વાંકાનેર શહેરના શિવપાર્ક ખાતે રહેણાંક મકાનમાંથી 36 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના શિવપાર્ક વિસ્તારમાં આવેલ એક રહેણાક મકાનમાં દરોડો પાડી 36 બોટલ વિદેશી દારૂ સાથે એક યુવાનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં શેરી નં. ૪ ખાતે આવેલ વિવેક જીતેન્દ્રભાઈ માણેક(ઉ.વ. 25)ના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાનમાંથી 24 નંગ મેકડોવેલ નંબર વન વિદેશી દારૂ તથા 12 નંગ ઓલસીઝન બ્રાન્ડ વિદેશી દારૂ સહિત કુલ 36 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 13,800)…
કવિ: wcity
ભક્તજનોની વર્ષો જૂની માગ પૂર્ણ થઈ: વાંકાનેરથી માટેલધામ સુધી ST તંત્ર દ્વારા નવી સ્પેશિયલ બસ ફાળવવામાં આવી; માઇ ભક્તોમાં ઉત્સાહની લાગણી છવાઈ વાંકાનેરથી 17 કિ.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ છે. હાલ ST તંત્ર દ્વારા વાંકાનેરથી માટેલ યાત્રાધામના રૂટ માટે સ્પેશિયલ નવી બસ ફાળવવામાં આવી છે. જેને પગલે માઇ ભક્તોમાં ઉત્સાહની લાગણી છવાઈ છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી 3 દિવસ પૂર્વે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવી 321 એસટી…
નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ અલગ જગ્યા માટે ૩૪૦૦ થી વધુ ભરતી કરવામાં આવશે. એસટી બસમાં ૨૧૦૦ જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે, જ્યારે ૧૩૦૦ જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરાશે.ગુજરાત એસટી વિભાગમાં આટલા મોટા પ્રમાણમાં ભરતી માટે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં એસ.ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત ૨૧૦૦, કંડક્ટરની કક્ષા માટે અંદાજિત ૧૩૦૦ તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહી છે. જેની…
જામનગર- રાજકોટ રોડ આજે ફરીથી રક્તરંજીત બન્યો છે. ધ્રોલ નજીક ધ્રાંગડા ગામના પાટીયા પાસે બંધ પડેલા એક ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતાં બાઇકના ચાલક રણજીત પર ગામના એક યુવાન નું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક રણજીતપર ગામમાં રહેતો કેશુભાઈ પરસોત્તમભાઈ પરમાર નામનો ૪૫ વર્ષનો યુવાન કે પોતાનું બાઈક લઈને બિયારણ નો સામાન લઈ પર પોતાના ગામે રણજીતપર જઈ રહ્યો હતો. દરમિયાન માર્ગમાં ધ્રાંગડા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે કોઈપણ પ્રકારની નિશાની દર્શાવ્યા વિના પોતાનો ટ્રક માર્ગ પર ઉભો રાખી દીધો હતો. જેથી પાછળથી બાઈક ટ્રક સાથે અથડાઈ પડયું હતું, અને…
મોરબીના લક્ષ્મીનગર નજીક ભાઈએ ભાઈને છરીનો ઘા ઝીકયો: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ કારખાનામાં કામ કરતા યુવાનને કોઈ કારણોસર તેના ભાઈએ સાથળના ભાગે છરીનો ઘા મારી દીધો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક આવેલ ગીતા પાઇપ નામના કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા ડાયાભાઈ રઘુભાઈ રાઠોડ (૩૫)ને સાથળના ભાગે છરીનો ઘા મારવામાં આવ્યો હોવાથી…
મોરબીના કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિત ૧૦ સોસાયટીના વરસાદી પાણી નિકાલ બાબતે સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે બાંય ચડાવ્યા બાદ મામલો થાળે પડ્યો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિતની ૧૦ જેટલી સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે થઈને પાઇપલાઇનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન પાથરવાનું કામ ચાલી રહ્યું છે દરમિયાન કોન્ટ્રાક્ટરે સીધી પાઇપલાઇન નાંખવાના બદલે વચ્ચે આવતા દુર્લભ પાર્ટી પ્લોટ પાસે પાઇપલાઇનનું કામ યોગ્ય રીતે ન કરવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને મોરબી નગરપાલિકાના માજી ચેરમેન દેવાભાઈ અવાડિયા…
