વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :ભારત સરકાર દ્વારા ગુજરાતમાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની કેરળ રાજ્યની કેરળ ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન (કિલા) થ્રિસુર ખાતેથી એક્સપોઝર મુલાકાત હાલ ચાલું હોઇ જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાથી પ્રદેશ દ્વારા સુચિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ જીલ્લા પંચાયત પ્રમુખો જોડાયેલા છે. મોરબી જિલ્લામાથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર મોરબી જિલ્લાના બંને બહેનો કેરળ રાજ્યમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય જે મહિલા સશક્તિકરણનું સૌથી ઉમદા ઉદાહરણ પુરૂ પાડે છે .
કવિ: aarif diwan
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા ફરિયાદી વિજય શિવાભાઈ ચાવડા ઉંમર વર્ષ 38 વાળાએ મહિકા ગામ મે રહેતા ઉસ્માન મહમદભાઈ બાદી ઉંમર વર્ષ 54 વાળા સામે ગત તારીખ 18 10 2024 ના રોજ બપોરે 12:45 કલાકે વિશ્વાસઘાત છેતરપિંડી જાતિ પ્રત્યય હડધુત કરતા એટ્રોસિટી ની ફરિયાદ કરેલ હોય જેથી વાંકાનેર તાલુકા પોલીસ પી.આઈ સહિતની ટીમ એ આરોપીની ગણતરીની કલાકોમાં જ સાંજે 6:30 કલાકે અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે જે અંગેની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે ફરિયાદી વિજયભાઈ શીવાભાઈ ચાવડા એ તેમની માતા ચંપાબેન શીવાભાઈ ચાવડા ના નામે વાંકાનેર તાલુકાના મહિકા ગામે…
હાલ દિવાળીને ગણતરીના દિવસો આડા રહ્યા છે ત્યારે જિલ્લા કક્ષાના કર્મચારીઓ પણ તહેવારોને ધ્યાને રાખી એલર્ટ થયું હોય તેમ સરકારની તિજોરી ને ખોટ કરતી ખનીજ ચોરી ની ટોળકીના મોરબી જિલ્લા પંથકમાં અડધો ડઝન ડમ્પર ટ્રક પકડી જુદા જુદા પોલીસ મથકે મૂકવામાં આવ્યા છે જે મોરબી જિલ્લામાં ખનીજ ચોરી નિયંત્રણ લાવવા માટે ભૂસ્તર શાસ્ત્રી દ્વારા કચેરીની અલગ અલગ ટીમો બનાવી તારીખ 17 10 2024 ના રોજ રાત્રે દરમિયાન મોરબી જિલ્લામાં આકસ્મિક રોડ ચેકિંગ દરમિયાન કુલ છ ડમ્પર ટ્રક ને ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા સીજ કરી આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવા લગત પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે જેમાં જીજે 36 વી…
“‘પ્રાઉડ ટુ બી ઇન્ડિયન – લાગણીશીલ થઈ ભારતીય બનવાનો ગર્વ અનુભવતા સ્થળાંતરિત નાગરિકો'” મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા ૧૩ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ અને નિયમો-૨૦૦૯ અંતર્ગત ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના અનેક પરિવારો વખતો વખત વિવિધ કારણોસર પાકિસ્તાનથી હિજરત કરી ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છે, એમાંનું એક મોરબી પણ છે, જ્યાં અનેક સ્થળાંતરીતો આશ્રય લઈ રહ્યા છે. મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા અનેક પરિવારો દૂધમાં સાકારની જેમ ભળી ગયા છે. જિલ્લા કલેક્ટર તેમજ વહીવટી તંત્ર દ્વારા આ પરિવારોને નાગરિકતા મળી જાય…
