કવિ: wcity

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વારંવાર ડિજિટલ મશીન બંધ થતાં કારખાનેદારે કર્મચારીને માર માર્યો વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને માટેલ રોડ ઉપર આવેલ સુજોરા સિરામિક કારખાનામાં ડિજિટલ મશીનના ઓપરેટર તરીકે કામ કરતા કર્મચારીને મશીન વારંવાર બંધ થઈ જતું હોય તે બાબતે કારખાનેદારે બોલાવીને જેમ ફાવે તેમ ગાળો આપી ત્રણથી ચાર ઝાપટો મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં કારખાનેદારની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ…

Read More

વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે શુક્રવારે મહા રક્તદાન કેમ્પ વાંકાનેર ભાજપ કાર્યાલય પૂર્ણ ચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે શુક્રવાર તારીખ 23.6.23 રોજ મહા રક્તદાન કેમ્પ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ નો સમય સવારે 9.30થી બપોરના બે વાગ્યા સુધી રહેશે

Read More

પૂર્વ યોજીત કાવતરા અંગે મહિલા સહિતના આરોપીઓની પુછપરછ: કોલ ડીટેઈલની ચકાસણી: 229 શખ્સો સામે સુલેહ શાંતિ ભંગનો ગુનો: નોટીસ લગાવવા મામલે સવાલો ..જુનાગઢ તા.20 : જુનાગઢ મજેવડી દરવાજા પાસે ગત તા.16-3ની રાત્રીના પોલીસ પર પૂર્વ આયોજીત કાવત્રા સાથે પથ્થરમારો, સોડા બોટલો, કુહાડા સહિતના હુમલામાં ડીવાયએસપી, બે પીએસઆઈ સહિત 5ને ઈજાઓ અને એક રાહદારી નિર્દોષનું મોત થયું હતું. જેમાં એક મહિલા સહિત 35ની સામે પોલીસે 302-307 તેમજ વિવિધ કલમો નીચે ગુન્હો નોંધી તમામને ગઈકાલે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તમામને બે દિવસના રીમાન્ડ પર સોંપ્યા છે. કુલ 550 જેટલા શખ્સોને પોલીસ પકડી લીધા હતા. તેમાંથી 180ને રાઉન્ડઅપ કર્યા હતા.પોલીસે કોર્ટમાંથી 14 દિવસના…

Read More

વાંકાનેર : ઝગડો કરવાની ના કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ સમ્રાટ હોટલ પાસે થોડા દિવસો પહેલા માથાકૂટ થઈ હતી દરમિયાન બોલેરો ગાડીનો ચાલક ટ્રેક્ટર ચાલક સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરતો હતો ત્યારે યુવાને બોલાચાલી નહીં કરવા માટે તેને કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને તેની ઈકો ગાડીના કાચને તોડી નાખ્યો હતો અને યુવાન સાથે માથાકૂટ કરતાં હતા ત્યારે તેને છોડાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ…

Read More

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના ખોઝાખાના પાસે રહેતા વૃદ્ધ વાવાઝોડાના કારણે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ખોજાખાના વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ દેસુરભાઇ તરેટીયા (૬૦) ગત તા. ૧૫/૬ ના રોજ બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે…

Read More

વાંકાનેરના સતાપર ગામે વાવાઝોડામાં દીવાલ પડી જતાં તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સહાય અપાવતાં તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી ખેડૂતને ત્રણ દિવસમાં સહાયની રકમ ચુકવાઇ… વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે બીપરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દીવાલ ધસી પડી હતી, જે બનાવમાં સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી અસરગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સરકારશ્રી તરફથી સહાયની રકમ ચુકવવામાં આવી હતી…. બાબતે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર તુરંત ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ અંગે તાગ મેળવી તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સરકાર તરફથી સહાય મળે તે માટે જરૂરી કામગીરી શરૂ કરી હતી, જેના કારણે સરકાર…

Read More

ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી ન થઈ જાય તે માટે પોલીસ દ્વારા બૂટલેગરો ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે ઘણી વખત રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલાઓ થયાની ઘટનાઓ બની રહી હોય છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાહોદ પોલીસ આવી જ એક રેડ પાડવા ગઈ ત્યારે તેના ઉપર બૂટલેગરો રીતસરના તૂટી પડતા સ્વબચાવમાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.આ વેળાએ એકઠા થઈ ગયેલા બૂટલેગરો અને તેના માણસોએ પોલીસની જીપ સળગાવી નાખી હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ગત મોડીરાત્રે દાહોદની સાગયાળા પોલીસ કાળીયાકૂવા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના બૂટલેગરો બાઈક પર ગુજરાતમાં…

Read More

રાજકોટ: બિયરની બાતમીના આધારે શાપર પોલીસે ડુપ્લીકેટ સીરપની ફેકટરી પકડી; રૂ.૬.૧૨નો મુદ્દામાલ જપ્ત કરાયો રાજકોટની ભાગોળે, પડવલા જીઆઇડીસીના એક ગોડાઉનમાં દરોડો પાડી શાપર પોલીસે શંકાસ્પદ સીરપની ૪૮૫૦ બોટલ ઝડપી છે. આ બોટલો અને અન્ય માલ મળી રૂ.૬,૧૨,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બાતમી તો બિયરની જ હતી. પણ દરોડામાં ડુપ્લીકેટ સીરપની ફેકટરી પકડાઈ છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડએ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વેરાવળ) પીએસઆઈ એસ.જે. રાણા સ્ટાફ સાથે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન પીએસઆઈ એસ.જે.રાણાને ખાનગીરાહે હકીકત મળેલ…

Read More

રાજકોટમાં નર્સ તરીકે સેવા આપતી યુવતી પર સુરતના પરિણીત તબીબે આચર્યું દુષ્કર્મ,પોલીસે કાર્યવાહી હાથ ધરી રાજકોટમાં રહેતી અને નર્સ તરીકે સેવા આપતી એક યુવતી પર સુરતના પરિણીત તબીબે દોઢ મહિના પૂર્વે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનેલી યુવતી આ અંગે મહિલા ડીસીપી પાસે ફરિયાદ નોંધાવવા ગઇ તો તેને આંચકાજનક અને શરમજનક જવાબ મળ્યો હતો કે, પુરાવા આપો તો જ ફરિયાદ નોંધીશ અન્યથા માત્ર છેડતીનો ગુનો દાખલ કરવામાં આવશે. પિતાને સાથે લઇને ફરિયાદ કરવા ગયેલી યુવતીને વિશ્વાસ હતો કે તેની ફરિયાદ નોંધાશે અને દુષ્કર્મ આચરનાર સુરતના તબીબ સામે કાનૂની રાહે પગલાં લેવાશે પરંતુ આવું ન થયું. આ મામલે બે વખત…

Read More

લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (દેસાઈ) ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા છે.ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ દેસાઈના સમર્થનમાં ૨૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઈ ભાજપના સાંસદ, ધારાસભ્યો મોટી સંખ્યામાં…

Read More