
હેલ્મેટ વગર સરકારી બાબુઓ પોલીસની જપટે ચડિયા અડધો ડઝનથી વધુને દંડ ફટકારાયોસમગ્ર રાજ્યભરમાં ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત ભરમાં પોલીસ તંત્ર એલર્ટ થઈ સરકારી કર્મચારીઓ સરકારના ધારા ધોરણ નીતિ નિયમોનું પાલન કરે તેવા હેતુસર હેલ્મેટ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર સિટી પોલીસ એ સરકારી હોસ્પિટલ સહિત સેવા સદન કચેરીઓમાં સરકારી કર્મચારીઓ ક્લાર્ક પટાવાળા વગેરે પોલીસની જપટે ચડ્યા હતા જેમાં આશરે અડધો ડઝનથી વધુ કર્મચારીઓને પોલીસે ટ્રાફિક સેન્સ સાથે કાયદાનું જ્ઞાન પૂરું પાડી દંડ ફટકાર્યો હતો જે વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ના માર્ગદર્શનથી ભોજરાજસિંહ ઝાલા ટ્રાફિક જમાદાર વાલજીભાઈ પરમાર ટાઉન બીટ જમાદાર તેમજ વનરાજસિંહ ઝાલા જમાદાર વગેરે પોલીસ ટીમે વાંકાનેર શહેરની સરકારી કચેરીઓમાં સરકારી બાબુ ને ટુ વ્હીલર હેલ્મેટનું જ્ઞાન આવ્યું હતું ટ્રાફિક સેન્સ પ્રક્રિયા સાથે ટ્રાફિક ભંગ કાયદા તોડ વાહન ચાલકોને દંડ ફટકારી કાયદા નું જ્ઞાન આપ્યું હતું.