સરકારી લેણાંની વસુલાત માટે કાયદાકીય જોગવાઈ હેઠળ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ જિલ્લામાં ઉપલબ્ધ તમામ આધારકાર્ડની કીટનો લોકહિતાર્થે ઉપયોગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ બેઠકમાં રાજ્યસભાના સાંસદ તથા ધારાસભ્ય ઉપસ્થિતિ મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અઘ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ અને ધારાસભ્ય ઓ દ્વારા જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટર એ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને કડક સૂચના આપી હતી. બેઠકની શરૂઆતમાં જ કલેક્ટરશ્રીએ જિલ્લાની તમામ કચેરીઓમાં ૧૦:૩૦…
હવે ગણિતના દિવસોમાં જ દિવાળીના દીપ પ્રગટ થશે ઘર ઘર દીપ નો પ્રકાશ સાથે ફટાકડાની આકર્ષબાજી નો ઉત્સવ ની ઉજવણી કરવા ના ભાગરૂપે તડા માર તૈયારીઓ કરી દીધી છે ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃતિમાં શ્રી વિરબાઈ માં માનવસેવા અને ગૌ સેવા કરતી સંસ્થા ના સ્થાપક અલ્પાબેન કકકડ એ મોરબીમાં ઝુપટ પટ્ટી વિસ્તારમાં જરૂરત મંદ બાળકોને દીપાવલી ની શુભેચ્છા દિવાળી પહેલા પાઠવી દીધી હોય બાળકોને કપડા રમકડા પુસ્તકો ઇમિટેશન જ્વેલરી બુટ ચંપલ વગેરે આપી દિવાળી નો ઉત્સવ ઝુપટ્ટીમાં ગરીબ બાળકોના ચહેરા નો દીપ પ્રગટી ઉઠ્યો હતો સાથોસાથ અલ્પાબેન કકકડ સર્વે સમક્ષ અપીલ કરી જણાવ્યું છે કે બિનજરૂરી આપના ઘરમાં કપડા બુટ ચંપલ…
“‘રોડ સેફટી વિભાગના ડિજિટલ યુગમાં ખાડો પુરવાનું ગ્રહ શોધવામાં સર્વ ડાઉન!!!”‘ સમગ્ર ગુજરાતમાં માર્ગોની મજબૂતાઈ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી લાખો કરોડોની ગ્રાન્ટ ને મંજૂરીની મોર આપી વિકાસને વેગ આપી રહ્યા હોય તેવા સમયે સ્થાનિક જિલ્લા કક્ષાના અધિકારીઓ વિકાસ લક્ષી કાર્યને સ્થાન અપાવવામાં નિષ્ક્રિય રહ્યા હોય તેવી સ્થિતિ મુખ્ય માર્ગ ઉપર જોવા મળતી હોય છે જે અમદાવાદ કચ્છ નેશનલ હાઈવે ને જોડતો વાંકાનેર જકાતનાકા પાસે હાઈવે રોડ ઉપર ઉંડો ખાડો જાણે વિકાસ ની વાવણીમાં નું વાવેતરમાં જાણે માવઠાનો માર લાગ્યો હોય તેમ સતત વાહનોથી ધમધમતો હાઈવે ને રહાદારી વાહન ચાલકો માટે જોખમી ના બને તેવી તકેદારી રાખવામાં રોડ સેફટી વિભાગ જાણે…
વાંકાનેર તાલુકા ભાજપ શાસનકાળ ના સમયગાળામાં 18 મી સામાન્ય સભા તારીખ 17 10 2024 ના રોજ બપોરે 12:00 કલાકે સભા હોલ ખાતે મળી હતી 23 તાલુકા પંચાયતના સદસ્ય માંથી માત્ર 15 સદસ્યો હાજર રહ્યા હતા જેમાં સૌપ્રથમ ચૂંટાયેલા સદસ્યોની રજૂઆત સાંભળવામાં આવી હતી તેમાં તિથવા ગામે કોઝવે નું કામ અને આંગણવાડીની જગ્યા ની ફાળવણી કરવા ની રજૂઆત થઈ હતી ત્યારબાદ જેતપરડા ગામમાં ગામ તળ કરેલ જમીનનો કબજો વિકાસ લક્ષી કાર્યને સોંપવા માટે સદસ્ય રણજીતભાઈ એ કરી હતી અને લાલપરમાં ગોચર દબાણ અંગે પણ કોંગ્રેસના માજી પ્રમુખ તાલુકા પંચાયત ના યુનુસભાઈ એ કરી હતી આ સમગ્ર સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા 15…