કવિ: wcity

વાંકાનેરની પરિણીતાને મારવા મજબુર કરનાર કેસમાં પતિને સજા મોરબી કોર્ટે સજા ફટકારી વાંકાનેરની પરણીતાને મરવા મજબુર કરવાના કેસમાં નામદાર મોરબી કોર્ટે મૃત્યુ પામેલા જેઠને એબેટ કરી જેઠાણી તેમજ જેઠાણીની પુત્રીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાની સાથે પરિણીતાના પતિને સાત વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયાના નીતાબેન ગણાત્રાના લગ્ન વર્ષ 1993માં વાંકાનેર શહેરમાં રહેતા રાજુભાઈ ચુનીભાઈ રાજવીર સાથે લોહાણા જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન બાદ નીતાબેનને પતિ રાજુભાઈ જેઠ રસિકભાઈ જેઠાણી જસ્મીનબેન તથા જેઠની પુત્રી પૂજા નાની નાની બાબતોમાં દુઃખ ત્રાસ આપવાની સાથે નીતાબેનના પતિ રાજેશભાઈ ઉર્ફે રાજુને વાડીમાં કામ કરતી મહિલા તેમજ…

Read More

સતામાં આવ્યા પછી કોંગ્રેસના મંત્રીએ આપ્યા સંકેત: બાન હટશે તો ફરી રાજકારણ ગરમાશે બેંગ્લુરુ (કર્ણાટક) કર્ણાટકમાં કોંગ્રેસની સારવાર આવતા હવે શિક્ષણ સંસ્થાઓમાં લાગેલા હિજાબ પરનો પ્રતિબંધ હટી શકે છે. આ મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના પુત્ર ખરડેએ સંકેત આપ્યા છે અને આગામી દિવસોમાં આ મામલે રાજકીય ગરમાવો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, એમ્નેસ્ટી ઈન્ડીયાએ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા પર ભાજપ સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં લગાવવામાં આવેલ હિજાબ બાન હટાવવાની માંગણી કરી હતી. જેને લઈને મંત્રી પ્રિયાંક ખરગેએ હવે મોટી વાત કરી છે કે આદેશની સમીક્ષા થશે અને જરૂર પડી તો તે આદેશ હટાવી પણ…

Read More

વાંકાનેર : વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર સીબીઝેડ મોટર સાયકલ લઈને જઈ રહેલા પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળીયાનું બાઈક દીવાલ સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે

Read More

મોરબી જિલ્લામાં એકસાથે 60 પોલીસ કર્મીઓની બદલી કરતા એસપી મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો ઉતાર્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 60 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં જીલ્લા તમામ પોલીસ મથકો મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી, ટંકારા તાલુકા, માળિયા તાલુકા, મહિલા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI સહિતના કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

Read More

વાંકાનેર : વાંકાનેર તાલૂકા નાસરતાનપર રોડ ઉપર આવેલી ઓઆરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ લીમડી તાલુકાના દેવપરા ગામના સોનાબેન ભગીરથભાઈ સોલંકી નામના પરિણીતા ઉંચાઈ ઉપરથી પડી ગયા બાદ પ્રથમ મોરબી બાદ અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Read More

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મકાન સરકારી જમીન પર બનાવાયું હોવાનું ખુલ્યું વાંકાનેર શહેરના મિલ પ્લોટમા એક પરિવાર દ્વારા સરકારી જમીનમાં રહેણાંક હેતુ માટે મકાન બનાવવામાં આવેલ જે અંગે આં પ્રશ્ન જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યો હતો જેમાં મકાન સરકારી જમીન પર ખડકાયેલ હોવાનું ખુલ્યું હતું. શહેરના મિલ પ્લોટ શેરી નં ૫ મા સરકારી જમીન પર મામદ હમિભાઈ સંધી દ્વારા રહેણાંક મકાનનું બાંધકામ કરવામાં આવેલ હતું. જે બાબતને સરકારના સ્વાગત કાર્યક્રમમાં મૂકવામાં આવતા સ્પષ્ટતા થઈ ગઈ હતી કે આ મકાન ખરેખર સરકારી જમીન પર બનાવાયું હતું જેને તાત્કાલિક અસરથી દૂર કરવા નિર્ણય લેવામાં આવતા પાલિકા તંત્રનાં ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા તથા બાંધકામ…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતો આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોવાથી બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામના યુવાને આરોપી જાબીરને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ માથામાં બેટ ફટકારી દેતા ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત બસીરભાઈના ભાઈ પરવેઝભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી જાબીર વિરુદ્ધ આઇપીસી કલમ 323, 325, 504 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Read More

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાંથી સીટી પોલીસ ટીમે અશોક હેમુભાઈ ચૌહાણ નામના શખ્સને મૂનવોક અલ્ટ્રા પ્રીમિયમ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતો આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોવાથી બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામના યુવાને આરોપી જાબીરને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ માથામાં બેટ ફટકારી દેતા ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત બસીરભાઈના ભાઈ પરવેઝભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી જાબીર વિરુદ્ધ આઇપીસી કલમ 323, 325, 504 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Read More

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ: જામનગરનીજીજી હોસ્પિટલમાં ચાર મહિનાના બાળકના પગની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી, ભવિષ્યમાં ચાલવામાં કોઈ તકલીફ નહીં પડે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામે દરગાહ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતાં આમદભાઈ સુમારીયાના ઘરે 11 ડિસેમ્બરના રોજ દીકરાનો જન્મ થયો હતો. જન્મ ધ્રોલ સરકારી દવાખાને થયો હતો. તેના પગ જન્મથી જ ત્રાસા (કલ્બ ફૂટ) હતા. પરિણામે તેના પરિવારમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો.પૂજા વિસોડીયા અને ડો.હાર્દિક રામોલીયા દ્વારા માતા પિતાની મુલાકાત કરી કલ્બ ફૂટ વિષે વિગતવાર માહિતી આપી પરિવારને સાંત્વના આપી હતી. બાદમાં સંદર્ભ કાર્ડ ભરી તા.12-12-2022ના રોજ જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે બાળકને રિફર કરવામાં આવ્યું.…

Read More