
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિક જમાદાર ભોજરાજ સિંહ ઝાલાએ ફરજ ની સાથે સાથે માનવતાનું ઉદાહરણ આપ્યું છે સરકાર દ્વારા “‘તેરા તુજકો અર્પણ”‘ ના ભાગરૂપે અરજદારોની અરજીઓ નું નિરાકરણ ના ભાગરૂપે શરૂ કરેલ હોય તેનો પ્રતિસાદ મોટાભાગે સાધન સામગ્રી મોબાઈલ રોકડ રકમ માં સારી એવી સફળતા મળી છે અને અરજદારોને તત્કાલ ન્યાય મળતો હોય તેમ અવારનવાર તેરા તુજકો અર્પણ વિવિધ પોલીસ મથકોમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફરિયાદી અરબદાર ને ખોવાયેલી વસ્તુ મોબાઈલ રોકડ એટીએમ કાર્ડ પર્સ વાહન આપતી વેળા જે તે પોલીસ મથકે તેરા તુજકો અર્પણ નું દ્રશ્ય જોવા મળતું હોય છે આવું જ કાંઈક વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રાફિક જમાદાર તરીકે ફરજ બજાવતા ભોજરાજસિંહ ઝાલાને મુસ્લિમ મહિલા સબાનાબેન ફેજલ ભાઈ પીપરવાડીયા રહે વાંકાનેર જિનપરા વાળાને એસટી બસમાં લેડીઝ પર્સ બે એટીએમ જુદી જુદી બેંકના કાર્ડ અને રોકડ ₹13,000 સહિત ના ડોક્યુમેન્ટ સાથેનું લેડીઝ પર્સ મળેલ હોય જે અંગેની જાણ ભોજરાજસિંહ ઝાલા જમાદારને કરેલ હોય તરતજ સીટી પોલીસ સ્ટેશન વાંકાનેર પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહના માર્ગદર્શનથી મૂળ માલિકને બેંકના એટીએમ કાર્ડ થી અને વાયા મીડિયા મિત્ર સર્કલ અને ગ્રુપમાં જાણ કરી મૂળ માલિકને શોધી ખરાઈ કરતા વાંકાનેર ભાટિયા સોસાયટી માં રહેતા વૈભવીબેન નિલેશભાઈ ખંઢેરીયા નું લેડીઝ પર્સ હોવાનું માલુમ પડેલ હોય તે અંગે સબાના બેન હસ્તે વૈભવીબેનને પાકીટ અપાવી પ્રમાણિકતા માનવતાના ઉદાહરણ સાથે તેરા તુજકો અર્પણ નું દ્રશ્ય વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
