કવિ: sharukh chauhan

13 દિવસમાં જ ધોરાજી નગરપાલિકાના પ્રમુખનું રાજીનામુ, દારૂની બોટલ સાથે વીડિયો થયો હતો વાયરલ રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે 13 દિવસમાં જ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે રાજકોટ જિલ્લા કલેકટરને રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સંગીતાબેન બારોટને ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તેની પણ ખબર ન હતી. વિવાદમાં સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું છે. પ્રમુખ બન્યા ત્યારથી જ સોનલ બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા.…

Read More

મોરબી: સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે પ્રથમ મુસ્લિમ ચાંદ થી મસ્જિદો અને મુસ્લિમ સમાજના ઘરે ઘરે રમજાન માસ અંતર્ગત ઈબાદત નમાજ કુરાન શરીફ ની તિલાવત વિગેરે સદકા ઈમદાદ ખેરાત સાથે યુવાનો મહિલાઓ વૃદ્ધો પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે માસુમ બાળ રોજેદારો પણ પવિત્ર રમજાન માસના રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે જેમાંમોરબી શહેર માં કુલ છાપ સોસાયટી ખાતે ત્રણ વર્ષની લિંગણીયા મન્નત મોઈન ભાઈ માસુમ રોજે દાર મન્નત એ રમજાનના 17 ચાંદ મા13 કલાક સુધી પોતાની ભૂખ પ્યાસ ને ત્યાગી ખુદાની બંદગી કરી હતી આ નાની માસુમ બાળ રોજેદારને…

Read More

અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક કંપનીમાં કામ કરતા સમયે કેટલાક કર્મચારીઓ ઢળી પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં ધોળકાની કેડીલા કંપનીમાં ફરજ બજાવતા સમયે ત્રણથી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. એક વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થયું જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

Read More

અસામાજિક તત્વોની તપાસ ચાલી રહી છે, વારંવાર આતંક મચાવનારા સામે પગલાંમાં નિષ્ફળ પોલીસ સામે પણ કાર્યવાહી થશે, કર્ણાટક સરકારના નિર્ણયની આકરી ટીકા, ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા તત્વોને કોઈપણ ભોગે બક્ષશે નહીં અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો કોઈ પોલીસવાળો આવા…

Read More

યુપીમાં ભાજપ મુસ્લિમોને આપશે ‘સૌગત-એ-મોદી’, ઈદ પર 32 લાખ લોકો સુધી પહોંચવાની યોજના મોદી ભાઈ જાનની ભેટ તરીકે ખાસ કીટનું વિતરણ કરાશે, મસ્જિદો દ્વારા જરૂરિયાતમંદોને મળશે સહાય. ઉત્તર પ્રદેશમાં આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક મોટું આઉટરીચ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. ભાજપના લઘુમતી મોરચાએ ‘સૌગત-એ-મોદી’ નામથી એક વિશેષ અભિયાનની જાહેરાત કરી છે, જે અંતર્ગત પાર્ટી રાજ્યના 32 લાખ જરૂરિયાતમંદ મુસ્લિમો સુધી પહોંચીને તેમને ભેટ આપશે. આ ભેટમાં આવશ્યક ચીજવસ્તુઓની એક કીટ હશે, જેનું વિતરણ મસ્જિદો દ્વારા કરવામાં આવશે. ભાજપ લઘુમતી મોરચાના (bjp minority morcha) રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું…

Read More

અમદાવાદના વસ્ત્રાલમાં માથાભારે તત્ત્વો દ્વારા વાહનો, દુકાનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી. 100 કલાકની અંદર સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં સક્રિય માથાભારે ગેંગની યાદી તૈયાર કરવા માટે આદેશ કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસે 10 જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી છે. જેમાં ખંડણી માંગવી, જમીન સહિતની મિલકતો હડપ કરવી અને ગંભીર હુમલા કરીને લોકો ભય ફેલાવતી ગેંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય નાની મોટી ગેંગ અંગે પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ડીજીપીના હુકમ આદેશ બાદ અમદાવાદમાં કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના નોંધાય શકે છે.

Read More

રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યારાજકોટના વડાળી ગામે 32 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખસે અગમ્ય કારણોસર યુવક પર હુમલો કર્યો અને ગંભીર રીતે ઇજા પામતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. સ્થાનિક લોકોની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Read More

વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવો, 26 વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા માંગ શહેરની મધ્યમાં આવતા વિસ્તારો વર્ષોથી નોંધારા, અગાઉ નગરપાલિકાની મધ્યમાં આવેલ વિસ્તારોને અવગણી હદ બહારના વિસ્તારોને પાલિકામાં સમાવિષ્ટ કરાયા ; અમારો શું વાંક ? તાજેતરમાં વાંકાનેર નગરપાલીકાના વર્ગને અપગ્રેડ કરવામાં આવ્યો છે, ત્યારે શહેરની આસપાસના બિનખેતી રહેણાંક વિસ્તારને પાલિકામાં સમાવવા કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરી સીટી તલાટી રેવન્યુમાં આવતા અલગ અલગ 26 વિસ્તારોને પાલિકામાં સમાવિષ્ટ કરી નગરપાલિકા સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવવા માંગ કરવામાં આવી છે…. બાબતે મુખ્યમંત્રીને કરાયેલ રજૂઆતમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષને રાજ્ય સરકાર દ્વારા…

Read More