વાંકાનેર મેઈન બજારમાંથી બાઈક ચોરાયું વાંકાનેર : વાંકાનેર શહેરમાં મેઈન બજારમાંથી ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકિયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું કિંમતનું બાઈક ચોરાઈ જતા અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કવિ: wcity
વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે જન સંપર્કથી જન સમર્થન સાથે જોડાવો યુવા મોરચા દ્વારા અભિયાન વાંકાનેરપૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે રાજ સાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ મોદી સાહેબ ના ૯વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ જનસંપર્કથી જનસમર્થન પર મિસ કોલ કરો અને અભિયાન સાથે જોડાઓના અંતર્ગત યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા, જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વાંકાનેર તાલુકાના હોદેદારો, શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્ય, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા.
વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા મહા સંકલ્પ અભિયાન અંતર્ગત બાઈક રેલવે યોજી વાંકાનેર પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે રાજ સાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ યુવા બાઇક યાત્રા મહા સંપર્ક અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા એ ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરવામાં આવી બાઈક રેલી વાંકાનેર ના રાજમાર્ગો પર પસાર થઈ જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા,જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વાંકાનેર તાલુકાના હોદેદારો, શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્ય, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા.ભારત માતાકી જય ના સૂત્રોથી વાંકાનેર…
વાંકાનેર પૂર્ણ ચંદ્ર ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે આજે મન કી બાત કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળવામાં આવ્યો પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો મન કી બાત કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે ટીવીના માધ્યમથી નિહાળવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા, જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વાંકાનેર તાલુકાના હોદેદારો, શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્ય, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહ્યા.
ટંકારા નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના યુવાનને ઝડપી લેતી ટીમ એસઓજી 10.20 ગ્રામ ડ્રગ્સ સાથે મૂળ અમદાવાદનો શખ્સ ઝડપાઇ જતા રાજકોટના અન્ય શખ્સનું નામ ખુલ્યુ મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે એક મહત્વની સફળતા રૂપે અને ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સામાં ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી મેફેડ્રોન ડ્રગ્સ પાવડરના જથ્થા સાથે મૂળ અમદાવાદ અને હાલ મોરબી રહેતા એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મળી છે, આ ચકચારી બનાવમાં રાજકોટના શખ્સનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ એનડીપીએસ એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે. મોરબી એસઓજી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહને બાતમી મળેલ કે, મૂળ અમદાવાદનો અને હાલ મોરબીની…
વાંકાનેરના ગાંગિયાવદર નજીક દારૂની બે બોટલ સાથે બે ઝડપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળાથી રાજસ્થળી જતા રોડ ઉપર ગાંગિયાવદર ગામના બેઠા પુલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી મહિપત ભુપતભાઇ સરવૈયા અને ગોપાલ વિનુભાઈ મેટારીયા રહે બન્ને સરોડી, થાન વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 675 તેમજ 50 હજારની કિંમતના બાઈક સહિત 50,675ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
મોરબી : માળિયા નજીક આવેલ હોનેસ્ટ હોટેલમાં વાવાઝોડાને કારણે આગળના ભાગની ફેબ્રીકેશનની છત નીચે પડતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ કહેર મચ્યો છે. જેમાં આજે એક જાનહાનિ થયાની ઘટના સામે આવી છે. નાની વાવડી ગામના વતની અશોકભાઈ અને તેમના પત્ની રાજશ્રીબેન કારમાં માળિયા તરફ ગયા હતા. જ્યાં તેઓએ હોનેસ્ટ હોટેલમાં હોલ્ટ કર્યો હતો. આ દરમિયાન ભારે પવનના કારણે હોટેલ નજીક આવેલ પતરાની છત નીચે પડી હતી. આ છત નીચે દબાઈ જતા રાજશ્રીબેનનું મોત નીપજયું હોવાનું જાણવા મળી રહયું છે.
વાંકાનેર તાલુકાના સતાપર ગામે બીપરજો વાવાઝોડાના કારણે ખેડૂત ના મકાનની દિવાલ ધરાશયી વાંકાનેર વિસ્તારમાં આજે બીપરજોય વાવાઝોડાની અસર સ્વરૂપે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે પણ આજે ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દિવાલ ધરાશયી થઇ ગઇ હતી, જેમાં સદનશીબે કોઈ જાનહાનિ ટળી હતી… બનાવની પ્રાપ્ત વિગતો ! મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે આજે ભારે પવન અને વરસાદના કારણે ખેડૂત જમનાબેન રૂપાભાઈ ધોરીયાના રહેણાંક મકાનની દીવાલ ધરાશયી થઇ હતી, જેમાં સદનશીબે દીવાલ પડતાં સમયે ત્યાં કોઈ હાજર…
વાંકાનેર બીપરજોઈ વાવાઝોડા અનુસંધાને હસનપર ગામે લોકોને ફ્રુટ પેકેટ આપી જમાડવામાં આવ્યા બીપરજોઈ વાવાઝોડાના અનુસંધાને રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના સ્વખર્ચેથી ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતેથી જરૂરિયાતમંદ લોકોને હસનપર તાલુકા શાળામા ૭૫ કરતાથી પણ વઘારે લોકો ને ફુડ પેકેટ આપીને જમાડવામાં આવ્યા જેમાં વાંકાનેર શહેર યુવા મોરચા ભાજપ તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ એ સેવાકીય જહેમત ઉઠાવી હતી.
વાંકાનેર ના પલાસડી ગામેબીપરજોઈ વાવાઝોડા અનુસંધાનેમેડિકલ સુવિધા અને ફૂડ પેકેટની વ્યવસ્થા પૂરી પાડતા મહારાણા કેસરીદેવસિંહ ઝાલા બીપરજોઈ વાવાઝોડાના અનુસંધાને રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના સ્વખર્ચેથી ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતેથી જરૂરિયાતમંદ પલાસડી ગામના લોકોને સ્કૂલમાં સ્થળાંતર કરી છેલ્લા ત્રણ દિવસથી બપોરને સાંજ બે ટાઈમ નું જમવાનું આપી અને સાથે પી.એચ.સી ની ટીમ દ્વારા કોઈ મુશ્કેલી પડે તો તાત્કાલિક મેડિકલ સુવિધા મળી રહે તેના માટે ફૂલ સગવડતા સાથે તાલુકા યુવા મોરચાની ટીમ ચાલુ વરસાદે પણ કાર્યરત તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ એ સેવાકીય જહેમત ઉઠાવી છે.