અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છમાં…
કવિ: wcity
વાંકાનેર શહેર પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ નારણભાઈ લાવડીયા નો આજે જન્મદિવસ વાંકાનેર શહેર પોલીસમાં છેલ્લા ઘણા સમયથી એએસઆઈ ફરજ બજાવતા નારણભાઈ લાવડીયા નો આજે જન્મદિવસનિમિત્તે પોલીસ પરિવાર તથા મિત્ર સર્કલ સગા સંબંધી તરફથી શુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે
સર્વિસ રોડ ઉપર લોડર ચાલક સાથે બોલાચાલી થયા બાદ હોટલ સંચાલક સહિતના શખ્સો તૂટી પડ્યા વાંકાનેરમા બોલેરો ચાલકનો પીછો કરી પાંચ શખ્સોએ ઢીબી નાખ્યો વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર નજીક બોલેરો કાર ચાલકને લોડર ચાલક સાથે બોલાચાલી થયા બાદ નજીકમાં આવેલી હોટલના સંચાલક સહિતના પાંચ શખ્સોએ બોલેરોનો પીછો કરી બોલેરો ચાલકને ઢીબી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે ચંદ્રપુર અલંકાર હોટલ પાછળ ઝૂંપડામાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા હરેશ બટુકભાઈ પરમારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની બોલેરો કાર લઈ ચંદ્રપુર સર્વિસ રોડ ઉપર જતા હતા ત્યારે એક સાઈડમાં આઇસર પડેલું હોય…
વાંકાનેરના રાતાવીરડા નજીક વિદેશી દારૂના ચપલા સાથે બે ઝડપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ રોસા સીરામીક પાસેથી પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમા બે શખ્સને વિદેશી દારૂના 180 એમએલના ચપલા સાથે ઝડપી લીધા હતા. વાંકાનેર તાલુકા પોલીસ કરેલી આ કાર્યવાહીમાં પ્રથમ દરોડામાં આરોપી ગોરધન ભીખાભાઇ કૂણપરાને રોયલ સ્ટગ બ્રાન્ડ વ્હિસ્કીના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં રોસા સીરામીક પાસેથી જ આરોપી દિનેશ લેખરાજસિંહ યાદવને પોલીસે સ્કોર્પિયો ગાડીમાં રોયલ સ્ટગના બે ચપલા કિંમત રૂપિયા 200 તેમજ સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી બન્ને દરોડામાં 5,00, 400ના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી લીધા હતા.ઉલ્લેખનીય છે…
મારા મજૂરને કેમ તોડે છે ? વાંકાનેરમાં બે શખ્સોનો યુવાન ઉપર હુમલો વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક બે શખ્સોએ મારા મજૂરને કેમ તોડે છે કહી યુવાન ઉપર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજન વાંકાનેરના હસનપર ગામે રહેતા રાજેશ કલ્યાણજીભાઈ માણેવાડિયા નામના યુવાનને શક્તિપરા નજીક આરોપી યુનુસ હાલા અને મકસુદ નામના શખ્સોએ રોકી મારા મજૂર કેમ તોડે છે કહી લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
વાંકાનેર લુણસર પંથક ના ગામડાઓના લોકોમાં હર્ષની લાગણીઓ જોવા મળી સંસદ મોહનભાઈ કૂંડાળીયા ના હસ્તે પાણીના વધામણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં નવ વર્ષના સુશાસન પૂર્ણ થતા જન સંપર્ક કાર્યક્રમના અંતર્ગત વાંકાનેર લુણસર પંથકના ગામડાઓમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય તો આપણા લોકલાડીલા માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા સાહેબે ગુજરાત સરકારમાં ભલામણ કરતા પાણી વિભાગે મહા નદીમાં પાણી છોડેલ તે પાણી છેક ભાયાતી જાંબુડીયા ના પાદર સુધી પહોંચતા વાંકાનેરના ગામડાઓના લોકોમાં હર્ષની લાગણીઓ જોવા મળી અને ગામડાઓના લોકો ખૂબ ખુશ થયા અને માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા સાહેબ તેમજ મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા…
અખિલ ગુજરાત સિપાહી સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત સિપાહી વિદ્યાર્થી હોસ્ટેલ “સંગે બુનિયાદ કાર્યક્રમ” અને રાજ્ય કક્ષાનો ભવ્ય એવોર્ડ અને સન્માન સમારંભ રાજકોટ ખાતે યોજાયો રાજકોટ ખાતે શનિવારના રોજ સવારે “સંગે બુનિયાદ” સિપાઈ વિદ્યાર્થી હોસ્ટેલ પર હજરત અલ્હાજ દાદાબાપુ સાવરકુંડલા વાળાના મુબારક હાથે સિપાઈ વિદ્યાર્થી હોસ્ટેલના કામનો આગાજ કરવામાં આવ્યો હતો બાદમાં બપોરના સમયે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે અખિલ ગુજરાત સિપાહી સમાજનો રાજ્ય કક્ષાનો ભવ્ય એવોર્ડ અને સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ગુજરાત અને નેશનલ લેવલે પ્રગતિ કરવા બદલ તેમજ સમાજ સેવા, પત્રકાર સન્માન, સિપાઈ રત્ન એવોર્ડ, સિપાઈ મહિલા એવોર્ડ, સિપાઈ ગૌરવ એવોર્ડ, સિપાઈ સેવા સન્માન, વિદ્યાર્થી સન્માન સહિતના…
શોર્ટકટ રીતે પૈસા કમાવાનો રસ્તો બરબાદી તરફ લઈ જતો હોય છે અથવા જેલના સળિયા સુધી લઈ જતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. પોલીસે એક મહિલા સહિત ૧૧ લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ ફેસબુકમાં છોકરીનું નકલી આઈડી બનાવી યુવકોને હની ટ્રેપમાં ફસાવતી હતી. સુરતના કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત ૧૧ આરોપીઓની ધરપકડ કરીને કુલ ૫.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ ફેસબુક પર યુવતીના નામનું એકાઉન્ટ બનાવી યુવકો સાથે વાતચીત કરતા હતા. જે બાદ યુવકને મળવા માટે બોલાવતા…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ અરમાન વિટ્રીફાઇડ કારખાનમાં કામ કરતા ઉદયભાન રામકેવલ યાદવ ઉ.30 નામના વૃદ્ધને કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર રેલ્વે યાર્ડ નજીક અજાણ્યા યુવાનનો માલગાડી હેઠળ પડતું મુકી આપઘાત…. વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મુકી એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલના રોજ વાંકાનેર રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હડફેટે એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ…