પોલીસે મહિલાની ધરપકડ કરી બાળકોના અપહરણનું કારણ જાણવા તપાસ ટંકારા તાલુકાના નેકનામ ગામમાંઅપહરણ થયેલ બે બાળકો હાર્દિક(ઉવ.૩) અને વૈભવ (ઉવ.૧.૫)નેમોરબી પોલીસની અલગ અલગ ટીમોદ્વારા સફળતાપૂર્વક શોધી કાઢી મહિલાઆરોપીને ઝડપી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ દાહોદજીલ્લાના વખાસીયા ગામના હાલટંકારના નેકનામ-પડધરી રોડ ઉપરાઆવેલ કાંતિલાલ ભાણજીભાઇનાખેતરમાં ખેત મજૂરી કરતા ફરીયાદીકેશરભાઈ જેઠાભાઈ બારીઆએ ટંકારાપોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગઇકાલે સવારે સાડા દસ વાગ્યાનીઆસપાસ કાંતીભાઈ પટેલની વાડીએબંને બાળકો રમતા હતા ત્યારે કોઈઅજાણ્યા ઇસમ દ્વા રા બંને બાળકોનુંઅપહરણ કર્યું હતું. ટંકારા,વાંકાનેર સિટી અને વાંકાનેરાતાલુકા પોલીસ તેમજ મોરબી એલસીબી અને જઘત્ર સહિતનીવિવિધ ટીમો અપહ્મીત બાળકોને શોધીકાઢવા બસ સ્ટેશન,રેલવે સ્ટેશનાસહિતના જિલ્લા ભરના સ્થળોમાં તપાસહાથ ધરી હતી…
કવિ: aarif diwan
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ના હોદ્દેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ગુજરાત ભરમાં વધી રહેલી જંત્રી, સ્ટેમ્પ ડયુટી, અને ટેક્સ કે જેના લીધે રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદી ના લીધે અનેક લોકોની રોજગારી છીનવાઈ રહી છે અને આમ જનતાને પોતાના ઘરનું ઘર નું સ્વપ્ન એક સ્વપ્ન રહે એવી પરિસ્થિતિ થઈ રહી છે આ વધારાના હિસાબે દસ્તાવેજ ની નોંધણી પર પણ અસર વર્તાઈ રહી છે તો આ તમામ મુદ્દાઓ ની રજૂઆત કલેકટરને કરવામાં આવી અને કલેકટર મારફત સરકાર સુધી રજુઆત પહોચે એ માટે…
બરોડા જિલ્લા ના સાવલી મદરશા એ જામીયા મદારૂલ ઉલૂમ ખાતે બીજો સમુહ શાદી કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં (૧૧)જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરો એ હાજરી આપી દુલ્હા દુલ્હને શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થના થી નવાજવામાં આવ્યા હતા. સાથે હુશૈની ખિદમતે ખલ્ક કમીટી દ્વારા આવેલ મહેમાનો નુ ટોફી સન્માન પત્ર ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવી મુસ્લિમ…
મોરબી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી અરજીઓ અને ફરિયાદો અંતર્ગત 13 જેટલા અરજદારોની અરજીઓ ની બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા શોધખોર કરી મૂળ માલિકને “‘તેરા તુજકો અર્પણ”‘ સમર્થન મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કુલ 13 જેટલા મોબાઈલ જેની કિંમત 1.93 લાખ ના મોબાઈલ ને શોધી મોબાઈલ ના માલિકે કરેલ અરજી અને ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અંતર્ગત મોરબી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર સ્ટાફ મોબાઈલ ફરિયાદી અરજદાર ને તેના મોબાઈલ આપતા તસવીરમાં દ્રશ્ય મન થાય છે
રાજકોટ સીટી એલસીબી ટીમે ફૂલછાબ ચોક પાસેથી સીએનજી રીક્ષામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોય પોલીસે બે રીક્ષા અને દારૂનો જથ્થો કબજે લીધો છે જે દારૂ પ્રકરણમાં પિતા અને પુત્રના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨ જગદીશ બાંગરવાની સુચનાથી રાજકોટ સીટી ઝોન ૨ એલસીબી પીએસઆઈ આર એચ ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફૂલછાબ ચોક ભીલવાસ શેરી નં ૦૨ પાસેથી અગાઉ દારૂના ગુનામાં ઝડપાયેલ નજીર ઉર્ફે મુન્નો અલ્લારખા ઠાસરીયા અને તેનો પુત્ર ઈરફાન નજીર ઠાસરીયા બંને રીક્ષામાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે…
