170 ખેતીવાડીના ફીડર બંધ, 198માંથી 45 થાંભલા યુદ્ધના ધોરણે ઉભા કરાયા મોરબી : વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા તોફાની પવનને કારણે મોરબી જિલ્લાના અનેક વીજ પોલ ધરાશયી થયા બાદ વીજ તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે છતાં પણ હજુ 88 ગામોમાં વીજળી ગુલ હોવાની સાથે 245 ફીડર બંધ હોવાનું પીજીવીસીએલ મોરબીના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું. મોરબી જિલ્લા પીજીવીસીએલ વર્તુળના જાહેર કર્યા મુજબ મોરબી જિલ્લામાં વાવઝોડાને કારણે કુલ 1100 ફીડરમાંથી 245 ફીડર હાલમાં બંધ છે જેમાં 170 ખેતીવાડીના ફીડર ઉપરાંત 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વધુમા મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા 198 વીજ થાંભલા પડી ગયા હતા જે પૈકી વીજ…
કવિ: wcity
ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. 19, 21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈ તા.19 જૂન-2023ના રોજ યોજાનારી પરીક્ષા પેપર-1 અને 2 મોકૂફ રાખવામાં આવી છે.જ્યારે તા. 21 અને તા.23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત્ રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વાંકાનેરના ગુંદાખડા ગામે ભારે પવનથી દીવાલ ધરાશયી થતાં તરૂણીને ગંભીર ઇજા બિપોરજોય વાવાઝોડાને પગલે ભારે પવન ફુંકાઈ રહ્યો છે.ત્યારે વાંકાનેર તાલુકાના ગુંદા ખડા ગામે વાડીમાં એક મકાનની દીવાલમાંથી બેલું માથે પડતા ૧૩ વર્ષની તરુણીને શરીરે ઇજા થઇ હતી.તેમજ આજુ બાજુના લોકોએ તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાંકાનેરના વૃંદાખડા ગામે પરિવાર સાથે રહેતી સુમિબેન કરસનભાઈ ધોરીયા (કોળી) (ઉ.વ.૧૩)ગઈ કાલે બપોરના સમયેગામમાં આવેલી પોતાની વાડીએ હતી.ત્યારે ભારે પવન ફૂંકાતો હોય જેને પગલે બેલાની દીવાલ માથે પડતા સુમિ દીવાલ નીચે દટાઈ હતી અને થોડીવારમાં જ આજુ બાજુના લોકો અને પરિવાજનો ત્યાં દોડી જઇ સુમિને બહાર કાઢી અને ઇજાગ્રસ્ત હાલતમાં…
લોકો અને પાયલોટની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી સુરેન્દ્રનગર – અમદાવાદ રેલ રૂટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો હોવાથી આ ટ્રેક પર 24 કલાકમાં 80થી વધુ પેસેન્જર ટ્રેન પસાર થાય છે. આ ટ્રેક પર 13-6-23ની મોડી સાંજે અજાણ્યા શખસ દ્વારા મોટા પથ્થરો મૂકવાની ઘટના રેલવે કર્મચારીના ધ્યાને આવી હતી. સુરેન્દ્રનગર- બાળા અપલાઇન પર એન્જિન પાઇલોટની સતર્કતાથી મોટો અકસ્માત ટળી ગયો હતો. આ બનાવમાં અજાણ્યા શખસો સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તાજેતરમાં ઓડિસામાં ઘટેલી મોટી ટ્રેન દુર્ઘટના અકસ્માત હતો કે કાવતરું તેની ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ અપાયા છે ત્યારે સુરેન્દ્રનગર પાસે બનેલી ઘટનાને પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે. રાજકોટ,…
બિપરજોય’ વાવાઝોડાને પ્રતાપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. જ્યાં વાંકાનેર સિટી પોલીસના જાબાજ મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ધરવામાં આવી છે. ત્યારે મહિલા પોલીસ દ્વારા ખડીપરા વિસ્તારમાં નાના બાળકથી લઇને વૃદ્ધાને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હાલ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઘણાં એવા વૃદ્ધો પણ છે. જે ચાલવામાં અસમર્થ છે તો નવજાત શિશુ તો શું કહેવું? જેમણે દુનિયામાં આવતાની સાથે ‘બિપરજોય’ વાવાઝોડાનું સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાંકાનેર સિટી પોલીસના મહિલાકર્મીઓ અશક્તોનો ટેકો અને બાળકોનું બળ બન્યા છે.જ્યાં નવાપરામાં વાંકાનેર…
આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમજ 15 જૂને કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં અતિભારે વરસાદ આવશે. તથા 15 અને 16 જૂને રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે પવન ફૂંકાઇ શકે છે. તથા 15 જૂને બપોરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અસર થશે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે. તેમાં માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.4 ઈંચ વરસાદ સાથે ગીર સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.જૂનાગઢના મેંદરડા અને માળિયા…
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલા જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. આનાથી લગભગ 100 ટ્રેનો પ્રભાવિત થઈ છે. 10 કિમી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડો.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર અને વલસાડમાં પવનની ઝડપ વધી રહી છે. અહીં બુધવાર સુધીમાં પવનની ઝડપ 70થી 75 કિમી સુધી પહોંચી શકે છે. સોમવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 51 તાલુકાઓમાં સાડા ત્રણ…
ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે. અમદાવાદ – 079-275605112. અમરેલી – 02792-2307353. આણંદ – 02692-2432224. અરવલ્લી – 02774-2502215. બનાસકાંઠા – 02742-2506276. ભરૂચ – 02642-2423007. ભાવનગર – 0278-2521554/558. બોટાદ – 02849-271340/419. છોટાઉદેપુર – 02669-233012/2110. દાહોદ – 02673-23912311. ડાંગ – 02631-22034712. દેવભૂમિ દ્વારકા…
વાંકાનેરના વઘાસીયા પાસે વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેર નજીક વઘાસીયા પાસે આવેલ વાડીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામ પાસે ઇમતેખાબભાઈ હાજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો દીકરો રાજમોહન શ્રવણભાઈ માનકર જાતે માલવી આદિવાસી ત્યાં…
વાવાઝોડાને પગલે કચ્છ તરફ આવતી 137 ટ્રેન પ્રભાવિત, 100 ટ્રેન રદ; જુઓ લિસ્ટ બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્ર તરફનો રેલ વ્યવહાર ખોરવાય ગયો છે. ત્યારે ભારતીય રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે. અમદાવાદઃ વાવાઝોડાને પગલે રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો પ્રભાવિત થઈ છે. વાવાઝોડાની આગાહીને પગલે રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે. આગામી તારીખ 15 સુધીમાં કચ્છ તરફ આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનને રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આજે રાતે 12 વાગ્યા સુધીની કચ્છમાં આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી…