પાણી આપો…પાણી આપો…: વાંકાનેર પ્રાંત કચેરીમાં મહિલાઓનો બેડા સાથે મોરચો, કારણ કે…. ગુલાબનગરના નાગરિકો છેલ્લા 2.5 મહિનાથી પાણીથી વંચિત, કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી…. વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા 2.5 મહિનાથી પાણી વિતરણ તદ્દન બંધ હોય જેના કારણે સ્થાનિક નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેમાં આ બાબતે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘ પાણી આપો…પાણી આપો…પાણી આપો…’ ની પુકાર લગાવી હતી…. બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના…
કવિ: wcity
લીલીયા તાલુકાના ખારા ગામે પતિએ પત્નીને બરફનો ગોલો ખાવા માટે જવાની ના પાડતા માઠું લાગી આવતા ઘરની છત સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે આવેલા એક ખેતરમાં રહેલી પાણીની કુંડીમાં રમતા રમતા પરપ્રાંતીય પરિવારના દોઢ વર્ષનો બાળક પાડી જતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.લીલીયા તાલુકાના ખારા ગામે રહેતા દિવયાબેન માણસુરભાઈ ગરણીયા (ઉ.વ.૨૬) બાજુમાં રહેતા અન્ય મહિલાઓ સાથે બરફના ગોલા ખાવા માટે જતા હોય અને તેના પતિ દ્વારા તેને ગોળો ખાવા માટે જવાની ના પાડતા લાગી આવતા પોતાના ઘરે રૃમમાં અંદર છતમાં રહેલ હૂક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મેડિકલ ઓફિસર પૈકીના ૧૯ તબીબોએ તબીબી અધિક્ષક તેમજ આરોગ્ય કમિશનરને સંબોધીને એક આવેદનપત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દિનપ્રતિદિન ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં દર્દીઓનો ધસારો વધતો જાય છે. દર્દીઓની યોગ્ય રીતે સારવાર થઇ શકે તે માટે ઇમર્જન્સી રૂમમાં એમએલસી અને નોન એમએલસી મેડિકલ ઓફિસર અલગ અલગ ફાળવવા જોઇએ, ઇમર્જન્સી રૂમમાં રોટેશન મુજબ તમામ મેડિકલ ઓફિસરને ડ્યૂટી ફાળવવી જોઇએ, તમામ ડ્યૂટી કરનારા ડોક્ટરોને જેલ અને પેરીફેરલ ડ્યૂટી માટે રોટેશનલ ડેપ્યુટેશન આપવું જોઇએ.ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતાં તબીબોમાં ડ્યૂટી બાબતે પણ ગણગણાટ શરૂ થયો હતો. તબીબોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે,…
અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતની ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. એવું રહેવામાં આવી રહ્યું છે કે ૭ જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જે બાદ ૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. ૧૩ જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી તા.૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. ૭ જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. ૧૩ જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. ૧૩…
વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહ નું આયોજન વાંકાનેર વિસ્તાર ના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તાર માં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહ નુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ વિધાર્થી ભાઈ-બેહનોને મોટી સખ્યામાં ભાગ લો એવી આશા સાથે કોળી કેરીયર એકેડમી દ્વારા આયોજન કર્યું છે. આ મુજબ મુજબના મેરીટ લીસ્ટ ધરાવતા વિધાર્થીઓ સન્માનને પાત્ર થશે.ચાલુ વર્ષ ૨૦૨3 માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે.ધોરણ ૧૦ – પાસધોરણ ૧૨ – પાસ (તમામ પ્રવાહ)સ્નાતક (ગ્રેજયુએટ)અનુ સ્નાતક (પોસ્ટગ્રેજયુએટ) કક્ષાએ -વ્યવસાય લક્ષી કોર્ષ B.ed./P.T.C./A.T.D./C.P.ed/B.P.ed/M.ed/M.P.ed/L.L.B.મેડીકલ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકના ચોર ખાનામાં દારૂ છુપાવી નીકળેલા પિતાપુત્રને ઝડપી લેતી એલસીબી વિદેશી દારૂના 2.44 લાખના જથ્થા સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમે અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂના 2.44લાખથી વધુના જથ્થા સાથે રાજકોટના પિતા પુત્રની જોડીને ઝડપી લઈ ટ્રક સહિત કુલ 15 લાખથી વધુનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને સયુકતમાં બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ટ્રક નંબર GJ-14-Z-6800 રાજકોટ…
રાજકોટે સોના ચાંદી અને ઇમિટેશન જવેલરી બનાવવામાં દિવસેને દિવસે હરણફાળ ગતીએ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે વેપારીઓ માટે ચિંતાનો વિષય બનતી એક સમસ્યા છે કારીગરો દાગીના ઓળવી જવાની. રાજકોટ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાજકોટમાં ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા 3 વેપારી સાથે દાગીના પાલીસ કરવાનું કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ૩ પિતા પુત્રોએ કુલ ૧૨૨.૪૦૮ કિલોગ્રામ ચાંદી ઓળવી જઇ પરત ન આપી કુલ રૂ. ૫૬.૩૩ લાખની છેતરપિંડી આચરતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.ફરિયાદી અંકિતભાઇ બાબુભાઇ દુધાત્રા (ઉ.વ.૨૯)એ જણાવ્યું હતું કે, ગાયત્રી સિલ્વર નામે ચાંદીની પેઢી આવેલ છે જયા ચાંદીનાં દાગીનાં બનાવવાનું કામ કરુ…
વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩.૧૫ લાખની સરકારી નાણાની ઉચાપતની ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતુ જેથી કરીને સરકારી નાણાની ઉચાપત…
વાંકાનેર શહેર નજીક ઝાંઝર સિનેમા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત…ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત….. વાંકાનેર શહેર નજીક આજે સાંજના ૮:૧૫ વાગ્યાની આસપાસ ઝાંઝર સિનેમા પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ઝાંઝર સિનેમા સામે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે…
વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢની ઘટનામાં આરોપીઓને કડક સજાની માંગ વાંકાનેર ઠાકોર સેના અને ઠાકોર સમાજે જૂનાગઢમાં જે ઘટના બની છે તેને ઠાકોર સેનાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને વાંકાનેર મામલતદાર અને મોરબી કલેક્ટરને આવેદન આપી સમાજની દીકરી ઉપર હેવાનીયત ભર્યું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે વાંકાનેર ઠાકોર સેના અને સમાજે કલેક્ટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર નરાધમોએ હેવાનીયતની હદ વટાવી દુષ્કર્મ આચરી સળગાવી નાખી નિર્મમ હત્યા કરી નાખી હતી. જેમાં મુખ્ય આરોપી સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો સહિતના આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોય આ આરોપીઓ ધાર્મિક…