માનદ વેતનથી હંગામી ધોરણે નોકરી કરવા ઇચ્છુકોએ ૧૬ નવેમ્બર સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૬ સંચાલક, ૧૫ રસોઈયા તથા ૧૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન શાખા, વાંકાનેર તાલુકા મામલતદારશ્રીની કચેરીએથી અરજી ફોર્મ મેળવી ૧૬/૧૧/૨૦૨૪ સુધીમાં પોસ્ટ મરફતે બંધ કવરમાં પહોંચતું કરવાનું રહેશે. આ અરજી અન્વયે ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે ઉમેદવારે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીએ સ્વખર્ચે રજુ થવાનું રહેશે. મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી…
કવિ: aarif diwan
વઘાસિયા ગામમાં લોક કલાકાર શ્રી કિશન બારોટના રાસ ગરબા, લોકગીતોના કાર્યક્રમોએ લોકોને રસ તરબોળ કર્યા મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે. તાજેતરમાં વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, પરંપરાગત રાસ ગરબા, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, પોલિયો નાબૂદી માટે રસીકરણ અભિયાન, આધાર કાર્ડ, આયુષમાન કાર્ડ,…
વાંકાનેર પંથકમાં ગામડે ગામડે શાસન પક્ષ ભાજપના શાસનકાળમાં વિકાસને વેગ મળી રહ્યો હોય તેમ નૂતન વર્ષાની સર્વે નાગરિકોને શુભેચ્છા બાદ મોટાભાગના નેતાઓ વિકાસ કાર્યમાં લાગી ગયા હોય તેમ વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર ગ્રામ્ય વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધા ની સાથે લોકોની ફરિયાદોને ધ્યાન રાખી ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યા મુક્ત લોકો બને એવા પ્રયાસોના ભાગરૂપે વાંકાનેર તાલુકાના ચાંચડિયા ગામે પીવાના પાણીની નવી યોજના અંતર્ગત પીવાનું પાણી મળતા ગામ લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે જે કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર દ્વારા વાંકાનેર તાલુકામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા થકી ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્રારા 100 એલ. પી. સી. ડી. ગ્રુપ…
વાંકાનેર માં તાજેતરમાં પ્રાંત અધિકારી અને મામલતદાર નવા વાંકાનેર માટે આવેલા બંને અધિકારીઓનું ચાર્જ સાંભળ્યા ની સાથે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરીના સભા હોલ ખંડમાં વિચરતી વિમુક્ત જાતિ ના જરૂરત મંદ ને સનદ આપવાનો કાર્યક્રમ લાભ પાંચમના રોજ તારીખ 6 11 2024 ના રોજ યોજાયો હતો જેમાં નવા વર્ષ દિવાળી તહેવારો અંતર્ગત લાભ પાચમ દિવસે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારી ડૉ. વી.ડી. સાકરીયા અને મામલતદાર કે.વી. સાનિયા એ પ્રથમ ચાર્જ સંભાળિયાની સાથે મુલાકાતે આવ્યા હોય જેથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા તેમજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન…
વાંકાનેર ખાતે તારીખ 6/11/2024 ના રોજ તાલુકા પંચાયત કચેરીના સભાખંડ હોલમાં100 ચોરસ વાર પ્લોટની સનદ લાભ પાંચમના શુભ દિવસે વિચરતી વિમુક્ત જાતિના 127 જેટલા જરૂરત મંદ લોકોને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે આપવામાં આવી હતી જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી ડૉ. વિપુલકુમાર ડી સાકરીયા તેમજ મામલતદાર કે.વી. સાનિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી રિઝવાન ભાઈ એ. કૌઢિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન મેર વગેરે મહાનુભવો ની ઉપસ્થિતિમાં વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે 100. ચોરસ વાર પ્લોટની સરકાર દ્વારા ફાળવણી અંતર્ગત રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ લેખિત મા વિચરતી વિમુક્તિ જાતિના જરૂરત મંદ લોકો માટે રજૂઆત કરેલ…
