નવરાત્રીના પ્રથમ નોરતેથી વરસાદની આગાહી અંતર્ગત આયોજકો અને નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ મા મનોમંથન નારાજગી મહેસુસ કર્યા બાદ શ્રદ્ધાના પ્રતીકમાં ના નવલા નોરતા નિમિત્તે માની જેવી ઈચ્છા અનુભવતા નવરાત્રી 2024 મહોત્સવ ના ત્રીજી ઓક્ટોબર થી પ્રારંભ થઈ રહ્યો હોય જેથી ખેલૈયાઓમાં ઉત્સાહ ઉમંગ મન મૂકી ગરબે રમવાની ઈચ્છા માં શંકા કુશંકા એ ક્યાંક ને ક્યાંક વરસાદ પડશે એનો ડર સતાવતો હોય પરંતુ હવામાન વિભાગે ખેલૈયાઓની ચિંતા દૂર થાય તેવી આગાહી કરી છે જેમાં હવામાન વિભાગ આગાહી અંતર્ગત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે એમાં પણ ખાસ કરીને નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં હળવો છુટો છવાયો વરસાદ વરસી શકે…
કવિ: aarif diwan
હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ગરબી સંચાલક આયોજકો ની મોટી સંખ્યામાં હાજર રહ્યા વાંકાનેર સીટી પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પીઆઇ એચ વી ઘેલા ની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી તહેવારો અંતર્ગત શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી નિમિત્તે સાંજે 5:00 કલાકે વિવિધ ગરબીના આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજને અગ્રણીઓની મોટી ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી તેમાં સરકારની ગાઈડલાઈન મુજબ પાલન કરવાનું અને શાંતિ ભાઈચારા એકતાથી તહેવારો નો ઉત્સવ દર વર્ષની જેમ યોજાય તેવી માના નવલા નોરતા નિમિત્તે કાર્ય કરવા ની સાથે સીસીટીવી કેમેરા મોબાઈલ નો દુરુપયોગ ના કરવો અને…
સમગ્ર ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે 15 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત કાર્યક્રમો સરકારી બાબુઓ અને નેતાઓ હાથમાં જાડુ લઈ દેખાવ કાર્ય સાથે સેલ્ફી લેતા સમાચાર બની રહ્યા છે ત્યારે વાંકાનેર માં ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ ગંદા પાણીની ગટર ચોકપ થતા મખી મચ્છરો જેવી જીવાતો થી માનવ પ્રજા ને રોગચાળાનો ભય જજુમી રહ્યું છે ત્યારે રોડ રસ્તા પર ખાડા ખાડા થી ઉગતી ધૂળોની ડમરી લોકોના આરોગ્ય માટે જોખમી બની છે છતાં તંત્ર કાગળ ઉપર અને સેલ્ફી સાથે સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરતા હોય તેમ સમસ્યા સ્વરૂપે તસવીરો સાથે વાંકાનેર ના રેલવે સ્ટેશન નજીક આવેલ મિલ સોસાયટી…
વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના દીઘલીયા ગામ ની રેલ્વે ફાટક થી લુણસરીયાતજતડાનલનંઆલપલનપન૬૯૧/૮/૧૦ પાસે તા.વાંકાનેર જી.મોરબીથી આજરોજ તા-૦૨/૧૦/૨૦૨૪ ના કલાક-૦૮/૩૦વાગ્યા પહેલા કોઇપણ સમયે એક અજાણ્યા પુરૂષ ઉ.વ.આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની લાશમળી આવેલ હોય જે લાશ શરીરે મજબુત બાંધો વાને ઘઉ વર્ણ ચહેરો ગોળ શરીરે કોલર વાળુહાફ બાયવાળુ કાળા જાંબલી કલરના પટ્ટા વાળુ ટી-શર્ટ તથા મેલુ સફેદ કલરનુ નાઇટ પેન્ટપહેરેલ છે. જે લાશની ઓળખ થઇ શકેલ ન હોય જેથી સદરહું લાશ હાલે વાંકાનેર સરકારીહોસ્પીટલ ખાતે રખાવેલ હોય કોઇ વાલી વારસ મળી આવ્યેથીત.ક.અ-એલ.એ.ભરગાપો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા પો.સ્ટે. મો.નં-૭૬૨૧૯૫૮૧૫૬ નો સંપર્ક કરવા વિનંતી છે.
