
રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
રાજકોટના વડાળી ગામે 32 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખસે અગમ્ય કારણોસર યુવક પર હુમલો કર્યો અને ગંભીર રીતે ઇજા પામતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. સ્થાનિક લોકોની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે