
હું સુરદાસ છું, હંમેશા મતદાન માટે તત્પર રહું છું અને અન્ય નાગરિકો પણ લોકશાહીમાં પવિત્ર મતદાન માટે આગળ આવે : દિવ્યાંગ મતદાર શ્રી નેપાભાઈ દેવાભાઇ અજાણા મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જન સામાન્યની સાથો સાથ દિવ્યાંગ નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વાંકાનેર હળવદ અને ચંદ્રપૂરમાં હાલમાં અત્યારે ચુંટણીનો ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે દિવ્યાંગ મતદાર શ્રી નેપાભાઈ દેવાભાઇ અજાણા ઉંમર વર્ષ ૫૮ એ જણાવ્યું હતું કે આજના આ લોકશાહીના પવિત્ર પ્રસંગે હું સુરદાસ હોવા છતાં ઉત્સાહભેર દેશ પ્રત્યે મારી ફરજ બજાવવા હાજર થયો છું અને મેં ઉત્સાહભેર મતદાન કર્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાના તમામ નાગરિકો મતદાન કરવા માટે આગળ વધે અને અન્યને પણ આજના દિવસે જાગૃત કરે તેવી તેઓએ અંતમાં અપીલ કરી હતી..