“‘આ પૂર્વે તા.૩૧ ઓકટોબર હતી જે વધારીને આગામી તારીખ ૧૦ નવેમ્બર સુધી અરજી કરી શકાશે”‘ તાજેતરમાં ચાલુ વર્ષ ૨૦૨૪ ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ– ૨૦૨૪’ રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના ખેડૂતો હવે નવા થયેલા સુધારા અનુસાર આગામી તારીખ ૧૦/૧૧/૨૦૨૪ સુધી ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ પૂર્વે અરજી કરવાની તારીખ ૩૧ ઓકટોબર નિયત કરવામાં આવી હતી. આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/ VLE મારફત અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી…
“‘એઈમ્સ રાજકોટના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન”‘ મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત ફ્રી મેગા મેડીકલ કેમ્પનું વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત વિવિધ ક્ષેત્રના તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન સાથે સેવા આપવામાં આવશે. આ ઉપરાંત મેડીસીન, હાડકાં, ફેફસાં, કાન, નાક, ગળા, કેન્સર, આંખ, બાળરોગ, સ્ત્રી રોગ, સર્જરી, ચામડી, એનેસ્થેસિયા અને દાંતના રોગોનું નિદાન, દવા વિતરણ, લેબોરેટરી રિપોર્ટ કરી આપવામાં આવશે. તેમજ કેમ્પમાં લેબોરેટરી તથા એક્સ-રે ની સુવિધા નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે અને સાથે સાથે…
વાંકાનેર માં રાજ્ય સરકારની કચેરી હોય કે કેન્દ્ર સરકારની કચેરી હમણાં હમણાં જ્ઞાતિવાદ સમાજવાદ નો સ્વાદ સરકારી કર્મચારીઓમાં મીક્ષણ ઋતુ ની જેમ પકડ કરી રહ્યો હોય એવું મોટાભાગના વાંકાનેર પંથકના સરકારી કર્મચારી મનોમંથન મહેસુસ કરી રહ્યા હોય એવી કાળી ચૌદસ ધનતેરસ દિવાળી ના દીપ પ્રગટ્યા થી લઈ નવા વર્ષ સુધી માં જે તે કચેરીના વડા પોતાની જ સમાજના વ્યક્તિને પ્રધાન્ય આપી અન્ય કર્મચારીઓ સાથે જુના ઢાંચા ને વળેલી નીતિ રીતિ અનુસાર વર્ણ વર્તન કરી રહ્યા હોય એવા દિવાળીની મીઠાઈ અને ગિફ્ટ માં સરકારી કર્મચારીઓએ એકને ગોળ બીજાને ખોળ એ કહેવતને સાર્થક કરતી ઘટનાઓ મહેસુસ કરી હોય જેના પરિણામે સરકારી કચેરીઓ…
વાંકાનેરમાં કૃષ્ણમ ક્લિનિક એન્ડ હોમિયો કેર સેન્ટર નો શુભ પારંભ લાભ પાચ થી વાંકાનેર પંથકના લોકો વિવિધ દર્દ મુક્ત બને તેઓ લાભ આપવા નું કાર્ય ડૉ.એમ. વી. મુંધવા (B.H.M.S.) (C.C.H.) દ્વારા વિવિધ રોગ મુક્ત લોકો બને એવા હેતુસર વાંકાનેર માં કુષણમ ક્લિનિક એન્ડ હોમિયો કેર નું આગમન ની શરૂઆત લાભ પાચમ તારીખ 6 11 2024 ના રોજ જય ગણેશ કરવામાં આવ્યું છે જે વાંકાનેર ના બસ સ્ટેશન મેઇન રોડ ખાતે સવારે 9:00 વાગ્યાથી નવું સોપાન ની શરૂઆત વાંકાનેર પંથકના લોકો સર્વ રોગ મુક્ત બને તેવા પ્રયાસો ના ભાગરૂપ કૃષ્ણમ ક્લિનિક એન્ડ હોમીયો કેર નો શુભારંભ થશે જેમાં પ્રતિષ્ઠ વાંકાનેર પંથકના…
મોરબી શહેર જિલ્લામાં પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપી પવિત્ર પત્રકારી ક્ષેત્રે સત્યની સાથે રહેનારા મિત્ર સ્વભાવના એવા મોરબી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ તટસ્થ કલમથી ઓળખાતા મોરબી મિરરના પત્રકાર અતુલભાઇ જોશી પત્રકારનો આજ રોજ જન્મદિવસ નિમિત્તે હદય પૂર્વક જન્મદિવસની શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે સ્થાનિક લોકો રૂબરૂ તો અન્ય શહેર જિલ્લા રાજ્યમાં વસવાટ કરતા મિત્રો મોબાઈલ ફોનના માધ્યમથી whatsapp facebook instagram સ્ટેટસ ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે મિત્ર સ્વભાવના અતુલભાઇ જોશી હદયપૂર્વક સર્વે મિત્રોનો શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો છે