
મોરબી જિલ્લામાં આજરોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.આ તકે વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ મતદાન કર્યું હતું. તેઓએ પ્રાસંગિક રીતે જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે અમે પણ આજે મતદાન કર્યું છે. આજે લોકશાહીના પાવન પર્વમાં સ્થાનિક નાગરિકો મતદાન કરવા આગળ આવે અને મહતમ રીતે મતદાન કરે તેવી અમારી સર્વેને અપીલ છે..
