
મોરબી તાલુકા પોલીસની હદમાં આવેલા નીંચી માંડલ ગામની સીમમાં કાલિકાનગર જવાના રસ્તે આવેલ પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.રાજકોટના યુનીવર્સીટી રોડ પર અર્ચના પાર્કમાં રહેતા અજરુંભાઈ માનજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સીમેન્સ ગામેશા લીમીટેડ કંપની એ લગાવેલ પવનચક્કી ની પ્રોપર્ટીની દેખરેખ કરવા ઓથોરાઇઝ કરેલ જે પવનચક્કી માં ઉપર જવા માટે રાખેલ દરવાજાના લોક તોડી પવનચક્કીની અંદર બે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કેબલ ચોરી કરવાના ઈરાદે તોડવાની કોશિશ કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ અહેમદ જે.રાઠોડ
