તા. ૨૧-૦૮-૨૦૨૪ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તાજેતરમાં યુવા ઉત્સવનું તાલુકાકક્ષાનું આયોજન ડી.એન.ટી. સ્કૂલમાં કરવામાં આવેલ હતું, જેમાં ઈન્ડિયન પબ્લિકસ્કૂલના વિદ્યાર્થીઓ (૧) પાટડીયા જિનલ (ચિત્ર સ્પર્ધા)(૨) સુમેરા દર્શીલ (વક્તૃત્વસ્પરધા)(૩) ઉલવા રોશની (લગ્ન ગીત સ્પધા)(૪) ઠાકર રુદ્રી (ભજન સ્પર્ધા)માંતાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે(૧) પરમાર ધર્મિલ(હાર્મોનિયમવાદન)(૨) દેવલ માનસી (પોસ્ટર મેકીંગ)માં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીશાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.આવનાર સમયમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ તમામ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ દેખાવકરી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરે તેવી શાળા પરિવારે દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓપાઠવી હતી.
કવિ: aarif diwan
મોરબી નગરપાલિકામાં વિવિધ સમસ્યાઓ અંગે સતત કોંગ્રેસ પાર્ટી દ્વારા રજૂઆત ફરિયાદો કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ મોરબી નગરપાલીકા માં આવેલ રીઝનલ કમિશ્નર શ્રી મહેશ જાની સાહેબ સાથે મોરબી આવાસ યોજના, ઈમ્પેક્ટ ફી, ૪૫ ડી, નંદિધર સહિતનાં મુદ્દે ચર્ચા કરી. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સતિષભાઈ પટેલ સહિત નાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.
ટંકારા : ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા છે છતાં પણ લોકો લાલચમાં આવી પોતાની કમાણી ડૂબાવી દેતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે ટંકારા શહેરના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યુવાન સાથે પણ આવો જ કિસ્સો બનતા શેર બજારમાં રોકાણના નામે 1.18 કરોડની માતબર રકમ ગુમાવવી પડી છે.ટંકારા શહેરના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભાસ્કરભાઈ જસમતભાઈ સંઘાણીએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં વોટ્સએપ નંબર તેમજ મોબાઈલ નંબર અને અલગ – અલગ બેંકમાં એકાઉન્ટ ધરાવતા 15 આરોપીઓ વિરુદ્ધ શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવવાને બહાને રૂપિયા 1.18 કરોડ મેળવી લઈ પરત ન કરવા મામલે મોરબી સાઈબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા સાઈબર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ…
આજ રોજ તા. 21 ઓગષ્ટ 2024 નાં દિવસે ભારત બંધ એલાનને ટંકારા તાલુકા શહેરમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. તા.1 ઓગષ્ટ નાં સુપ્રિમ કોર્ટ નાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિ નાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ તા.21 ઓગષ્ટ નાં દિવસે ભારત બંધનું આહવાન કર્યું હતું.જેમાં બહુજન સમાજનાં હિતેચ્છુ બહેન કુમારી માયાવતીજીએ આ બંધનાં મૂદ્દે સમર્થન આપી સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટ નાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે… એવી ટકોર કરી હતી…ભારતભરમાં બંધનાં પગલે મોરબી જીલ્લાનાં ટંકારા શહેર અને તાલુકામાં મોટેભાગે વેપારી વર્ગો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું…
નવી દિલ્હી:વક્ફ સુધારા બિલ ૨૦૨૪ને લઈને પ્રમુખ જમીયત ઉલમા-એ-હિંદ મૌલાના અરશદ મદનીના વિશેષ ર્નિદેશો પર, જમીયત ઉલામાના સભ્યો સતત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ અને સંયુક્ત સંસદીય સમિતિના સભ્યોને મળી રહ્યા છે.આ બેઠકો દરમિયાન, જમીયતના સભ્યો આ બિલના નુકસાનકારક સુધારાઓ પર પ્રકાશ પાડી રહ્યા છે અને એ પણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો બિલ પસાર થાય તો મુસ્લિમો પર તેની શું નુકસાનકારક અસરો થઈ શકે છે.આવા કાયદાની આડમાં મુસ્લિમોને તેમની વક્ફ મિલકતોથી કેવી રીતે વંચિત કરી શકાય?આ બેઠકો રાષ્ટ્રીય અને રાજ્ય બંને સ્તરે ચાલી રહી છે. આ સંદર્ભે, તાજેતરમાં જ જમીયત ઉલમા મહારાષ્ટ્રનું એક પ્રતિનિધિમંડળ મુંબઈમાં એનસીપીના નેતા બાલ્યા…
રાજસ્થાન:અજમેર જિલ્લામાં થયેલા દેશના બહુચર્ચિત ન્યૂડ પિક્ચર બ્લેકમેલ કૌભાંડમાં કોર્ટનો ર્નિણય આવ્યો છે. આ કેસમાં ૩૨ વર્ષ બાદ લેવાયેલા ર્નિણય મુજબ કોર્ટે બાકીના સાતમાંથી છ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી છે.બ્લેકમેલ કૌભાંડમાં સામેલ આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈન છે. કોર્ટે આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.આરોપીઓએ પહેલા એક છોકરીને પોતાની ચુંગાલમાં ફસાવતા હતા અને પછી પ્રથમ છોકરીને છોડવાના બદલામાં તેઓએ તેની સામે બીજી છોકરી લાવવાની શરત રાખતા હતા.આ રીતે આરોપીઓએ એક પછી એક ૧૦૦થી વધુ કોલેજીયન યુવતીઓ સાથે ગેંગરેપ કર્યો હતો. સામૂહિક બળાત્કાર દરમિયાન આરોપીઓ યુવતીઓના…
શાળાએ શિક્ષણના શબ્દનું જ્ઞાન પૂરું પાડવામાં શિક્ષકોની ભૂમિકા માતા પિતા થી વિશેષ ગુરુ સમાન તરીકે રહી છે ત્યારે ગુરુ પોતાના વિદ્યાર્થીને પરિસ્થિતિને પારખી સંપૂર્ણ જ્ઞાન પૂરો પાડવામાં આજના આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા સાથે પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થી રહે તેવા ઉપદેશ સાથે 78 માં ગણતંત્ર દિવસ આઝાદી ઉત્સવ નું 15 ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રીય તિરંગા રાષ્ટ્ર ભાવના સાથે ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા અને હાલ 2024 ના ઉનાળુ તાપ તેજ રહ્યું હોય જેથી આવનાર સમયમાં લોકોને ઠંડા પવન સાથે છાવ મળી રહે તેવા પ્રયાસ સ્વરૂપે વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રેમી બન્યા હોય તેમ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે એસ એમ પી હાઈ સ્કૂલના…
મોરબી જીલ્લા ની અમુક ટ્રાફિક સમસ્યા જેવી કે કુબેર થી આગળ આવેલ નવલખી ફાટક પાસે ત્રણ થી ચાર સ્કૂલો આવેલી છે તે ઉપરાંત ત્યાં આજુબાજુ મા ઘણી બધી સોસાયટી આવેલી છે આ જગ્યા એ આવેલી ફાટક બંધ થાય ત્યારે વાહન સામે સામે આવી ને ઉભા રાખી દેતા હોવા થી ત્યાં ના રહીશો તેમજ સ્કૂલ આવતા જતા બાળકો તેમજ વાલીઓ ને ખુબજ મુશ્કેલી પડતી હોય છે ઘણી વખત એમ્બ્યુલન્સ પણ ત્યાં ફસાય જતી હોય છે એને ધ્યાન મા રાખી ને ત્યાં એક ટ્રાફીક પોઇન્ટ આપવા મા આવે તેમજ વચ્ચે બેરિકેટ ગોઠવી આવક જાવક નો રસ્તો થોડે સુધી અલગ કરે જેથી ટ્રાફિક…
રાજકોટ ડિવિઝનના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફની સૂઝબૂઝના લીધે, ગુમ થયેલ સગીર છોકરાને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો છે. મોરબીમાં ફરજ બજાવતા આરપીએફના સહાયક સબ ઇન્સ્પેક્ટર નરેશ કુમાર ચૌહાણને સવારે 10.30 વાગ્યે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં એક 14 વર્ષનો છોકરો વ્યથિત અને શાંત હાલતમાં એકલો જોયો હતો. તેણે સમજદારી વાપરી અને તેની સાથે વાત કરી. કાઉન્સેલિંગ દરમિયાન છોકરાએ જણાવ્યું કે તે લગભગ 15 દિવસ પહેલા બિહારના મુઝફ્ફરપુરથી મોરબીમાં તેના મામાના ઘરે આવ્યો હતો. છોકરાના મામાને આરપીએફ દ્વારા પોસ્ટ પર બોલાવવામાં આવ્યા હતા જેમણે માહિતી આપી હતી કે જ્યારે તેણે તેના ભત્રીજાને બીડી પીતા જોયો ત્યારે તેણે ઠપકો આપ્યો અને સમજાવ્યું હતું.…
પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિને તહેવારો અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે ત્યારે 2024 માં ઉનાળાની તેજ ગરમી અને હાલ વરસાદ સમયસર ના પડતા ગરમી બફારો હાલ લોકો મહેસુસ કરી રહ્યા છે જેથી પર્યાવરણનું જતન અને આવનાર સમયને ધ્યાને રાખી વૃક્ષારોપણ વૃક્ષ વાવો વરસાદ લાવો ના સૂત્ર સાથે 210 જેટલા જુદા જુદા વાંકાનેર પોલીસ તંત્ર દ્વારા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે જેથી ઉનાળામાં પશુ પક્ષી માનવને મળે છાવ ને ઠંડા પવનની મહેક સાથે પર્યાવરણનું જતન સ્વરૂપે વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઈ એચ વી ઘેલા અને પીએસઆઇ ડીવી કાનાણી પી એસ આઇ વી કે મહેશ્વરી સહિત ડી સ્ટાફ જમાદાર મુકેશભાઈ ચાવડા સહિત એલ…