વાંકાનેર ગાયત્રી મંદિર પાસે આવેલામચ્છુ કાંઠા- મોરબી વૃદ્ધાશ્રમના સંચાલક ડોક્ટર દિલીપભાઈ શાહ દ્વારા આશરે ૧૮૦૦૦ જેટલા કપડા ની જોડીનું પ્રાથમિક શાળાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. ઘણી બધી પ્રાથમિક શાળાઓએ આ દાનનો લાભ લીધો હતો. ડોક્ટર દિલીપભાઈ શાહ ના પિતાના નામે આ વૃદ્ધાશ્રમ બનેલો છે અને ડોક્ટર દિલીપભાઈ શાહ મુંબઈમા પોતે ડોક્ટર છે. મૂળ વાંકાનેર ના કેરાળા ગામના વતની દિલીપભાઈને તેમના વતન પ્રત્યે અપાર પ્રેમ છે. તેઓનું આખું પરિવાર તબીબી ક્ષેત્ર જોડાયેલું છે. ડોક્ટર સાહેબ છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ગરીબ વર્ગના બાળકો માટે નિઃશુલ્ક કપડાનું વિતરણ કરે છે. ગયા વર્ષે પણ તેમના દ્વારા પ્રાથમિક શાળાના બાળકો અને બીજા અન્ય…
“‘ધમકીને પગલે યુવતી એસીડ પી લીધું, આરોપીની ધરપકડ”‘ મોરબીમાં રહેતી ૨૬ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી એક ઇસમેં અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું તેમજ અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા ભોગ બનનારે ફોન કરતા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આખા ખાનદાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવતી એસીડ પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી મોરબીમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીએ તાલુકા પોલીસ મથકમાં આરોપી વૈભવ નીલેશ ભોરણીયા (ઉ.વ.૨૫) રહે હાલ કન્યા છાત્રાલય રોડ મોરબી મૂળ રહે જુના દેવળિયા તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી વૈભવે ભોગ બનનાર યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ…
સામાન્ય નાગરિકોના પ્રશ્નોના નિરાકરણને પ્રાથમિકતા આપવા મંત્રીશ્રીની અઘિકારીઓને તાકીદ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા તથા જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા અર્થે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શહેરથી લઈ ગ્રામ્ય કક્ષા સુધી લોકોના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વિકાસ કાર્યોની સાથે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે રીતે આ બાબતને પ્રાથમિકતા આપવા પણ ઉપસ્થિત અધિકારીઓને તાકિદ કરી હતી. જિલ્લામાં વિકાસ કાર્યોની ગુણવત્તા…
વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના માર્ગનું ખાતમુહૂર્ત પ્રજાના પ્રતિનિધિ હસ્તે કરવામાં આવી રહ્યું છે તેમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારો માં ડામર રોડ થી લઈ સીસી રોડ નું વિકાસ કાર્ય ના મુહૂર્ત કરવામાં વાંકાનેર ના સિંધાવદર નો પણ સમાવેશ થતા સ્થાનિક લોકોની સમસ્યાનો અંત લાવવાના પ્રયાસો ના ભાગરૂપે સિંધાવદર ખાતે આણંદ બાપા ની જગ્યા થી સ્મશાન તરફ તરફ નો માર્ગ સીસી રોડ થી મઢવામાં મંજૂરીની મહોર સાથે વિકાસના માર્ગનું ખાતમુરત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું જે સિંધાવદર ગામે સમગ્ર ગમના અગ્રણીઓ આગેવાનો સહિત યુસુફભાઈ શેરસીયા રાઘવ ભાઈ બાંભવા ઈસ્માઈલભાઈ આઈ એમ પી સહિતના વગેરે મહાનુભવો ની ઉપસ્થિતિમાં સીસી રોડનું…
વ્યાજનું વ્યાજ ચક્ર માં ફ્રોડ ચીટીંગ હની ટેપ જેવા ક્રાઈમ ના બનાવો અંગે સાયબર ક્રાઇમ નું માર્ગદર્શન આપ્યું વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા અરુણોદય સોસાયટી અને હસનપર ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ ના પીએસઆઇ ડી.વી. કાનાણી અને પીએસઆઇ કે.વી. મહેશ્વરી એ વિઝીટ કરી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આજના આધુનિક યુગમાં પરિસ્થિતિને ધ્યાન રાખી ડિજિટલ ગુજરાત ના સમયમાં કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં ફ્રોડ ચીટીંગ હની ટ્રેપ જેવા ગુનાઓથી સતત સાવધાન રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથોસાથ સરકારની ગ્રાઇડ લાઈન મુજબ સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા મહિલા અને બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન સાથોસાથ વ્યાજ નું વ્યાજ વસૂલતા લોકો સામે જાગૃતતા લાવા કાયદાકીય…