13 દિવસમાં જ ધોરાજી નગરપાલિકાના પ્રમુખનું રાજીનામુ, દારૂની બોટલ સાથે વીડિયો થયો હતો વાયરલ

રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે 13 દિવસમાં જ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે રાજકોટ જિલ્લા કલેકટરને રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સંગીતાબેન બારોટને ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તેની પણ ખબર ન હતી. વિવાદમાં સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું છે. પ્રમુખ બન્યા ત્યારથી જ સોનલ બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા. જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
13 દિવસ પહેલા ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ બનતા સંગીતાબેન બારોટની જીભ લપસી હતી અને તેઓએ પીએમ મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા. સંગીતાબેન બારોટે દેશના PM મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધતા તેનો વીડિયો વાયરલ થયો હતો. જોકે પાસે ઉભેલા લોકએ ભૂલ સુધારી હતી. પરંતુ નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોવા છતા પીએમ અને સીએમના પદ કે નામમાં તેઓ ભરાયા હતા.
સંગીતાબેન બારોટનો બીયર તેમજ હુક્કો ફૂંકતો વીડિયો
અગાઉ પણ સંગીતાબેન બારોટના વીડિયો ઘણી વખત વાયરલ થઇ ચૂક્યા છે. જેમાં અગાઉ ચૂંટણી સમયે સંગીતાબેન બારોટનો બીયર તેમજ હુક્કો ફૂંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો