કવિ: wcity

બોલેરો, ટેન્કર અને દારૂ-બિયરના જથ્થો મળી રૂ. 24.85 લાખનો મુદામાલ કબ્જે કરતી એલ.સી.બી.સાયલાના બુટલેગર, પાયલોટીંગ કરતુ વાહનના ચાલક અને ટેન્કરના ડ્રાઈવર સહિત ત્રણની શોધખોળ રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર મોરવાડ ગામ નજીક બાજા રાયસંગ પેંડાવાળા હોટલ પાસેથી વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે વિદેશી દારૂ ભરેલુ ટેન્કર અને પાયલોટીંગ કરતુ ઝડપી પાડયું છે. જેમાં રૂ.10.85 લાખની કિંમતનો દારૂ બીયરનો જથ્થો બે વાહન મળી રૂ. 24.85 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર સાયલા પંથકના બે બુટલેગર સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રમાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરો પ્રેરવી કરી રહ્યાની સુરેન્દ્રનગર એસ.પી. હરેશ દુધાતને ધ્યાને આવતા દારૂ બંધીનો…

Read More

વાંકાનેરના નવાપરા ખડીપરામાં રહેતા યુવાને કોઈ કારણસરગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા ખડીપરા વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ જીવણભાઈ સારલા (૩૫) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો…

Read More

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૫૩ લાખના ઉચાપત કાંડમાં ત્રણ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ ક્રાઈમ રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩ લાખનું કૌભાંડમાં હાલમાં ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઊંચાપત અને નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી…

Read More

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસેથી 78 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયાં…. વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળાની ધાર, બજરંગ હોટલ પાસે દરોડો પાડી 78 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. કૃષ્ણરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળાની ધાર નજીક બજરંગ હોટલ પાસેથી આરોપી વિવેકભાઈ મંછારામ ગોંડલીયા(ઉ.વ. ૨૦, રહે. ગારિયા) અને બળવંતભાઈ…

Read More

જોરાવરનગર પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમીયાન રતનપરના નારાયણપરા વિસ્તારમાં દરોડો કર્યો હતો. જેમાં એક યુવાન આઈપીએલની ફાઈનલ મેચ પર સટ્ટો રમતો પકડાયો હતો. રોકડ અને મોબાઈલ સહીત રૂપીયા ૬,૧૬૧નો મુદ્દામાલ કબજે કરી જોરાવરનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.રવિવારે સાંજે પેટ્રોલીંગ દરમીયાન નારાયણપરા વિસ્તારમાં એક શખ્સ આઈપીએલની ફાઈનલ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસની ટીમે રેડ કરી હતી. જેમાં રતનપરની નારાયણપરા શેરી નં.૩માં રહેતો ૩૧ વર્ષીય ખોડીદાસ જગદીશભાઈ ધરેજીયા રૂપીયાનો જુગાર રમતો પકડાયો હતો. પોલીસે આ શખ્સ પાસેથી રૂપીયા ૬,૧૬૧નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે પ્રજાપતીની વાડી પાસે દરોડો કર્યો હતો. જેમાં…

Read More

વાંકાનેર નજીક ક્યુટોનસીરામીક કારખાનામાં શૉટ લાગતાં શ્રમિક યુવાનનું મોત વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ક્યુટન કંપની ખાતે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ગૌતમભાઈ કાશીરામભાઈ લાલાણી (૨૦) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે ઈલેક્ટ્રીક મોટર પાસે તેને વીજ શોટ લાગ્યો હતો જેથી કરીને ગૌતમભાઈ લાલાણીનું…

Read More

રાજકોટ: પરિવાર સાથે વાડીએ સ્વિમિંગ પુલની મજા માણતા અચાનક પગ લપસતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું;પરિવારમાં શોકનો માહોલ રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો દરજી યુવાન ગઈકાલે રવિવારની રજા માણવા માટે પરિવાર સાથે સાયલામાં આવેલી મિત્રની વાડીએ ગયા હતા ત્યાં સ્વિમિંગ પુલ પાસે ઉભો હતો ત્યારે અચાનક પગ લપસતા તેઓ ત્યાં સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા હતા પરિવારે બચાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેઓ બચાવી શક્યા નહોતા અને ત્યારબાદ યુવકના મિત્રોને બોલાવી તેમના મૃત્યુ દેહને બહાર કઢાયો હતો.આ મામલે સાયલા પોલીસે યુવકના પરિવારજનોનું નિવેદન કાગળો કર્યા હતા.વધુ વિગતો મુજબ રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી શેરી નંબર.3માં…

Read More

વાંકાનેરના નાગલપર નજીક પોલીસના વાહન ચેકીંગ દરમિયાન બનેલી ઘટનાવાંકાનેર : વાંકાનેર તાલુકાના નાગલપર ગામે પોલીસના વાહન ચેકીંગ સમયે એક યુવાન પોલીસને જોઈ બાઈક પાછું વાળીને ભાગવા જતા પોલીસે આ યુવાનને ઝડપી લઈ બે બોટલ દારૂ કબ્જે કરી ગુન્હાના કામે બાઈક પણ કબ્જે કર્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગઈકાલે નાગલપર ગામે વાહન ચેકીંગ કરવામાં આવતું હતું ત્યારે જીજે-03-એફજી-7950 નંબરનું બજાજ પ્લેટિના લઈને નીકળેલ મહેશ ઉર્ફે રામો વજાભાઇ સેટાણીયા નામનો યુવાન પોલીસને જોઈ ભાગવા લાગતા પોલીસે મહેશ ઉર્ફે રામાને ઝડપી લઈ તલાસી લેતા મહેશ ઉર્ફે રામાના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 કબ્જે કરી…

Read More

પેટી પલંગમાંથી ગાદલા, ગોદળાને બદલે દારૂની બાટલીઓ નીકળી પડી ! વાંકાનેરના લુણસર ગામે તાલુકા પોલીસની કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે તાલુકા પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી પેટી પલંગમા છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 33 બોટલ કબ્જે કરી એક શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામે આરોપી મહેશ રમેશભાઈ વાઘેલાના રહેણાંકમા દરોડો પાડવામાં આવતા પેટી પલંગમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 33 બોટલ કિંમત રૂપિયા 12,375 મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Read More

વાંકાનેરમાંથી મોબાઇલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો મોરબી : મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડી બીજા ફરાર આરોપીને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડના માણસો મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા પુલ નીચે વાળાને વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરાવતા વાંકાનેર સીટી મીલ પ્લોટ ફાટક પાસે ફળીયામાંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનુ જણાવતા જે…

Read More