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પર બગોદરા અને બાવળા પાસે દરોડો પાડી 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડવામાં આવ્યો છે. જેમાં બગોદરા પાસેથી ઝડપાયેલો દારૂ હરિયાણાથી ભરાઈને રાજકોટ આવી રહ્યો હતો જ્યારે બાવળા પાસેથી પકડાયેલો દારૂ થાન પહોંચાડવાનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 11988 બોટલ દારૂ મળી આવ્યોસ્ટેટ મોનિટરિંગ સેલના PSI ડી.જે.બારોટે બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતાં હાઈ-વે ઉપર સાવંતી જૈન મંદિર સામે રામનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ટ્રેલર નં. આરજે.14.જીઈ.7077ને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી સોડા જેવા પાઉડર ભરેલી 320 ગુણીઓ મળી આવી હતી. આ પછી ગુણીઓ હટાવીને ટ્રક ચેક કરવામાં આવતાં તેમાંથી…
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રવિવારે વહેલી સવારે મર્સિડીઝ કારે બાઇકને ઉલાળતાં બાઇકચાલક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, આ ઘટનામાં પોલીસે કારમાલિક અને કાર લઇ જનાર તેના ભત્રીજાની પૂછપરછ કરતાં બંનેએ દોષનો ટોપલો ડ્રાઇવર પર નાખ્યો હતો, અને ડ્રાઇવર ભૂગર્ભમાં ઉતરી ગયો હોય પોલીસે ઘટના સમયના તમામના મોબાઇલ લોકેશન પર તપાસ કેન્દ્રિત કરી હતી. માધાપર ચોકડી પાસે રહેતા મયુર તુલસીભાઈ તન્ના નામનો યુવાનનો કાર ચાલકે ભોગ લીધો હતો. કાર નંબરના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જી. જાડેજા સહિતની ટીમે તપાસ કરતાં કાર મનહર પ્લોટમાં રહેતા બિલ્ડર પરેશ નાથા ડોડિયાની હોવાનું ખૂલતાં પોલીસે પરેશને બોલાવ્યો હતો, પરેશે પોલીસ…
વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે ચાલતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી સીધું જ લંગર નાખીને કરાતી વીજચોરી પકડી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા માથાના દુખાવા સમાન વીજચોરીનું દૂષણ ડામવા સતત વીજચેકિંગ કરવામાં આવે છે, પરંતુ વીજચોરી કાબૂમાં આવતી નથી. તેવામાં હવે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ વીજચોરી કરવામાં આવતી હોય ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીંછિયાના મોટા માત્રા ગામમાં ચાલી રહેલી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી જેમાં વીજચોરી કરવામાં આવતી હોવાની રાજકોટ પીજીવીસીએલ ગ્રામ્ય વર્તુળ કચેરીને બાતમી મળી હતી. જેને લઈને તા.12મીએ નાયબ ઈજનેરો અને જુનિયર ઈજનેરોની ટીમ બનાવવામાં આવી હતી અને ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોલીસના બંદોબસ્ત સાથે રાખી ત્રાટકી હતી. આ…
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી તા.16 મેના રોજ કરવામાં આવે છે. આ દિવસ મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. ડેન્ગ્યુ એ એડીસ ઈજિપ્તી મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો થવાથી ઉત્પન્ન થાય છે. સ્વચ્છ પાણી ભરીને રાખેલા વાસણોમાં આ મચ્છર જન્મ લેતા હોય છે. રાજકોટ શહેરમાં ગત વર્ષે ડેન્ગ્યુના 267 કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે 18 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં ગત વર્ષે 145 કેસ નોંધાયા હતા અને ડેન્ગ્યુને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 15 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર…