ડાયાબિટીસ સહિતની આ ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થઈ, NPPAએ નક્કી કરી કિંમતો… જુઓ સંપૂર્ણ યાદી અહીં NPPA (નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી) એટલે કે દવાના ભાવ નિયમનકાર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ તેની 115મી બેઠકમાં 44મી નવી દવા ફોર્મ્યુલેશનના છૂટક ભાવો નક્કી કર્યા છે. આ બેઠકમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ ઝી બિઝનેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ડાયાબિટીસ, દુખાવો, તાવ, ઈન્ફેક્શન, હૃદયરોગ સહિત અનેક મલ્ટી વિટામિન્સ અને ડી-3 દવાઓની કિંમત નક્કી કરવામાં આવી છે.આ બેઠક બાદ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. કે ફાર્માસ્યુટિકલ કંપની સામાન્ય નાગરિક પાસેથી માત્ર દવાની કિંમત અને તેના પર લાગુ પડતો GST વસૂલ કરી શકશે. NPPAની 115મી…
કવિ: wcity
રેકોર્ડ બ્રેક : જન્માષ્ટમી મેળા માટે વાંકાનેર નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ. 19.50 લાખમાં વેચાયું…. સર્વાધિક રૂ. 19.50 લાખ બોલી સાથે મેદાન ફિરોઝભાઈ ઠાસરીયાના ફાળે, નગરપાલિકાની તિજોરી આવકથી છલકાઈ…. વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના મેદાનની આજે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ 9 પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી, જેમાં લોકમેળા માટેનું મેદાન રૂ. 19.50 લાખની સૌથી ઊંચી બોલી સાથે ફિરોઝભાઈ ઠાસરીયાને ફાળે આવ્યું હતું…. આજે નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ 9 પાર્ટીઓએ બોલી લગાવી હતી, જેમાં સૌથી…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ખાણ વિસ્તારમાં કોઈ કારણોસર વીજ શોક લાગતા મધ્યપ્રદેશના રહેવાસી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હોવાનો ભેદી બનાવ સામે આવ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કયુરેટા કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સંજયભાઈ હિમતાભાઈ પરમાર ઉ.28 અને જાજભાઈ નાથાભાઇ પરમાર ઉ.30ને પાડધરા અને ભેરડા વચ્ચે કોઈ કારણોસર વીજ શોક લાગતા સંજયભાઈ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જાજભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
વાંકાનેર ના ઓળ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા વાંકાનેર તાલુકાના ઓળ ગામે સ્ટીક લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ કુલ રોકડા રૂપિયા 12400 સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર ના ઓડ ગામે સ્ટ્રીટ લાઈટ ના અજવાળ જાહેરમાં જુગાર રમતા (૧) હર્ષદભાઈ કાળુભાઈ વિઝવાડિયા(૨) અક્ષરભાઇ ગીલાભાઈ વિઝવાડીયા(૩) સંજયભાઈ પ્રભુભાઈ કગથરા(૪) ગોપાલભાઈ ગોગા ભાઈ સોરીયા સહિતને કુલ રોકડા રૂપિયા 12400 પકડીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
વાંકાનેર ગાયત્રી મંદિર પાસે આવેલા મફતીયા પરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા વાંકાનેર ગાયત્રી મંદિર પાસે આવેલા મફતિયાપરમા સ્ટીક લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ11430 રોકડા રૂપિયા સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર ગાયત્રી મંદિર સામે આવેલા મફતિયા પરા વિસ્તારમાં (૧) કૈલાશભાઈ બટુકભાઇ ધરોલીયા(૨) વિજયભાઈ ચુનીલાલભાઈ ચારોલીયા(૩) કિશન બટુકભાઈ ધરોલીયા(૪) ચુનીલાલ જીવાભાઇ ચારોલીયા સહિત ને પકડીને કુલ રૂપિયા11.430 રોકડા સાથે પકડીને જુગાર દ્વારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
વાંકાનેરમાં એક યુવાનને ચાર શખ્સો દ્વારા પાઇપ વડે માર મરવામાં આવ્યો: ગુનો નોંધાયો વાંકાનેરના જીનપરા મેઇન રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને ચાલીને પેટ્રોલ ભરવા માટે યુવાન જતો હતો ત્યારે યુવાનને આંતરિને ચાર શખ્સો દ્વારા તેને ઝાપટો મારીને લોખંડના પાઇપ વડે માથા તથા પીઠના ભાગે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જિનપરા મેઇન રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર વાળા ચોક પાસેથી જીનપરા શેરી નં-૧૩ માં રહેતો…
વાંકાનેરના મહીકા ગામના યુવાન પાસેથી ટ્રકની ખરીદી કરીને રૂપિયા ન આપ્યા! વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને તેની માલિકીનો ટ્રક જે શખ્સને વેચ્યો હતો તેણે અડધી રકમ આપ્યા બાદ બાકીની અડધી રકમ આપી ન હતી જેથી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરેલ હોવાથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા કુલદીપભાઈ નરોતમભાઈ મીણીયા જાતે કોળી (૨૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે. રાતડી તાલુકો પોરબંદર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની…
વાંકાનેર ખાતે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ કેશરી દેવસિંહ ઝાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજાયો વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં ગઈકાલે જ્યોતિ સિરામિક ખાતે તેમનો ભવ્યાતિભવ્ય સન્માન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, સમાજ- સંગઠનના હોદ્દેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહી નવનિયુક્ત સાંસદને સન્માનિત કર્યા હતા…. આ સન્માન સમારોહમાં પ્રજાવત્સલ રાજવી કેશરીદેવસિંહ ઝાલાને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ફુલ-હાર તથા શાલ ઓઢાડી સન્માન કરી અને તલવારની ભેટ આપવામાં આવી હતી. આ સાથે જ મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા આગામી દિવસોમાં સામાજિક અને…
વાંકાનેર નવાપરા ધર્મનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર 6 પત્તાપ્રેમી પકડાયા વાંકાનેર નવાપરા ધર્મનગર વિસ્તારમાં જાહેરમાં સ્ટીક લાઈટ અજવાળે જાહેરમાં જુગાર 6 પત્તાપ્રેમી કુલ રોકડા રૂપિયા 7500 સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર નવાપરા ધર્મનગર વિસ્તારમાં જાહેરમાં સ્ટીક લાઈટ અજવાળે જાહેરમાં જુગાર (1) વશરામભાઇ નાથાભાઈ દેગડા(2) ભાવેશભાઈ દિનેશભાઇ મકવાણા (3)મગલભાઈરાજુભાઈ ગાંગડ(4) શૈલેષભાઈ જેસા ભાઈ કોબેયા(5) મયુરભાઈ મગનભાઈ સોલંકી (6) સુરેશભાઈ વશરામભાઈ દેગડા સાહિત કુલ રોકડા 7500 માલ સાથે પકડીને જુગારધારા મુજબ 12, ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
વાંકાનેર જાહેરમાં જુગાર નવ પત્તાપ્રેમી પકડાયા વાંકાનેર નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં સ્ટીક લાઈટ અજવાળે જાહેરમાં જુગાર નવ પત્તાપ્રેમી કુલ રોકડા રૂપિયા 13750 સાથે પકડાયા વાંકાનેર નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં સ્ટીક લાઈટ અજવાળે જાહેરમાં જુગાર(૧)યશ વિવેકભાઈ મારું (૨)યશ પ્રકાશભાઈ બારભાયા(૩) દિપાભાઈ રમેશભાઈ દાદલ (4) બુરાનભાઈ હુસેન ભાઈ હાથી (5) નિકુંજ સંજયભાઈ સોઢા(6) અજીજભાઈ મુસ્તુફા ભાઈસરાવાળા(7) ઋષિભાઈ વિનેશ ભાઈ જોબનપુત્ર(8) લાલાભાઇ વ જેરામભાઈ મઢવી(9) ઓમ ભાઈ વિવેકભાઈ મારુ સહિત ને કુલ રોકડા રૂપિયા13750 મુદ્દામાલ સાથે પકડીને જુગારધારા 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી