
અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક કંપનીમાં કામ કરતા સમયે કેટલાક કર્મચારીઓ ઢળી પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં ધોળકાની કેડીલા કંપનીમાં ફરજ બજાવતા સમયે ત્રણથી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. એક વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થયું જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે