
આરીફ દિવાન મોરબી વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઇમર્જન્સી એમ્બ્યુલન્સ 108 દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમા બની હોય તેમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ માંથી રિફર કરેલી મહિલા દર્દીને મોરબી પહોંચે એ પહેલા જ ડીલેવરી થયેલ છે જે અંગેની જાણવા મળતી એવી છે કે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ એમપીના ભૂરી બેન વિજયભાઈ બામણીયા હાલ રહે વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા વાળાને પ્રસુતિની પીડા અંતર્ગત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી મોરબી રીફર કરવામાં આવેલ હોય જે મોરબી હોસ્પિટલ પહોંચે એ પહેલા જ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી થઈ ગયેલ છે જે દર્દીના પેટમાં રહેલા બાળકને ગળામાં નાળ વીંટળાયેલ હોય તેથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જતા હતા એ સમય દરમિયાન 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી થયેલ હોય જે બાળક અને માતા બંને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે જે ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમા બની હોય તેમ મોટાભાગે ઘટના દુર્ઘટના અકસ્માત કે પ્રસુતિની પીડા ના મળતા ઇમર્જન્સી 108 ને કોલ ની સાથે જ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર તત્કાલ શરૂ કરી જે તે હોસ્પિટલોમાં પહોંચાડવામાં સફળતાપૂર્વક રહી છે ત્યારે વાંકાનેરના તાલુકાના આગાભી પીપળીયા માં મજુર પરિવાર માટે આશીર્વાદ સમા તારીખ 23 2 2025 ના રોજ રવિવારે આશરે 11:6 મિનિટે કોલ મળતા ની સાથે જ તત્કાલ પ્રાથમિક સારવાર સફળતાપૂર્વક ઈમરજન્સી 108 માં નોર્મલ ડીલેવરી પ્રસુતિની પીડા વાળી મહિલાને કરાવી આપી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે