોજ થતી મારકુટથી કાયદો વ્યવસ્થાના લીરેલીરા…. વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી ત્રણ શખ્સોએ મળી યુવાન પર હુમલો કરી બેફામ માર મારી ટાંટીયા ભાંગી નાંખવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ બનાવમાં અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, ફરી આ જ ઝઘડામાં ધોકા ઉડતા હાઇવે ચોકડી ખાતે પોલીસની નજર સામે જ કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા ખાતે રહેતા ફરિયાદી ફેજલભાઈ હુશેનભાઈ પીપરવાડીયાએ વાંકાનેર…

Read More

વાંકાનેરની મેસરીયા ચેકપોસ્ટ નજીકથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયાં…. મોરબીના બે યુવાનોને કુલ રૂ. 12.57 લાખના મુદ્દામાલ સાથે મોરબી એસઓજી ટીમે ઝડપી પાડ્યા…. વાંકાનેર તાલુકાની મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે અહીંથી પસાર થતી એક ઇનોવા કારને રોકી તલાશી લેતા કારમાં બેઠેલા બે યુવાનો પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવતા પોલીસે મોરબીના વતની બે યુવાનોને કુલ રૂ. 12.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી.ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ…

Read More