વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર :હાલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન ૨૦૨૪ સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના તમામ લોકો , બહેનો અને યોવાનોએ ભાજપની સદસ્યતા નોંધણી કરાવી જાલીડા ગામની ભાજપની સદસ્યતા નોંધાવતું સૌપ્રથમ સમસ્ત ગામ બનાવેલ છે.સમસ્ત ગામ લોકોની સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર તથા જગદીશભાઈ રબારી, ભૂપતભાઈ હાડગરડા, ગોવિંદભાઈ લોહ અને વૃંદાવન યુવા ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે સમસ્ત ગામ લોકો દ્વારા જીજ્ઞાસાબેન મેરનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યૂ હતું.
કવિ: aarif diwan
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા અદામિયાસાહેબના ટેકરા પર પાંચફળી જસને ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા ૧૩મા સમુહલગ્નનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું આ સમુહલગ્નમા કાજીની મસ્જીદ ના પેશઇમામ સાહેબે ૧૨જોડાને નિકાહ પઢાવી દુઆ આપેલ અને મહેમાનો વડીલો,સામાજીક કાર્યકરો મહાનુભવો અગ્રણીઓ આગેવાનો એ નવદંપતી ને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને સખી દાતાઓ અને કમિટી તરફથી ભેટ સોગાદો આપવામાં આવી હતી ત્યારબાદ નિયાજ તકસીમ કરવામાં આવી અને પાંચફળી જસને ઈદે મિલદુન્નબી કમિટીના સભ્ય તથા પાંચફળી ના રહીશોએ મહેનત કરીને આ ૧૩મા સમૂહ લગ્નનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ.. ફારૂક મદાર૭૬૯૮૯૫૦૯૫૩
વાંકાનેર ના ભમરીયા કુવા નજીક આવેલ મુમના શેરી પાસેની અતીક નોવેલ્ટી નામની દુકાન માં આગ લાગ્યાની ઘટના વાયુ વેગે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ઈદે મિલાદ અંતર્ગત પોલીસ બંદોબસ્ત સતત હોય જેથી આગની ઘટના નજીક પોલીસ બંદોબસ્ત હતો ઘટનાની માહિતી મળતાની સાથે જ પીઆઇ એચ વી ઘેલા પીએસઆઇ મહેશ્વરી અને પોલીસ કાફલો મુખ્ય રોડને બ્લોક કરી લોકોને પસાર થતા અટકાવી દેવામાં આવ્યા હતા જેથી આગની અકસ્માત ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના નું સ્વરૂપ ધારણ ન થાય તેવા પ્રયાસો ફરજ ના ભાગે કરવામાં આવ્યા હતા અને ફાઈલ ફાઈટરને જાણ થતા ઘટના સ્થળે ફાયર ફાઈટર આવી આગને કાબુ કરવાના પ્રયાસો કર્યા હતા…
તારીખ ૧૭/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકાના શ્રી રૂપાવટી પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું.શાળામાં કુલ ૨૬૩ વિદ્યાર્થીઓ માં થી ધોરણ ૫ થી ૮ ના મળીને કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ આ કાર્યક્રમ માં ડો.ડિમ્પલબા જાડેજાએ વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક આડ અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપેલ.જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ,બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ ને RBSK ટીમ ડો.નિલેશ ધનાણી, ડો.ડિમ્પલબા જાડેજા,…
“ઠેર ઠેર છબીલ શરબત ખજૂર કેક ચોકલેટ વગેરે ના નિયાઝ વિતરણ કરાયા” વાંકાનેર શહેરના મુસ્લિમ વિસ્તારમાં રોનકે રસુલ બારમી શરીફ ના પ્રથમ ચાંદ થી ઈદે એ મિલાદ એટલે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક મુસ્લિમ સમાજ દ્વારા કાર્યક્રમ ઠેર ઠેર યોજાયા હતા જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંગ્રેજી તારીખ 16 9 2024 ને 12 ની ગફાર મુસ્લિમ બારમી શરીફ પ્રથમ ચંદ થી રોશની થી દરગાહ મસ્જિદ સહિત ધરે ધરે રોશની શણગાર સજાવટ કરી ઝગમગાટ આનંદ ઉત્સાહ સાથે હજરત મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ અંતર્ગત બારમી શરીફ ના મહિમાના ચાંદ રાતથી આશિક કે રસુલ દ્વારા મિલાદ…
“ઠેર ઠેર છબીલ શરબત ખજૂર કેક ચોકલેટ વગેરે ના નિયાઝ વિતરણ કરાયા” વાંકાનેર શહેરના મુસ્લિમ વિસ્તારમાં રોનકે રસુલ બારમી શરીફ ના પ્રથમ ચાંદ થી ઈદે એ મિલાદ એટલે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક મુસ્લિમ સમાજ દ્વારા કાર્યક્રમ ઠેર ઠેર યોજાયા હતા જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંગ્રેજી તારીખ 16 9 2024 ને 12 ની ગફાર મુસ્લિમ બારમી શરીફ પ્રથમ ચંદ થી રોશની થી દરગાહ મસ્જિદ સહિત ધરે ધરે રોશની શણગાર સજાવટ કરી ઝગમગાટ આનંદ ઉત્સાહ સાથે હજરત મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ અંતર્ગત બારમી શરીફ ના મહિમાના ચાંદ રાતથી આશિક કે રસુલ દ્વારા મિલાદ…
વાંકાનેર સિટી ન્યૂઝ વાંકાનેર : સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદે રોડ રસ્તા અને ચેક ડેમ સાથે લોકોના ઘરોમાં પાણીનો પ્રવાહ ઘૂસી જતા ને હાલાકી નો ભોગ બનવું પડ્યું હતું ત્યારે વાંકાનેર પંથકમાં પણ અતિ ભારે વરસાદે નદી નાલા હોકળા સાથો સાથ ખેતીવાડી રોડ રસ્તા ને નુકસાન થયું છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ શાસનકાળ મા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે જેથી વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલાએ ગઈ તારીખ 9 9 2024 ના રોજ વાંકાનેર તાલુકામાં આવેલા વિસ્તારોથી અન્ય શહેર જિલ્લા વિસ્તારમાં પ્રવેશતા રોડ રસ્તા અને બ્રિજ અંગે લેખિતમાં રજૂઆત કરી છે…
હમણાં હમણાં મોરબી જિલ્લામાં લોક અદાલત યોજાઈ ગઈ જેમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે તો અમુક પ્રશ્નો અંગે કાયદાની પરિભાષામાં વિશ્લેષણ કર્યા પછી પરિણામ જાણી શકાશે પરંતુ લોક અદાલત એટલે શું!? એના વિશે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અને એડવોકેટ તરીકે રાજકોટ ઓફિસ ધરાવતા કાયદા નિષ્ણાત એવા ફરીદભાઈ પરાસરા ની કલમથી ટૂંકો પરિચય લોક અદાલત વિશે લોકોને આપવામાં આવ્યો છે જેમાં લોક અદાલત એટલે લોકોની અદાલત, ના કોઈનો વિજય ના કોઈ નો પરાજય. ગુજરાતમાં લોક અદાલતની શરૂઆત 14 માર્ચ 1982 ના રોજ ગુજરાત રાજ્યના ઉના શહેર ખાતે પ્રથમ શિબિર થયેલ હતી. તેમજ ત્યારબાદ થી લોક અદાલતને વૈધાનિક જોગવાઈ…
“‘પૂજા પાઠ પ્રાર્થના આરતી સાથે પ્રસાદ ની લહણી કરી રંગાયા ભક્તિ ભાવુક થયા!!!” સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હિન્દુ મુસ્લિમ સમાજના વાર તહેવારે શાંતિ સમિતિ ની મીટીંગ કરી સર્વે સમાજમાં એકતા ભાઈ ચારા સાથે આનંદ ઉત્સવ થી ઈદ હોય કે દિવાળી કે પછી ગણેશ મહોત્સવ હોય કે ઈદે મિલાદ ફરજ ના ભાગે પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે કોઈ અનછનીય બનાવ ન બને તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે પોલીસ તંત્ર પ્રજાના રક્ષક તરીકેની ભૂમિકા મા આગવું સ્થાન ધરાવે છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી હાલ મુસ્લિમ સમાજના 12 મી શરીફના પ્રથમ મુસ્લિમ ચાંદ થી ઇદે મિલાદ અને હિન્દુ સમાજના…
વાંકાનેર સીટી ન્યુઝ પરિવાર સર્વે વાચકો અને આશિકે રસુલ ને મુબારક પ્રસંગે ઈદે મિલાદુલ નબી ની ઈદ મુબારક તંત્રી: ઝાકીર ભાઈ એમ બ્લોચ સહ તંત્રી સિકંદર ભાઈ એમ બ્લોચમેનેજિન તંત્રી આરીફ દિવાન કાર્યાલય વાંકાનેર સિટી ન્યૂઝ વાંકાનેર હાજીઅલી ચેમ્બર વાઢા લીમડા ચોક વાંકાનેર જીલ્લો મોરબી