નવી દિલ્હી : યુક્રેનની કટોકટી વધુ ઘેરી બની રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા ભારતીયોની ચિંતા પણ વધી રહી છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરીથી ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના સરહદી દેશોમાં મોકલવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ વીકે સિંહને યુક્રેનના પડોશી દેશોમાં મોકલી શકાય છે. આ મંત્રીઓ ઇવેક્યુએશન મિશન માટે અન્ય દેશો સાથે સંકલન કરશે અને ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે કામ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીઓને…
કવિ: wcity
વાંકાનેર એક્સિસ બેન્ક પાસે આડેધડ પાર્કિંગથી લોકોને પરેશાની વાંકાનેર શહેરમાં આવેલી એક્સિસ બેન્ક બ્રાન્ચ પાસે આડેધડ વાહન પાર્કિંગથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે આમ જુઓ તો બપોરના સમયે સ્કૂલ છૂટવાનો સમય છે ત્યારે એક્સિસ બેન્ક પાસે બેંકમાં પૈસા ભરવા આવેલી કાર રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરતા લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે આ તકે વાંકાનેર શહેર પોલીસ આ જગ્યા પર ટીઆરબી જવાની બેસાડે તો ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે છે આજુબાજુ માં આવેલી સ્કૂલ લીધે વિદ્યાર્થીઓ છૂટે ત્યારે આ ચોકડી પર ટ્રાફિક સમસ્યા વારંવાર પ્રશ્ન બને છે