બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર સાંજના સમયે બે યુવાનો દ્વારા પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થયા હતા, જે બાદ પોલીસ દ્વારા Raider_king_09 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલ વિડિયોના આધારે તપાસ કરી જોખમી બાઈક સ્ટંટ કરનાર સચીનભાઈ ભગવાનજીભાઈ જાદવ (રહે. દિગ્વિજયનગર, વાંકાનેર) અને રેહાન રમજાનભાઈ કટીયા (રહે. નવાપરા, વાંકાનેર)ને બાઇક સાથે ઝડપી પાડી બંને યુવકોને કાયદાનું ભાન કરાવી તેની વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી હતી… વાંકાનેર શહેર નજીક હાઇવે પર પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં બે યુવાનોના વિડિયો ગઇકાલે સાંજના સોસીયલ…
કવિ: wcity
નબળા વર્ગના અને ધાર્મિક તથા વંશીય લઘુમતીઓના અધિકારોનું સમર્થન નહી કરવામાં આવે તો ભારત કોઈક સમયે અલગ થઈ જશે: પુર્વ રાષ્ટ્રપતિ વોશિંગ્ટન,તા.22જો ધાર્મિક અને વંશીય લઘુમતીઓના અધિકારોનું સમર્થન કરવામાં નહીં આવે તો ભારત કોઈક સમયે અલગ થઈ જશે.’ ભૂતપૂર્વ યુ.એસ. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગુરુવારે જણાવ્યું હતું. ઓબામાએ ભારતીય સમાજમાં નબળા વર્ગોના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બિડેન પ્રશાસને આ મુદાઓ પર વડાપ્રધાન મોદી સાથે ‘પ્રામાણીકપણે’ ચર્ચા કરવી જોઈએ.અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનને સલાહ આપી હતી કે તેઓ મુસ્લીમોની સુરક્ષા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
► 53.68 લાખનો 1022 પેટી દારૂ, છ વાહનો સહિત 1.07 કરોડનો મુદ્દામાલ કબજે: અલ્તાફ, બાઘો સહિત 13 ફરાર► પંજાબથી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો હોવાનું ખુલ્યું: દરોડા વખતે જંગલેશ્વરનો મહેબૂબ મીર, ઈલિયાસ કૈડા, ભેંસાણનો અલ્તાફ ઠેબા અને થોરાળાનો શોયેબ ઓડિયા પકડાયા: ટમેટાના કેરેટ હેઠળ છુપાવીને દારૂ લવાયો’તો: અવધ એસ્ટેટના ગોડાઉનમાં કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકતાં ભાગદોડ રાજકોટ શહેર-જિલ્લામાં સ્થાનિક પોલીસની ‘કૃપાદૃષ્ટિ’ બૂટલેગરો ઉપર વરસી રહી હોય તેવી રીતે ફરી મોટાપાયે દારૂની હેરાફેરી શરૂ થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. જો કે બૂટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂની બોટલો પહોંચાડી દેવાના બદઈરાદા ઉપર ‘બાજનજર’ રાખીને બેઠેલા…
ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત…: વાંકાનેર હાઇવે જકાતનાકે માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો સામે પોલીસ તંત્ર વામણું…. અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ હાઇવે જકાતનાકે ગેરકાયદેસર રિક્ષા અને ઈકોનો જમાવડો થયાવત… વાંકાનેર સીટી પોલીસ મથકમાં ‘ કડક અધિકારી ‘ તરીકેની છાપ ધરાવતા અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ વાંકાનેર શહેરની ટ્રાફિક સમસ્યા જૈસે થે જ રહી છે, જેમાં વાંકાનેર હાઇવે જકાતનાકની વાત કરીએ તો અનેક રજૂઆતો બાદ પણ આજ સુધી વાંકાનેરના કોઈ પણ કડક અધિકારી દ્વારા અહીં માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવતા વાહન પાર્કિંગ અને પેસેન્જર ભરવા બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી…. હાઇવેની ચારે બાજુ…
વાંકાનેર પૂર્ણ ચંદ્ર ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો ૯ વર્ષ સેવા સુશાસન નિમિત્તે ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસીય બોર્ડિંગ નેશનલ હાઈવે, વાંકાનેર ખાતે રાજ સાહેબ કેસરીદેવસિંહજી ઝાલા ના માર્ગદર્શન હેઠળ સવારે ,૧૦-૦૦ કલાકે બલિદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું, જેમાં ૧૦૨ રક્તદાન બોટલ એકત્રિત કરવામાં આવ્યુંઆ કાર્યક્રમમાં રાજ સાહેબ કેસરીદેવસિંહ ઝાલા તથા પ્રદેશ ભાજપના હોદ્દેદાર મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને અલ્પકાલીન વિસ્તાર પૃથ્વીરાજસિંહ વાળા તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર શૈલેષભાઈ ઠક્કર સહિત અને જિલ્લાના ભાજપના હોદ્દેદાર વાંકાનેર તાલુકા તેમજ શહેર ભાજપના હોદ્દેદાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય નગરપાલિકાના…
વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા યુવાનની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એમપીના એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા યુવાનની દીકરીનું મૂળ એમપીના ધાર જિલ્લાના કામટા ગામના રહેવાસી ગોલુ ખુમસિંગ નામના શખ્સ દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલી યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી ૩૬૩…
રાજકોટ: રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ,એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગાટો જોવા મળ્યા ;૭૦ લાખનું ફર્નિચર બળીને ખાખ રાજકોટના અશોક ગાર્ડન નજીક રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ૮ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયાં છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ફર્નિચરના ગોડાઉનના માલિક રાજેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, અંદાજિત ૬૦ થી ૭૦ લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ છે કે, એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા છે.ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. હાલ 60થી ૭૦ લાખનું નુકસાન…
વાંકાનેર આજે સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમરસિંહજી હાઈસ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ નેશનલ હાઈવે, ખાતે સવારે ૬-૦૦ કલાકે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાયત્રીબેન ગોહિલ તેમજ નીલમબેન કાગડા અને અશ્વિનભાઈ રાવલ દ્વારા યોગની તાલીમ આપવામાં આવી.જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદાર વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદાર ઓ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય નગરપાલિકાના પૂર્વ સદસ્ય વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ વાંકાનેર ની હાઈસ્કૂલ તેમજ તા. શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાંકાનેર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા
વાંકાનેરના સિંધાવદર નજીક મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, બાઈકની લૂંટ વાંકાનેર તાલુકાના સિંધાવદરથી ગાત્રાળનગર નજીક આવેલ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ પાસેના કાચા રસ્તા ઉપર જૂના મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેના બાઈકની લૂંટ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવમાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે સમર્પણ આશ્રમની બાજુમાં રહેતા નીતિનભાઈ રતિલાલ પરમાર જાતે કડિયા (૩૭)એ મૂળ ગોંડલના રહેવાસી અને હાલ સિંધાવદર સમર્પણ આશ્રમ ખાતે રહેતા…
ઢાંકીથી પીવાના પાણી હડાળા લઈ જવા માટેની લાઇનમાં ગેરકાયદે કનેક્શન: પાણીનો વાંકાનેરના દલડી પાસે ભરડીયામાં ઉપયોગ! ઢાંકીથી હડાળા સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે થઈને સરકાર દ્વારા જે પાણીની પાઇપલાઇન પાથરવામાં આવી છે તેમાં દીધલીયા અને દલડી ગામ વચ્ચે ગેરકાયદેસર કનેક્શન કરીને કપચીના ભરડિયામાં પીવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પાણીનો બગાડ કરવામાં આવતો હતો જેથી સરકારની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરીને ગેરકાયદેસર કનેક્શન લેનાર શખ્સની સામે સરકારી મિલકતને નુકસાન કરવાની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના બોપલ પાસે ન્યુયોર્ક દર્શન ટાવરની સામે…