
૬૦ થી લઈને ૧૦૦ વર્ષના વયોવૃદ્ધ નાગરિકોએ કર્યું ઉત્સાહભેર મતદાન મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજ સવારના ૦૭:૦૦ કલાકથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આબાલવૃદ્ધ નાગરિકો સર્વે સાથે મળીને વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઉત્સાહભેર ઉમટી રહ્યા છે. તેના ભાગરૂપે આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ વાંકાનેરના વિવિધ તાલુકા મથક પર ખૂબ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ નાગરિકોએ મતદાન કર્યું હતું અને દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.