વાંકાનેર તાલુકામાં લુણસરિયા ગામ દરરોજ ગાંધી વિચારધારા અંતર્ગત પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા લુણસરિયા ગામને ચોખ્ખું ચણાક રાખવા તલાટી મંત્રી અને ગ્રામ પંચાયત ની બોડીના ચૂંટાયેલા સભ્યો સાથે ગ્રામજનોની સફાઈ સ્વચ્છતા અંતર્ગત ભૂતકાળમાં પણ સ્થાન પ્રાપ્ત કરી એવોર્ડ સન્માન મેળવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ના પ્રજા ચિંતન વિચાર સૂત્રને સાર્થક કરવા માં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ અવારનવાર લુણસરિયા ગામ સફાઈ કામગીરી થી સ્વચ્છતા અભિયાનમાં જાણે કાયમ માટે ગાંધી જન્મ જયંતી ની ઉજવણી કરતા હોય તેવું શુદ્ધ વાતાવરણ ગ્રામ્ય વિસ્તારમાં કરી ચોખ્ખું ચણાક લુણસરિયા ગામ ને ગાંધી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા નું ફરી એક વખત પ્રમાણપત્ર મળ્યું નોંધનીય…
વાચકો પાસે રહેલા જુના પુસ્તકો જમા કરાવી શકશો નવા પુસ્તક મેળવી મેળવી શકશે… વાંકાનેર પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે વાંચકો માટે પુસ્તક પરબ 2018 થી શરૂ થયા બાદ 2024 સુધી દિન પ્રતિદિન આધુનિક યુગમાં મોબાઈલના સમયમાં પુસ્તક વાચકો નો ક્રેઝ રહ્યો હોય જે શિક્ષકોની સેવા અંતર્ગત વાચકો રાષ્ટ્રીય સાંસ્કૃતિક ભારતીય ઐતિહાસિક પુસ્તકો ભૂતકાળ અને વર્તમાન સમયને યુવા વર્ગ સાથે નવી પેઢી વાંચન ક્રિયાથી વ્યસ્ત બને જ્ઞાનતંતુઓ પ્રાપ્ત કરી બેસ્ટ રહે એવા વાંકાનેર મા પુસ્તક પરબ વાચકોની દુનિયામાં પુસ્તક વાચક વર્ગમાં રહ્યું હોય તેના પરિણામે નવરાત્રી પુસ્તક પરબ ની વાચકો માટે ની સેવા યથાવત રહી છે તેમ પુસ્તક…
વાંકાનેર શહેર પોલીસની હદમાં તારીખ 1 10 2024 ની મોડી રાત્રે આશરે 11:00 વાગ્યાના સમયે જીનપરા ચોકમાં હોમગાર્ડ જવાન ને થેલી મળી આવી હતી જે થેલી તત્કાલ સીટી પોલીસમાં જમા કરાવી હોય તે થેલીમાં ખરાઈ કરી મૂળ માલિક ની શોધ ખોળ શરૂ કરી હતી ત્યારે નવાપરાથી રાજા વડલા તરફ જતા પરેશભાઈ કિશોરભાઈ કોળી ઉંમર વર્ષ 19 વાંકાનેર ના નવાપરામાંથી રાજા વડલા મોટરસાયકલ લઈને જતા હોય તે સમયે સાઈડમાં ટિંગાળેલ થેલી નું નકુચો તૂટી જતા થેલી પડી ગયેલ હોય જે થેલી હોમગાર્ડ જવાન સેટાણીયા સંતોષ ધીરુભાઈ તેમજ સેટાણીયા શામજી ધીરુભાઈ ને જીનપરા ચોકમાંથી થેલી મળેલ હતી રાત્રે 11:00 વાગ્યાના સુમારે આ…
મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી…
મોરબી માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ કુ. જે.કે. મહેતાનું સ્વાગત કરાયું; ટી.એ. રૂપાણીને ભાવભીની વિદાય અપાઈ જે.કે. મહેતાની જામનગર જિલ્લા માહિતી કચેરીથી મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતા સ્ટાફે આવકાર્યા
૩ ઓક્ટોબરથી ઓનલાઈન નોંધણી શરૂ થશે; નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી જરૂરી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ. ૬,૭૮૩( રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૬૮૨( રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૪૦૦( રૂ.૧૪૮૦ પ્રતિ મણ) અને સોયાબીન રૂ. ૪,૮૯૨ ( રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૧૧/૧૧/૨૦૨૪થી ૦૮/૦૨/૨૦૨૫ સુધી કરવામાં આવશે. મોરબી જિલ્લામાં ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યું…